kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા, હજુ 6 લોકો ફસાયાની માહિતી

  • Gujarat
  • October 28, 2025
  • 0 Comments

Gujaratis kidnapped: ગુજરાતથી દિલ્હી થઈ ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ચાર ગુજરાતીઓનું ઈરાનના તહેરાનમાં કરાયું હતુ. ઈરાનમાં એક મહિલા સહિત ત્રણ પુરુષોને બંધક બનાવવામાં આવ્યા હતા. એજન્ટ અને પરિવારને તેમના ત્રાસના વીડિયો મોકલીને લાખો રૂપિયાની ખંડણી માંગી હતી.જોકે ભારત સરકારની મદદ તેઓ પરત દિલ્હી આવી ચૂક્યા છે.તેઓ હવે પોતાના વતન માસા તાલુકાના બાપુપુરા ગામમાં પહોંચશે.

મિડિયા અહેવાલો મુજબ માણસા તાલુકાના બાપુપુરાના 3 અને બદપુરા ગામની એક વ્યક્તિ મળી ચાર ગુજરાતીઓને ઓસ્ટ્રેલિયા જવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી બેંગકોક અને દુબઈ અને પછી તેહરાન લઈ જવામાં આવ્યા હતા. ઈરાન પહોંચ્યા પછી, તેમને ટેક્સીમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને બંધક બનાવવામાં આવ્યા હતા. ઈરાનમાં આ બંદીવાન ગુજરાતીઓને ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ  બે કથિત વીડિયો  ક્લિપ્સ પણ મળી છે, જેમાં બે યુવાનોને નગ્ન કરીને માર મારવામાં આવતાં હોવાનું દેખાઈ  છે.

ઈરાનમાં સામે આવેલા ત્રાસના એક વીડિયોમાં બે યુવાનોને હાથ-પગ બાંધીને માર મારવામાં આવી રહ્યા છે. અહેવાલ છે કે આ વીડિયો પીડિતાના એજન્ટ અને તેના પરિવારને ખંડણી માંગવા માટે મોકલવામાં આવ્યો હતો. જેમને માર મારવામાં આવી રહ્યો છે, તેઓ અપહરણકારોની માંગણીઓનું પાલન કરવાની પણ માંગ કરી રહ્યા છે, એમ કહી રહ્યા છે કે તેઓ હવે તે સહન કરી શકતા નથી. આ બે વીડિયો ઉપરાંત અપહરણકારોએ એક દંપતીનો ફોટો પણ ફરતો કર્યો છે જેમાં તેમના હાથ બાંધેલા અને મોં બંધાયેલા હતા. 26 ઓક્ટોબરના રોજ માણસાના ધારાસભ્ય જયંતિ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને ઈરાનથી અપહરણ કરાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા વિનંતી કરી હતી. ચાર ગુજરાતીઓ 19 ઓક્ટોબરના રોજ અમીરાતની ફ્લાઇટથી દિલ્હી આવી પહોંચ્યા છે અને પોતાના વતન જશે.

તહેરાનમાં કરાયું હતુ અપહરણ

તેહરાન એરપોર્ટ પર ઉતરેલા આ લોકોને હેલી નામની હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. એવી પણ અટકળો છે કે બાબા નામના વ્યક્તિએ ઈરાનમાં તેમનું અપહરણ કર્યું હતું. આ વિશે વાત કરતા  બાપુપુરા ગામના સરપંચ પ્રકાશ ચૌધરીએ IM ગુજરાતને જણાવ્યું હતું કે અપહરણ કરાયેલા ત્રણ લોકો બાપુપુરાના અને એક બદપુરાના હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમને ત્રણ દિવસ પહેલા તેમના અપહરણના સમાચાર મળ્યા હતા. જોકે, આ લોકોને ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ વિશે કોઈ માહિતી મળી નથી. જુલાઈ 2023 માં ડોંકી રૂટ દ્વારા અમેરિકા જતા એક ગુજરાતી દંપતી સાથે આવી જ ઘટના બની હતી. તેમનું ઈરાનમાં પણ અપહરણ કરીને ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમના એજન્ટ પાસેથી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનમાં બંધક બનાવેલા ચાર માનસાના રહેવાસીઓ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયા છે, પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી.

હજુ 6 લોકો ઈરાનમાં ફસાયેલા

4 ગુજરાતીઓને અપહરણકર્તાઓની જાળમાંથી છૂટ્યા બાદ માહિતી મળી રહી છે કે હજુ ત્યા 6 લોકો ફસાયેલા છે. કુલ 13 વ્યક્તિઓ ગેરકાયેદસર રીતે ઓસ્ટ્રેલિયા અને યુરોપ જવા નીકળ્યા હતા. જેમાંથી 4 ગુજરાતીઓને બંધક બનાવાયા હતા બાદમાં તેમને છોડી દેવાયા છે અને તેઓ ગુજરાત પહોંચી પણ ગયા છે. જો કે આ પહેલાં 3 લોકો પાછા આવી ગયા હતા. જ્યારે હજુ 6 લોકો ત્યાં જ ફસાયેલા છે.

આ પણ વાંચો:

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે