રાજકોટની ભગવતી એકડમીના 6 વિદ્યાર્થીઓએ દિલ્હીમા ડંકો વગાડયો

  • Gujarat
  • January 18, 2025
  • 1 Comments

રાજકોટના  ભગવતી એકડમી  સેન્ટરના 11 વર્ષિય આર્યન ભીખુભાઈ લાઠીયા UCMAS INTERNATIONAL મેન્ટલ એરીથમેટિક સ્પર્ધામાં ચેમપીયન બનીને રાજકોટનું નામ રોશન કર્યું છે.  જ્યારે નાના બાળકોને કાઈ પણ પડકારજનક કાર્ય મળે, તો તેમાં માનવ મગજનો નિખાર કંઇ અલગ જ જોવા મળતો હોય છે. UCMAS ભગવતી એકેડમી રાજકોટના 6 ભૂલકાઓએ ફરીથી એક વખત આવોજ કમાલ કરી બતાવ્યો છે.

વિશ્વના 6 હજાર કરતાં વધુ બાળકોએ લીધો હતો ભાગ

જ્યાં એક એક સેકન્ડ કિંમતી હોય અને પોતાની ઝડપ, એકાગ્રતા, તર્કશક્તિ અને ગાણિતિક ક્ષમતા સાબિત કરવાની હોય એવી યુસીમાસની મેન્ટલ એરિથમેટિક ઈનટરનેશનલ સ્પર્ધા દિલ્હી ખાતે 14 ડિસેમ્બર 2024ના રોજ યોજાઈ હતી. જેમાં અલગ-અલગ લેવલની સ્પર્ધામાં 6000થી પણ વધુ બાળકોએ સમગ્ર વિશ્વમાંથી ભાગ લીધો હતો.

કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વગર માત્ર 8 મિનિટમાં 200 અઘરા દાખલા આ બાળકોએ ઉકેલવાના હતા. જેમાં માત્ર 11 વર્ષના આર્યન ભીખુભાઈ લાઠીયા 8 જ મિનિટમાં પલક ઝપકાવતા 200 દાખલા ગણીને F2 કેટેગરીમાં ચેમપીયન એવોર્ડ મેળવ્યો છે. અને તેમને 15 ડિસેમ્બરે દિલ્હી ખાતે UCMAS ઇન્ડિયાના સીઈઓ ડો. સ્નેહલ કારીયાના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ અપાયા હતા.

તેમજ A2 કેટેગરીમાં ધર્મ ઠુમ્મર 3rd રનર અપ, 3 કેટેગરીમાં મહરસી રાછ 3rd રનર અપ, 01 કેટેગરીમાં દિવ્ય કારેલીયા 3rd રનર અપ,F2 કેટેગરીમા રીવાન બટાવીયા 3rd રનર અપ,F2 કેટેગરીમા દેવંશ કોથારી 3rd રનર અપ ઈનટરનેશનલ લેવલે મેળવ્યો. રાજકોટ ખાતે UCMAS ભગવતી એકેડમી ના મેનેજીંગ ડાયરેકટર ઉમેશ કાનપરાના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી વિધાથી ને સનમાનીત કરવામાં આવયા હતા.

કોર્સ ઇન્સટ્રક્ટરે શું કહ્યું?

આ બાળકો ને તૈયાર કરનાર ભગવતી એકેડેમી એટલે કે UCMAS રાજકોટ સેન્ટરના કોર્સ ઇન્સટ્રક્ટર ઉમેશ ચંદુભાઈ કાનપરા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે બાળકો નવી એજ્યુકેશન પોલિસી મુજબ તૈયાર થાય. વર્તમાન સમયમાં માત્ર ભણતર જ નહીં, પરંતુ દરેક બાળક પાસે કોઈને કોઈ એક એવી સ્કિલ પણ જોઈશે કે જે તેને ભવિષ્યમાં બીજાથી અલગ છે તેવું બતાવે અને આવા જ વિદ્યાર્થીઓ આજે અને ભવિષ્યમાં સમાજમાં યોગ્ય સ્થાન મેળવી શકશે.

UCMAS મલેશિયાની કંપની છે, તેના કેન્દ્રો 82 જેટલા વિદેશોમાં, ગુજરાતમાં લગભગ 250 થી વધારે શહેરોમાં અને આપણાં રાજકોટમાં 2 ચાલી રહ્યા છે. જેમાં લગભગ 3 લાખ કરતાં વધુ બાળકો આ કેન્દ્રોમાં અભ્યાસ કરી રહેલા છે. 4 થી13 વર્ષના બાળકો માટેનો મગજના સર્વાંગી વિકાસ માટેનો આ કાર્યક્રમ છે. જેમાં બાળકોમાં લેખન પધ્ધતિ, સાંભળવાની ક્ષમતા, એકાગ્રતા, કોન્ફિડન્સ, રીકોલિંગ સ્પીડ. ટાઈમ મેનેજમેંટ વગેરે જેવા મહાતવાના ફાયદાઓ થયા છે.

આ પણ વાંચોઃ હરણી બોટકાંડને 1 વર્ષ: પરિવારોને ન્યાય ક્યારે? સંતાનો ગુમાવનારા પરિવારો રડીને શું કહી રહ્યા છે?

Related Posts

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો
  • August 8, 2025

Amreli: અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. જશવંતગઢથી રાંઢીયા રોડ ઉપર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે એક હચમચાવનારી ઘટના બની, જે લાઈવ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ.…

Continue reading
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
  • August 8, 2025

Bharuch: ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને એક અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા સીમકાર્ડ પર ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શખસે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા!, ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

  • August 8, 2025
  • 10 views
Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા!, ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

  • August 8, 2025
  • 3 views
Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

  • August 8, 2025
  • 29 views
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 9 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 35 views