Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ

દિલીપ પટેલ
અમદાવાદ, 2 ઓગસ્ટ 2026
ગુજરાતમાં નાના શહેરોમાં હૃદયરોગમાં વિસ્ફોટક વધારો થઈ રહ્યો છે. નાના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં હૃદયરોગ ઝડપથી વધી રહ્યો છે. પ્રતિવર્ષ 15% થી 17% નો ચિંતાજનક વધારો નોંધાયો છે.
2023 ની સરખામણીએ 16 ટકા, 2024ની સરખામણીએ 17% વધારો, 2025 ની સરખામણીએ 15% નો વધારો થયો છે. પોરબંદરમાં 39.7% વધારો, બોટાદ અને અન્ય નાના સેન્ટરોમાં વધારો થયો છે. બોટાદમાં 48.6% નો વધારો થયો છે.

108 EMRI ઇમરજન્સી સેવાના સત્તાવાર આંકડા પ્રમાણે
2024: સમગ્ર વર્ષ દરમિયાન કુલ 84,738 કેસ નોંધાયા હતા. રોજની સરેરાશ આશરે 232 ઇમરજન્સી કેસ.
2025: હૃદય રોગના કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા અને કુલ 98,582 કેસ નોંધાયા. 2024ની સરખામણીએ આશરે 16.3%નો વધારો થયો છે. દર 6 મિનિટે એક કાર્ડિયાક ઇમરજન્સી નોંધાતી હતી.
2026 (પ્રથમ 6 મહિના – જૂન સુધી): પ્રથમ છ મહિનામાં જ 53,000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. 2025 ની સરખામણીએ આ વર્ષે પણ કેસોમાં 15% નો વધારો ચાલુ રહ્યો છે, જેમાં રોજની સરેરાશ વધીને 294 દર્દીઓ થઈ ગઈ છે. 2026ના વર્ષના અંગે 1 લાખ કેસ થઈ જાય એવી શક્યતા છે.

10 વર્ષની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં (2016થી 2025 સુધી) હૃદયરોગ (Heart Attack) અને કાર્ડિયાક ઈમરજન્સીના કેસોમાં ચિંતાજનક અને મોટો ઉછાળો જોવા મળ્યો છે. 10 વર્ષમાં 26% નો વધારો: વર્ષ 2015-16 આસપાસ હાર્ટ અટેકથી થતા આકસ્મિક મૃત્યુનો આંકડો 2,581 હતો, જે 2024-25 સુધીમાં 26% વધીને 3,253 એ પહોંચ્યો છે. દરરોજ સરેરાશ 9 લોકો જીવ ગુમાવે છે. આ આકસ્મિક મૃત્યુમાં 89.4% પુરુષો હોય છે.

સત્તાવાર સરકારી અહેવાલ અને EMRI 108 સેવાઓના આંકડા મુજબ આ સ્થિતિ નીચે પ્રમાણે છે:

108 કાર્ડિયાક ઈમરજન્સીના વધતા કેસ (2018 થી 2025)
EMRI 108 કટોકટી સેવાઓના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં દૈનિક હૃદયરોગ સંબંધિત કટોકટીના કેસોમાં 65% થી વધુનો વધારો નોંધાયો છે.

હૃદય રોગના દર્દી – કેસ
2018: 51,315 કેસ (દૈનિક સરેરાશ 141)
2021: 42,555 કેસ
2022: 56,200 કેસ
2023: 72,573 કેસ દર 7.5 મિનિટે એક કોલ)
2024: 84,738 કેસ
2025: 98,582 કેસ (108 ઇતિહાસમાં સૌથી વધુ – દર 6 મિનિટે એક કાર્ડિયાક ઇમરજન્સી)

મોત
2015-16 – 2,581થી 2,800 સુધી
2019 – 8,689 મૃત્યુ – કોવિડ પહેલાની સ્થિતિ
2021 – 93,797 મૃત્યુ કોવિડ મહામારી દરમિયાન (સૌથી વધુ)
2023 – 74,777 મૃત્યુ
પાંચ વર્ષમાં કુલ 2.97 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
2024 – 3,253 મૃત્યુ (અકસ્માત/આકસ્મિક કેટેગરીમાં) રોજ સરેરાશ 9 લોકોના અચાનક હાર્ટ એટેકથી મોત

