PM મોદી AI ઉપર ભાષણ તો આપે છે પરંતુ તેઓ તેને સમજી શક્યા નથી: રાહુલ ગાંધી

  • India
  • February 15, 2025
  • 0 Comments
  • PM મોદી AI ઉપર ભાષણ તો આપે છે પરંતુ તેઓ તેને સમજી શક્યા નથી: રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને એઆઈ ટેકનોલોજીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે, પીએમ મોદી ટેલિપ્રોમ્પ્ટર થકી એઆઈને લઈને ભાષણ તો આપી રહ્યાં છે પરંતુ ખરા અર્થમાં તેઓ એઆઈને સમજી શક્યા નથી. આ અંગે રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ‘ભારતમાં પ્રતિભા છે, પરંતુ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે નવી ટેક્નોલૉજીમાં ઔદ્યોગિક કૌશલ્યો વિકસિત કરવાની જરૂર છે.’

રાહુલ ગાંધીએ શનિવારે X પર એક પોસ્ટમાં હાઇલાઇટ કર્યું કે ચીને કેવી રીતે ડ્રોન બનાવવાનું શરુ કર્યું છે જે સમગ્ર વિશ્વમાં યુદ્ધમાં ક્રાંતિ લાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારતે આ ક્ષેત્રમાં સ્પર્ધાત્મક બનવા માટે વ્યૂહરચના વિકસાવવાની જરૂર છે.’
નવી ટૅક્નોલૉજીના ઉત્પાદન માટે ભારતને સ્પષ્ટ વિઝનની જરૂર છે.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ‘ડ્રોને યુદ્ધમાં ક્રાંતિ લાવી છે, બેટરી, મોટર્સ અને ઓપ્ટિક્સને સંયોજિત કરીને યુદ્ધક્ષેત્રમાં ચાલાકી અને સંદેશાવ્યવહારને અભૂતપૂર્વ રીતે સક્ષમ કરી શકાય છે. પરંતુ ડ્રોન માત્ર એક ટૅક્નોલૉજી નથી, તે એક મજબૂત ઔદ્યોગિક પ્રણાલી દ્વારા ઉત્પાદિત બોટમ-અપ ઇનોવેશન છે.’

આ પણ વાંચો- 6 લાખ રોકડા, વિદેશી દારૂ, 5 લક્ઝરી કાર; હરિયાણામાં ભાજપ નેતાના ઘરે EDનો દરોડો 17 કલાક ચાલ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, ‘આ માત્ર એક ટેક્નોલૉજી નથી. આ એક મજબૂત ઔદ્યોગિક પ્રણાલીની મદદથી થઈ રહેલી નવીનતા દર્શાવે છે. પીએમ મોદી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ‘ટેલિપ્રોમ્પ્ટર’નો ઉપયોગ કરીને ભાષણ આપે છે પરંતુ તેમને આ વસ્તુ સમજાઈ રહી નથી.’

ચીનનું નામ લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આપણા પ્રતિસ્પર્ધીઓ નવી ટેક્નોલૉજીમાં નિપુણતા મેળવી રહ્યા છે અને આપણી સરકાર પાસે તમામ સંસાધનો હોવા છતાં આ મામલે કંઈ નથી કરી રહી.’

તેમણે કહ્યું, ‘ભારતને ખાલી ભાષણોની જરૂર નથી પરંતુ મજબૂત ઔદ્યોગિક વ્યવસ્થાની જરૂર છે. ભારતમાં અપાર પ્રતિભા છે. આપણા યુવાનો આ ડ્રોનના તમામ કોમ્પોનન્ટ બનાવી શકે છે. આપણા યુવાનોને રોજગારી આપવા અને ભારતને ભવિષ્ય તરફ લઈ જવા માટે આપણી પાસે સ્પષ્ટ વિઝન હોવું જોઈએ અને ભારતમાં જ આવી નવીનતાઓ બનાવવાનું શરુ કરવું જોઈએ.’

આ પણ વાંચો-દેશના વિદ્યાર્થીઓ મરી રહ્યા છે: પ્રતિદિવસ 24 કલાકમાં 28 વિદ્યાર્થીઓ કરી લે છે આત્મહત્યા

Related Posts

Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ
  • November 2, 2026

Sahil Wakode Case: મુંબઈમાં IIT બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુના કેસમાં ન્યાય અને જવાબદારીની માંગ ઉઠાવનારા વિદ્યાર્થીઓ તથા સામાજિક કાર્યકરો સામે પોલીસની કાર્યવાહીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કાર્યકરોનો આરોપ છે…

Continue reading
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?
  • November 2, 2026

Regime Change Debate: લોકશાહીમાં સરકાર બદલવાની ઇચ્છા કોઈ ગુનો નથી, પરંતુ નાગરિકોનો બંધારણીય અધિકાર છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ‘રિજીમ ચેન્જ’ (Regime Change) શબ્દનો ઉપયોગ કરતાં જ દેશના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

  • November 2, 2026
  • 3 views
Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

  • November 2, 2026
  • 5 views
Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

  • November 2, 2026
  • 5 views
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

  • November 2, 2026
  • 6 views
Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 6 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 8 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત