બાંગ્લાદેશે સત્તાવાર રીતે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની કરી માંગ; બીજું શું કહ્યું?

  • World
  • December 23, 2024
  • 0 Comments

બાંગ્લાદેશે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની દેશ વાપસી માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને સોમવારે આ વિશે માહિતી આપી છે. તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે શેખ હસીનાની દેશ વાપસી માટે વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે શેખ હસીનાને પ્રત્યાર્પણ કરાર હેઠળ ભારતથી લાવી શકાય છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં બાંગ્લાદેશમાં વ્યાપક હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે શેખ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભારત આવી ગઈ હતી.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને કહ્યું, “અમે રાજદ્વારી પ્રક્રિયા હેઠળ ભારત સરકારને પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને પાછા મોકલવા માટે સંદેશો આપ્યા છે. અમે તેમને (ભારત સરકારને) આ સંદેશ આપ્યો છે કે અમે તેમના પર કેસ ચલાવા માંગીએ છીએ અને તેથી જ તેમની વાપસીની માંગણી કરી રહ્યા છીએ.”

તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે શેખ હસીનાની વાપસી માટે વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે. તેમણે આ નિવેદન સોમવારે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજેબી) ના મુખ્ય મથકમાં બીજેબી સ્થાપના દિવસના કાર્યક્રમમાં આપ્યું હતું.

તેમણે આ પણ કહ્યું કે શેખ હસીનાને પ્રત્યાર્પણ કરાર હેઠળ પાછા મોકલી શકાય છે, તેથી વિદેશ મંત્રાલય (બાંગ્લાદેશ) ને એક પત્ર મોકલવામાં આવ્યો છે જેથી ભારત સાથે સંપર્ક કરવા જરૂરી પગલા લેવા કરી શકાય. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (આઇસીટી) એ 17 ઓક્ટોબરે ‘ફરાર’ શેખ હસીનાના વિરૂદ્ધ વોરંટ જારી કર્યું હતું. બાંગ્લાદેશ સરકારે ત્યારે કહ્યું હતું કે તે આ આદેશને અમલ કરવા માટે ઝડપથી પગલાં લેશે.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન સેકડો લોકોનાં મોત નીપજ્યાં હતાં. સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં શરૂ થયેલો આ વિરોધ પ્રદર્શન બાદમાં શેખ હસીનાને પદ પરથી હટાવવાની માંગ સુધી પહોંચી ગયો હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 28 જાન્યુઆરી 2013 ના રોજ પ્રત્યાર્પણ સંધી થઇ હતી. ત્યારે ભારતના તત્કાલીન ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે અને બાંગ્લાદેશના ગૃહમંત્રી મોહીઉદ્દીન ખાન આલમગીરે ઢાકામાં આ સંધી પર હસ્તાક્ષર કર્યા હતા. સંધીના આર્ટિકલ છ માં કેટલીક જોગવાઇ છે, જેમાં તે પરિસ્થિતિનો ઉલ્લેખ છે જેના હેઠળ વ્યક્તિનો પ્રત્યાર્પણ થઈ શકતું નથી.

આમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ સંધી તે લોકોને લાગુ પડશે નહિ જેમણે રાજકીય અપરાધનો આરોપ છે અને તેના હેઠળ ફક્ત તે લોકો આવશે જેમણે હત્યા અને અન્ય ગંભીર અપરાધોના આરોપ છે.

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં શું કહ્યું હતું?

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે છ ઓગસ્ટે શેખ હસીનાના ભારત આવવા વિશે સંસદને જાણકારી આપતા કહ્યું હતુ કે, શેખ હસીનાએ ખુબ જ શોર્ટ નોટિસ પર કેટલાક સમય માટે ભારત આવવાની અનુમતિ માંગી હતી.

તેમણે કહ્યું હતું, “5 ઓગસ્ટે પ્રદર્શનકારીઓ કર્ફ્યુ હોવા છતાં ઢાકામાં ભેગા થયા. અમને જેટલું સમજાયું છે તે એ છે કે સુરક્ષા સંસ્થાઓના નેતાઓ સાથે બેઠક પછી પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. ખૂબ જ ટૂંકા નોટિસ પર તેમણે થોડા સમય માટે ભારત આવવાની મંજૂરી માંગી. આ સાથે જ અમને બાંગ્લાદેશ પ્રશાસન તરફથી ફ્લાઇટ ક્લિયરન્સ માટે મંજૂરી માંગી. તે કાલે સાંજે દિલ્હી પહોંચી છે.”

17 ઓક્ટોબરના સાંજે ભારત સરકારે ઔપચારિક રીતે કહ્યું હતું કે શેખ હસીના હજુ પણ ભારતમાં જ છે.

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 6 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 7 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 7 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 5 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?