Peanut Scam Gujarat: કોંગ્રેસે નહીં ખુદ ભાજપ નેતાએ જ મગફળી ખરીદી કૌભાંડનો કર્યો પર્દાફાશ, કેમ MLAને મળી માનહાનિ કેસની ધમકી?

  • Gujarat
  • February 24, 2025
  • 0 Comments

Peanut Scam Gujarat: આ વખતે મગફળી ખરીદી કૌભાંડનો પર્દાફાશ કોંગ્રેસ કે બીજા પક્ષોએ કર્યો નથી પણ ભાજપના નેતાઓ તેનો પર્દાફાશ કરી રહ્યાં છે. 7 વર્ષ પહેલાં 7 હજાર કરોડની મગફળીની ખરીદીનું કૌભાંડ થયું હોવાના આરોપો લગાવ્યા હતા. 7,000ના ભાવે ખરીદી કરીને તેમાં માટીની મિલાવટ કરી સરકારને 18,000 રૂપીયામાં મગફળી વેચી રહી હતી. મગફળીના ગોડાઉનો સળગાવી દેવાયા હતા. 2024માં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ખેડૂતોની મગફળી નામંજૂર કરવામાં આવી છે. મગફળીના વેપારીઓ ખેડૂતોની નકારી કાઢવામાં આવેલી મગફળીને ઓછા ભાવે ખરીદવામાં આવી હતી.

મગફળી ખરીદી કૌભાંડ મુદ્દે બે ભાજપ નેતાઓ જ આમને સામને આવી ગયા છે. ઈફ્કોના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી આમને સામને આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ થઈ છે. વેપારીઓ 27 હજારની મગફળી માત્ર 16 હજારમાં માંગતા હતા.

માનહાનિ દાવાની ધમકી

ગુજકોમાસોલના નરેન્દ્ર પરમાર, ભરત બારડ સહિતના અધિકારીઓ પર ગેરરીતિના આક્ષેપો લગાવ્યા સાથે જ તેમણે 2 નંબરની મંડળી ડિરેક્ટરના સગાં-વહાલાંની હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. સંઘાણી અને નરેન્દ્રસિંહ પરમારે તો માનહાનીનો દાવો કરવાની ધમકી આપી છે.

ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા ગેરરીતિના આરોપો

માણાવદર તાલુકામાં મગફળી ખરીદી કેન્દ્રોમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આરોપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લગાવ્યો છે. તેમણે ગુજકોમાસોલના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તાલુકામાં કુલ ચાર મગફળી ખરીદી કેન્દ્રો કાર્યરત છે. એક કેન્દ્રમાં 40 હજાર બારદાન, અન્ય કેન્દ્રો પર અછત છે.

આક્ષેપો પાયા વીહોણા

અધિકારીઓ પર નબળી ગુણવત્તાની મગફળીની ખરીદી અને કૌભાંડના આરોપને સંઘાણીએ ફગાવ્યા છે.  ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને તપાસની ખાતરી આપી છે.

માનહાનિ ધમકી બાદ લાડાણીએ શું કહ્યું?

અરવિંદ લાડાણીએ જણાવ્યુ કે મેં નાણાની ઉચાપત થઈ હોવાનો આરોપ નથી લગાવ્યો. કહ્યુ મે માત્ર મગફળી ખરીદીમાં અવ્યવસ્થાની વાત કરી છે. બીજી તરફ તેમણે કહ્યુ માનહાનિનો દાવો કરે તો ભલે કરે.

 

કાનાભારે પણ ગોલમાલનો આક્ષેપ કર્યો 

બીજી તરફ આ વર્ષે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ ભાજપના નેતા ભરત કાનાબારે પણ લગાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટું કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. આ વર્ષે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે રુ. 250થી રુ. 350નો તફાવત છે. કાનાબારના આરોપ મુજબ, માર્કેટ યાર્ડમાં વેપારીઓ, અધિકારીઓ અને વચેટિયાઓની ટોળકીઓએ આ ભાવ તફાવતનો ગેરલાભ લીધો છે.

 

 

આ પણ વાંચોઃ Ahmedabad: પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવા બાબતે ખોખરામાં પથ્થરમારો, જાણો ઘટના!

આ પણ વાંચોઃ SURAT: કારચાલકે 2 બાઈકને અડફેટે લેતા 3ના મોત, કાર BRTS રૂટમાં ઘૂસી

આ પણ વાંચોઃ IND vs PAK: ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું પાકિસ્તાન હારશે’, હાર બાદ પૂર્વ કેપ્ટન વસીમ અકરમ ગુસ્સે

 

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!