
Bhavnagar: ભાવનગર રેલવે ડિવિઝન તળેના રેલવે ટ્રેક પર 5 સિંહો સુતા હતા, ત્યાંથી પસાર થઇ રહેલી ટ્રેનના લોકો પાયલટે દૂરથી સિંહોને જોઇ જતા ઇમરજન્સી બ્રેક લગાવી અને તમામ સિંહને બચાવી લીધા હતા, સ્થિતિ સામાન્ય બની ગયા બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ આગળ ધપાવવામાં આવી હતી.
રેલવે ટ્રેક પર સુતા 5 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા
ગત 4થી ઓગસ્ટના રોજ લોકો પાયલટ બલિરામ કુમાર (મુખ્યાલય-જૂનાગઢ) અને સહાયક લોકો પાયલટ હરદીપ ગરલા (મુખ્યાલય-જૂનાગઢ) દ્વારા જૂનાગઢ-વેરાવળ મીટરગેજ સેક્શન વચ્ચે કિમી નં. 11/01 થી 11/02 વચ્ચે 5 સિંહો (એક સિંહ, એક સિંહણ અને તેમનાં ત્રણ બચ્ચાં)ને રેલવે ટ્રેક પર સૂતાં જોયા હતા, તત્કાળ લોકો પાયલટે જૂનાગઢથી વેરાવળ તરફ જતી પેસેન્જર ટ્રેન (52946)ને ઇમર્જન્સી બ્રેક લગાવીને રોકી દીધી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી. બાદમાં ફોરેસ્ટ ટ્રેકરે આવીને સિંહોને ટ્રેક પરથી દૂર હટાવ્યા અને તમામ સ્થિતિ સામાન્ય હોવાનું નિરીક્ષણ કર્યા પછી લોકો પાયલટને ટ્રેન આગળ ચલાવવાની મંજૂરી આપી હતી.
ભાવનગર: લોકો પાયલટની સતર્કતાએ 5 સિંહના જીવ બચાવ્યા#Bhavnagar #Lion #Railway #viralvideo pic.twitter.com/wPRMQuWB8a
— The Gujarat Report (@TGujarat_Report) August 6, 2025
સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના પ્રયાસો
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશ મુજબ ટ્રેનો ચલાવતા લોકોપાયલટો નિર્ધારિત ઝડપનું પાલન કરીને વિશેષ સતર્કતાથી કામગીરી કરી રહ્યા છે.
લોકો પાયલટોના કાર્યની પ્રશંસા કરાઈ
આ ઘટના અંગે જાણ થતાં મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા તેમજ અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાયલટોના આ પ્રશંસનીય કાર્ય માટે તેમની પ્રશંસા કરવામાં આવી.
વર્ષ 2024-25માં કુલ 159 સિંહોના જીવ બતાવ્યા
ભાવનગર રેલવે મંડળના લોકો પાયલટોની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરોની મદદથી ગયા નાણાકીય વર્ષ 2024-25માં કુલ 159 સિંહોના જીવ બચાવવામાં આવ્યા હતા. હાલના નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં કુલ 29 સિંહોના જીવ બચાવાઈ ચૂક્યા છે.
અહેવાલ: નીતિન ગોહેલ
આ પણ વાંચો:
Ahemedabad: લો બોલો સરકારી કચેરીઓ માટે જગ્યા નહીં, કર્મચારીઓ રઝળતા થયા, લાભાર્થીઓની હાલત કફોડી
Delhi: ટ્રાન્સજેન્ડર ગર્લફ્રેન્ડની ગળું કાપી ખતમ કરી નાખી, કારણ જાણી હચમચી જશો!
Vadodara: પોલીસની કરતૂતનો વીડિયો વાયરલ, પકડાયેલા દારુને બારોબાર બુટલેગરોને ભરી આપ્યો
Amreli:ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર આરોપીઓ ઝડપાયા, ચીટર ગેંગને લઈને પોલીસનો ખુલાસો
Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?