વિવરણ
વર્ષ 2018: વર્ષ દરમિયાન કુલ 51,315 કેસ નોંધાયા હતા, એટલે કે સરેરાશ રોજના 141 કેસ.
વર્ષ 2021: આ આંકડો વધીને વર્ષમાં 42,555 (કોવિડ સમયગાળા દરમિયાન હોસ્પિટલ ટ્રેકિંગ ફેરફારો સાથે) અને બાદમાં ઝડપથી વધ્યો.
વર્ષ 2024: રોજ સરેરાશ 197 જેટલા લોકો હૃદયરોગની તકલીફ સાથે હોસ્પિટલ ભેગા થતા હતા.
વર્ષ 2025: સપ્ટેમ્બર 2025 સુધીના આંકડા મુજબ આ સંખ્યા વધીને સરેરાશ રોજના 232 કેસ (અમદાવાદમાં રોજના 65 કેસ) પર પહોંચી ગઈ છે. 2024ની સરખામણીએ 2025ના અંત સુધીમાં કેસોમાં 12.46% નો વધારો નોંધાયો છે.

NCRB અને સરકારી આંકડા: હૃદયરોગથી થતા મૃત્યુ
નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરો (NCRB) ના ‘એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સુસાઇડ્સ ઇન ઇન્ડિયા’ (ADSI 2024) ના તાજેતરના અહેવાલ મુજબ:

2019માં હૃદયરોગથી નોંધાયેલા કુલ મૃત્યુ 8,689 હતા, જે કોવિડ પછીના વર્ષોમાં (2021 થી 2023 દરમિયાન) તીવ્ર ઉછાળા સાથે વાર્ષિક 74,000 થી વધુ નોંધાયા હતા.
છેલ્લા 5 વર્ષમાં અંદાજે 2.97 લાખ લોકોએ હૃદયરોગ સંબંધિત બીમારીઓથી જીવ ગુમાવ્યો છે.

2016-17ની સરખામણીએ કોવિડ પછીના વર્ષોમાં (2023-2025) યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. કુલ કાર્ડિયાક ઈમરજન્સીમાંથી અંદાજે 30% દર્દીઓ 40 વર્ષથી ઓછી ઉંમરના હોય છે. 2023ના ઉત્તરાર્ધમાં માત્ર 6 મહિનામાં જ હાર્ટ અટેકથી 1,052 લોકોના મોત થયા હતા, જેમાંથી 80% લોકો 11 થી 25 વર્ષની વયજુથના હતા.

મુખ્ય શહેરોની સ્થિતિ (2023-2024 ડેટા સરખામણી)
જિલ્લો/શહેર વર્ષ 2023 ના કેસ – વર્ષ 2024 ના કેસ
અમદાવાદ 12,133 – 13,906
સુરત 2,910 – 3,870
રાજકોટ 3,103 – 3,103
વડોદરા 1,980 – 2,408
અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં જ વર્ષ 2024 દરમિયાન 2.41 લાખથી વધુ ઓપીડી (OPD) કેસ નોંધાયા હતા.

પાંચ જિલ્લામાં 25 ટકા વધારો
જિલ્લો – 2023 – 2024 – વધારો
પોરબંદર – 1145 – 1601 – 38.83%
દાહોદ – 821 – 1217 – 32.14%
ડાંગ – 360 – 460 – 27.78%
સુરત – 5333 – 6726 – 26.12%
મહીસાગર – 680 – 863 – 25.07%

જિલ્લામાં ઈમરજન્સી કેસ – ડિસેમ્બર 2024
જિલ્લો – વર્ષ 2024 – 2023
અમદાવાદ – 24,460 – 21,182
સુરત – 6726 – 5333
રાજકોટ – 5453 – 4848
વડોદરા – 4262 – 3568
ભાવનગર – 4219 – 3723
જુનાગઢ – 3081 – 2726
જામનગર – 3072 – 2845
ગાંધીનગર – 2295 – 1959
અમરેલી – 2232 – 1886
કચ્છ – 1870 – 1733
આણંદ – 1772 – 1466
નવસારી – 1705 – 1395
પોરબંદર – 1601 – 1845
ખેડા – 1557 – 1326
વલસાડ – 1521 – 1251

યુવાનો
યુવા વર્ગ સૌથી વધુ ભોગ બને છે, 108 અને હોસ્પિટલોના આંકડા દર્શાવે છે કે કુલ કેસોમાંથી 28%થી 33% દર્દીઓ 40 વર્ષથી ઓછી ઉંમરના હતા.

