
પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં દરરોજ આતંકવાદી ઘટનાઓ બનતી રહે છે. ગત રવિવારે બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ એક મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં 7 પંજાબીઓને ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ હુમલામાં છ લોકો ઘાયલ પણ થયા છે. બલૂચ આર્મીના લડવૈયાઓએ પંજાબી પ્રવાસીઓને તેમની ઓળખ પૂછીને મારી નાખ્યા હતા. બલૂચ આર્મીએ ભૂતકાળમાં પણ ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો છે.
બલુચિસ્તાનના બરખાન જિલ્લાના રાડકાન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-70) પર અજાણ્યા બંદૂકધારીઓએ એક પેસેન્જર વાહનને નિશાન બનાવ્યું હતુ. આ હુમલામાં 7 પંજાબી લોકો માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકો મુલતાન જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો.
હુમલો કેવી રીતે કરવામાં આવ્યો?
મીડિયા રિપોર્ટ્સ અને સ્થાનિક અધિકારીઓ અનુસાર, હુમલાખોરોએ પહેલાથી જ આ હુમલાની યોજના બનાવી હતી. રસ્તા પર વાહન આવતું જોયું કે તરત જ તેમણે તેને રોકી દીધું હતુ, ત્યારબાદ વાહનમાં સવાર લોકોની ઓળખ કરી હતી. તેમના કાગળો તપાસવામાં આવ્યા હતા. પંજાબીઓને તેમની જાતિના આધારે ઓળખીને મારી નાખવામાં આવ્યા છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
ઘટના બાદથી વિસ્તારમાં ભયનો માહોલ છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. પ્રદેશમાં વધતી જતી પંજાબીઓની જાતિને લઈ હિંસા કરી રહ્યા છે. એક ચિંતા સમાન છે.
આ પ્રકારની આ પહેલી ઘટના નથી
બલુચિસ્તાનમાં, સ્થાનિક આતંકવાદીઓ પંજાબીઓને નિશાન બનાવી રહ્યા છે. બલૂચ આર્મીએ ભૂતકાળમાં પણ ઘણી ટાર્ગેટ કિલિંગ કરી છે. આ પહેલા સપ્ટેમ્બર 2024માં બલૂચ આર્મીએ 23 નાગરિકોની હત્યા કરી હતી. પંજાબીઓ પરના હુમલા પાછળનું કારણ જાતિ અને સાંસ્કૃતિક અલગતા છે.
આ પણ વાંચોઃ Gutkha Ban: ગુટખા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ, આ રાજ્ય સરકારે ભર્યું મોટું પગલું!