
રશિયાના કઝાન શહેરમાં આજે શનિવારે સવારે યુક્રેન તરફ ભયંકર હુમલો થયો છે. કઝાનમાં 8 ડ્રોન હુમલા થયા છે, જેમાંથી 6 રહેણાક ઈમારત પર થયા છે. આ હુમલો મોસ્કોથી 800 કિલોમીટર દૂર થયો હતો. હજુ સુધી હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં ઘણાં ડ્રોન ઈમારતો સાથે અથડાતાં દેખાય છે.
યુક્રેન પર ડ્રોન હુમલાનો આરોપ
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલા યુક્રેન દ્વારા કરવામાં આવ્યા છે. ડ્રોન હુમલા બાદ કઝાન એરપોર્ટ પરની હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી છે. કઝાન શહેર રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ 800 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. આ ડ્રોન હુમલા કાઝાનમાં છ રહેણાંક મકાનો પર થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કઝાન શહેર યુક્રેનની સરહદથી લગભગ 900 કિલોમીટર પૂર્વમાં આવેલું છે અને ભૂતકાળમાં પણ યુક્રેન દ્વારા કઝાનમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. રશિયાના સંરક્ષણ પ્રધાને દાવો કર્યો છે કે તેમની સેનાએ 12 યુક્રેનિયન ડ્રોનને નષ્ટ કરી દીધા છે.
યુક્રેનિયન મીડિયાનો દાવો છે કે ગઈકાલે રાત્રે રશિયાના રોસ્ટોવમાં બે ઓઈલ ડેપોમાં આગ લાગી હતી. આ આગ પણ કથિત યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે શરૂ થઈ હતી.