2023માં સરકારી સરવેમાં 6 મહિનામાં નોંધાયેલા અમુક ચોક્કસ હાર્ટ એટેક મોતમાં 80% લોકો 11 થી 25 વર્ષના હતા.

અમદાવાદમાં 2025માં 27,297 ઇમરજન્સી કેસ નોંધાયા, બેઠાડુ જીવનશૈલી, માનસિક તણાવ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર તેમજ કોવિડ-19 પછી હૃદયની ધમનીઓમાં આવેલા બદલાવ આ વધારા માટેના મુખ્ય જવાબદાર પરિબળો છે.

ગુજરાત અને ભારતની સરખામણી
ભારત અને ગુજરાતમાં હૃદયરોગ (Cardiovascular Diseases – CVD) ના આંકડાઓની સરખામણી નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS), નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના અહેવાલના આધારે સરખામણી કરતાં ગંભીર સ્થિતિ છે.

ભારત
ભારતમાં થતા કુલ મોતના આશરે 25% થી 28% મોત હૃદયરોગ અને કાર્ડિયાક અરેસ્ટને કારણે થાય છે. આ મામલે દેશના ટોચના રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વર્ષે અંદાજે 25 લાખથી 28 લાખ લોકો હૃદયરોગ (CVD) ને કારણે જીવ ગુમાવે છે. દર એક મિનિટે ભારતમાં 4 લોકોને હાર્ટ એટેક આવે છે.

ગુજરાત
NCRBના આકસ્મિક મૃત્યુમાં ગુજરાતમાં અચાનક હાર્ટ એટેકથી થતાં મોતમાં ગુજરાત સમગ્ર ભારતમાં ત્રીજા ક્રમે છે. પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર અને બીજા ક્રમે કેરળ છે.
દેશમાં નોંધાતા અચાનક હાર્ટ એટેકના કુલ કેસમાંથી 8.5% કેસ ગુજરાતમાં નોંધાયા છે. જે દેશની 5 ટકા વસતીની ગુજરાતમાં છે તે હિસાબે વધારે છે.

છેલ્લા 10 વર્ષમાં દેશમાં હૃદયરોગના કેસોમાં આશરે 12.5% થી 15% નો વાર્ષિક વૃદ્ધિ દર છે. NCRBની વિગતો મુજબ, ગુજરાતમાં હાર્ટ એટેકથી થતાં મોતમાં 26% નો વધારો થયો છે.

દેશમાં હાર્ટ એટેકના કુલ દર્દીઓમાંથી આશરે 70%-75% પુરુષો હોય છે. ગુજરાતમાં સ્થિતિ વધુ ગંભીર છે, અચાનક મોતમાં 89.4% પુરુષો હોય છે.

1 લાખ વસ્તીએ ભારતમાં સરેરાશ મૃત્યુદર પ્રતિ આશરે 272 છે. ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ (IHD) ને કારણે ગુજરાતમાં આ દર પ્રતિ 1 લાખ વસ્તીએ 160 છે.

વિશ્વની સામે ભારત
પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં હૃદયરોગ 10 વર્ષ વહેલો (યુવાન વયે) જોવા મળે છે. [6]

ભારતીય હાર્ટ એસોસિએશન (IHA) મુજબ, દેશમાં હાર્ટ એટેકના કુલ કેસોમાંથી 50% કેસ 50 વર્ષથી ઓછી ઉંમરના અને 25% કેસ 40 વર્ષથી ઓછી ઉંમરના પુરુષોમાં થાય છે.

નેશનલ સેમ્પલ સર્વે (NSO) મુજબ 15 થી 29 વર્ષના યુવાનો પણ હવે ઝડપથી આનો ભોગ બની રહ્યા છે.

ગુજરાત
ગુજરાતમાં 108 ઇમરજન્સી ના ડેટા દર્શાવે છે કે, કુલ કાર્ડિયાક ઇમરજન્સીમાંથી 28% થી 33% દર્દીઓ 40 વર્ષથી ઓછી ઉંમરના હોય છે. જ્યારે ચોક્કસ સરકારી અહેવાલોમાં અમુક મહિનાઓ દરમિયાન નોંધાયેલા આકસ્મિક મોતમાં 80% હિસ્સો 11 થી 25 વર્ષના યુવાનોનો હતો.

