
- ભારત-પાક મેચ વચ્ચે પડોશી દેશે 22 માછીમારોને કર્યા મુક્ત; 18 ગુજરાતી
ભારત-પાકિસ્તાનની મેચ વચ્ચે પડોશી દેશે ભારતના 22 માછીમારોને મુક્ત કરી દીધા છે. આ તમામ ભારતીય માછીમારો પોતાના વતન પરત ફરી પણ ચૂક્યા છે. મહત્વપૂર્ણ બાબત તે છે કે, મુક્ત કરાયેલા માછીમારોમાં 18 ગુજરાતી છે.
પાકિસ્તાને 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. વાઘા બોર્ડર પરથી માછીમારો ભારત પરત ફર્યા છે. મુક્ત કરાયેલા માછીમારોમાં 18 ગુજરાતના છે. અત્રે જણાવીએ કે, માછીમારી કરતા સમયે ભૂલથી પાકિસ્તાની સરહદમાં ઘૂસ્યા હતા. જ્યાં પાકિસ્તાની સરહદમાં જતા પાકિસ્તાની પોલીસે ધરપકડ કરી હતી.
પાકિસ્તાની જેલમાંથી 22 ભારતીય માછીમારોને મુક્ત કરાયા. જેમને એક વર્ષથી લઈને 2 વર્ષ સુધી પાકિસ્તાનમાં સજા ફટકારાઈ હતી. જો કે, હજુ પણ 217 માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ છે.
ગુજરાતના દરિયામાં માછીમારી માટે જતાં દરિયાખેડૂને નાપાક પાકિસ્તાન ઝડપી લે છે. આપણા માછીમારો આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ પહોંચે છે. ત્યારે તેમનું અપહરણ કરી લેવામાં આવે છે. જે બાબતને કેન્દ્ર સરકારે ગંભીરતાથી નોંધ લે છે અને તે અંતર્ગત અનેક પકડાયેલા માછીમારોને કેન્દ્ર સરકાર પાકિસ્તાન પાસેથી છોડાવવામાં સફળ પણ રહી છે.
આ પણ વાંચો- રાજકોટ હોસ્પિટલ CCTV વીડિયો લીક કેસમાં વધુ ત્રણની ધરપકડ








