આજથી ધો. 10-12ની પરિક્ષા શરુ, ગુજરાતના 1661 પરીક્ષા કેન્દ્રો, આટલાં વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા?|Gujarat Board Exam 2025

  • Gujarat
  • February 27, 2025
  • 0 Comments

Gujarat Board Exam 2025:  આજે 27 ફેબ્રુઆરી 2025, ગુરુવારથી ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરુ થઈ રહી છે. આજે ગુજરાતભરમાં ધો.10 અને ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરિક્ષા વિદ્યાર્થીઓના જીવને નવો વળાંક આપે છે. પરિક્ષાને લઈ પરીક્ષા કેન્દ્રો ઉપર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

રાજ્યમાં 1661 પરીક્ષા કેન્દ્રો

બોર્ડે જાહેર કરેલી વિગતો મુજબ આ વર્ષે સમગ્ર ગુજરાતમાં 1661 પરીક્ષા કેન્દ્ર  છે. જોકે, આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.10 લાખથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે 156 જેટલી સ્કૂલ બિલ્ડીંગો ઘટી છે. 3300થી વધુ બ્લોક ઘટ્યા છે. આ વર્ષે કુલ 5222 સ્કૂલ બિલ્ડિગોમાં 50,9991 બ્લોકમાં પરીક્ષા લેવાશે.

આ વર્ષે ધો.10 અને ધો.12 પરીક્ષા માટે કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા?
આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.

આ વર્ષે વિદ્યાર્થીઓમાં ઘટાડો નોંધાયો

  • કુલ 14,28,175 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 10માં 8,92,882 વિદ્યાર્થીઓ છે. જે ગત વર્ષે 9,17,687 હતા
  • ધોરણ 12 સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી આ વર્ષે નોંધાયા, જે ગત વર્ષે 1,31,987 હતા
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થી આ વર્ષે છે. જે ગત વર્ષે 4,89,279 હતા.
  • એકંદરે કુલ મળીને 1,10,778 જેટલા વિદ્યાર્થીઓ તમામ કેટેગરીમાં આ વર્ષે ઘટ્યા

ધો. 10નું પેપર આજે સવારે 10 વાગ્યે શરુ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ધોરણના 10ના વિદ્યાર્થીઓનું પેપર સવારે 10 વાગ્યે શરૂ થવાનું છે, જ્યારે ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે.

આ પણ વાંચોઃ Kheda Crime: ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના PI એચ.વી. સિસારા સસ્પેન્ડ, તેમના જ વિસ્તારમાંથી દારુ ન ઝડપી શક્યા

આ પણ વાંચોઃ Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

Related Posts

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ
  • August 5, 2026

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ અમદાવાદ દિલીપ પટેલ ગોંડલના ચોરડીયા ગામે ગૌચરની જમીન…

Continue reading
Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?
  • August 5, 2026

Gujarat Farmer Protest: ગુજરાત સરકાર દ્વારા 4 જુલાઈ, 2026ના રોજ વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈ વોલ્ટેજ લાઈનો માટે જમીન વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોના સંગઠનોમાં ભારે અસંતોષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

  • August 5, 2026
  • 3 views
Asaram Parole: આસારામને રાજસ્થાન હાઈકોર્ટથી 20 દિવસની નિયમિત પેરોલ, રાજ્ય સરકારના વાંધા ફગાવ્યા

Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

  • August 5, 2026
  • 5 views
Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

  • August 5, 2026
  • 8 views
Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ

Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

  • August 5, 2026
  • 5 views
Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ

Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

  • August 5, 2026
  • 5 views
Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

  • August 5, 2026
  • 6 views
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