ગુજરાતના કારણો
ખોરાકની આદતો: ગુજરાતમાં તળેલું, ગળ્યું (સુગર યુક્ત) અને હાઈ-કાર્બોહાઈડ્રેટ વાળું ભોજન અન્ય રાજ્યો કરતાં વધુ લેવાય છે, જે ધમનીઓમાં બ્લોકેજ વધારે છે.
ડાયાબિટીસનું ઊંચું પ્રમાણ: ગુજરાતને દેશની ‘ડાયાબિટીસ કેપિટલ’ માંની એક ગણવામાં આવે છે. ડાયાબિટીસ સીધો હૃદયરોગનું જોખમ 3 ગણું વધારી દે છે.
બેઠાડુ જીવનશૈલી: વેપાર અને ઓફિસ આધારિત કામકાજને લીધે શારીરિક શ્રમ ઓછો થવો.
ધૂમ્રપાન, તમાકુ સેવન, મદ્યપાન, માંસાહાર હૃદય રોગ થવાની સંભાવના 75% વધારે હોય છે. ગર્ભનિરોધક દવા બ્લડપ્રેશર વધતાં હૃદયરોગના હુમલા આવી શકે છે.
આલ્કોહોલનું સેવન, અનિયમિત જીવનશૈલી, અપૂરતી ઊંઘ, તણાવ, સ્મોકિંગ બીમારી માટે જવાબદાર છે. સાત કલાકથી ઓછી ઊંઘ હોય તેમને પણ આ બીમારીની શક્યતા રહેતી હોય છે.

રમતના મેદાનો
કસરતનો અભાવ છે. શાળામાં રમતના મેદાન નથી. 32 હજાર 319 સરકારી શાળાઓ પૈકી 6443 શાળામાં રમત-ગમતના મેદાન નથી.

શાળા
અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં આશરે 70થી 85 ટકા ખાનગી શાળાઓ પાસે રમતગમતના પોતાના મેદાન નથી.અમદાવાદ શહેરમાં માત્ર સરકારી શાળાઓની વાત કરીએ તો 47 પ્રાથમિક અને 11 માધ્યમિક શાળાઓ મેદાન વિહોણી છે.

શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોની 70 ટકા શાળાઓ પાસે મેદાન ઉપલબ્ધ છે, કારણ કે ત્યાં જમીન સરળતાથી મળી રહે છે.

મોટા શહેરોમાં આશરે 35થી 40 ટકા આર્ટસ, કોમર્સ અને પ્રોફેશનલ (BCA/BBA) કોલેજો એવી છે જે ભાડાના બિલ્ડિંગો અથવા મલ્ટિ-સ્ટોરી કોમ્પ્લેક્સમાં ચાલે છે અને તેમની પાસે પોતાનું ફિઝિકલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નથી.

રાજ્યમાં 648 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ રમતગમતના મેદાન વગર ચાલી રહી છે

રાજ્યમાં ખાનગી શાળાઓ 13190 છે, જેમાં 685 શાળાઓ પાસે મેદાન નથી. મોટા શહેરોમાં 55 ટકા ખાનગી શાળાઓ મેદાન વિહોણી છે. ઘણા સંચાલકો મંજૂરી પછી પાર્કિંગ કે મેદાનની જગ્યા વેચી દે છે. 35 ટકાથી 40 ટકા ખાનગી કોલેજો મુખ્યત્વે શહેરોમાં કોમર્શિયલ બિલ્ડિંગો અથવા ભાડાના કોમ્પ્લેક્સમાં ચાલે છે. તેમની પાસેથી રમતગમતના સાધનો કે મેદાનનો અભાવ છે.

આ પણ વાંચો:

Related Posts

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?
  • September 18, 2026

UPI MDR Charges: દેશમાં ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો માધ્યમ બની ચૂકેલા UPIને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. કેન્દ્ર સરકારના નવા ફ્રેમવર્ક મુજબ ₹2,000થી વધુના નિર્ધારિત Person-to-Merchant (P2M) વ્યવહારો…

Continue reading
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 2 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 11 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