Gujarat Tax Revenue Growth: કેશુભાઈની એક ભૂલથી ગુજરાતના લોકો પર 6 ગણો ટેક્સ લાગ્યો!

  • Gujarat
  • November 28, 2026
  • 0 Comments

Gujarat Tax Revenue Growth: 28 નવેમ્બર 2002ના રોજ નરેન્દ્ર મોદીની કાર્યવાહક સરકાર હતી. આ દિવસે 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સત્તાવાર ચૂંટણી પ્રચારનો પ્રારંભ મોદીના વતન મહેસાણાથી થયો હતો. મહેસાણાની આ સભામાં પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે જાહેરાત કરી હતી કે જો ભાજપ ચૂંટણી જીતશે તો કાર્યવાહક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બનશે. પક્ષના આંતરિક મતભેદો વચ્ચે આ જાહેરાત મોદીના નેતૃત્વ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.

નરેન્દ્ર મોદીને ફરીથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતા.

મોદીના કટ્ટર હરીફ ગણાતા કેશુભાઈ પટેલે કહ્યું: “દરેક વખતે મુખ્યમંત્રી બદલવાની કોઈ જરૂર નથી. મને મુખ્ય પ્રધાન બનાવવાનો પ્રશ્ન જ નથી. પક્ષના હાઈકમાન્ડે તો મોદીને મુખ્યમંત્રી તરીકે રજૂ કરી જ દીધા છે.”

28 નવેમ્બર 2002ના રોજ 12 ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી, જેની સાથે જ રાજ્યની 182 બેઠકો પર ચૂંટણી લડનારા ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું હતું.

ડિસેમ્બર 22, 2002 નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
મોદીએ રવિવારે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, તેમના નાયબ લાલ કિશનચંદ અડવાણી અને રાજ્યપાલ સુંદર સિંહ ભંડારી દ્વારા પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

જયલલિતા (તમિલનાડુ), બાબુલાલ મરાંડી (ઝારખંડ) અને ઓમ પ્રકાશ ચૌટાલા (હરિયાણા) સમારોહમાં હાજર રહ્યા હતા.

બીજેપી અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ, સુપરકોપ કે પી એસ ગિલ, જેઓ ગોધરા પછી થોડા સમય માટે મોદીના સુરક્ષા સલાહકાર હતા અને બોલિવૂડ સ્ટાર્સ જુહી ચાવલા અને શેખર સુમન પણ હાજર હતા.

સરદાર પટેલ સ્ટેડિયમમાં મોદીની સાથે નવ કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા.

તેઓ છે વજુભાઈ વાલા, અશોક ભટ્ટ, કૌશિક પટેલ, આનંદીબેન પટેલ, નરોત્તમ પટેલ, રમણલાલ વોરા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા અને મંગુભાઈ પટેલ.

બાવકુ ઉઘાડ, દિલીપ ઠાકોર, અનિલ પટેલ, પ્રભાતસિંહ ચૌહાણ, અમિત શાહ અને સૌરભ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા.

સરખેજના ધારાસભ્ય અમિત શાહ નવા પ્રધાન હતા,

મોદીએ તેમના અગાઉના મંત્રાલયના સાત સભ્યોને જાળવી રાખ્યા

મુરલી મનોહર જોશીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ માંગ્યા હતા.

13 વર્ષમાં
2001-02 થી 2013-14 દરમિયાન ગુજરાત સરકારની પોતાની વેરાની આવક 9,250 કરોડથી વધીને ₹56,372 કરોડ થઈ હતી.
રાજ્યની પોતાની કરની આવકમાં આશરે 6 ગણો (509% થી વધુ) વધારો નોંધાયો હતો.
વેટ, સેલ્સ ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી, એક્સાઇઝ, વાહન વેરો વગેરે

રાજ્યની પોતાની વેરાની આવક વાર્ષિક વૃદ્ધિ દર (%)
2001-02 ₹9,250 —
2002-03 2.9%
2003-04 17.3%
2004-05 16.0%
2005-06 21.1%
2006-07 17.6%
2007-08 18.5%
2008-09 7.6%
2009-10 13.5%
2010-11 ₹36,339 +35.9%
2011-12 21.8%
2012-13 21.8%
2013-14 ₹56,372 +4.6%

મોદી પછીની વેરાની આવક
નાણાકીય વર્ષ રાજ્યની પોતાની વેરાની આવક (₹ કરોડમાં) વાર્ષિક વૃદ્ધિ દર (%)
2014-15 ₹61,340 +8.8%
2015-16 +2.1%
2016-17 +2.9%
2017-18 ₹73,646 +14.3%
2018-19 +9.4%
2019-20 ₹79,008 -1.9%
2020-21 ₹70,266 -11.1%
2021-22 ₹97,678 +39.0%
2022-23 ₹1,24,810 +27.8%
2023-24 7.5%
2024-25 ₹1,40,706 +4.8%

2001–2014માં વેરાની આવક 9 હજાર કરોડથી વધીને 56 હજાર કરોડ થઈ હતી. મોદી રાજમાં વેરા 510 ટકાનો વધારો થયો હતો. દર વર્ષે 16.2 ટકા આવક વધતી હતી.

2001-02 થી 2024-25ના 24 વર્ષમાં આવક 9,250 કરોડથી વધીને રૂ.1,40,706 કરોડ થઈ છે, જે કુલ 15.2 ગણો (1,421%) વધારો દર્શાવે છે.

તેમના પછીના 3 મુખ્ય પ્રધાનોએ
61 હજાર કરોડની આવક 1.40 હજાર કરોડ કરી હતી. ગુજરાત સરકારની પોતાની આવક હતી. કેન્દ્રની અલગ , 129 ટકાનો એટલે કે સવા 2 ગણો વધારો થયો હતો

મોદી વડાપ્રધાન બન્યા પછી
ગુજરાત સરકારની કુલ મહેસૂલી આવકમાં કેન્દ્રીય વેરાનો હિસ્સો અગાઉ (2012-13 આસપાસ) 14% જેટલો હતો, જે 2025માં 18% આસપાસ પહોંચ્યો છે.

મતલબ કે કેન્દ્રની સરકારે વેરા વધાર્યા પણ ગુજરાતને ફાયદો ઓછો કરાવ્યો.

મુખ્ય પ્રધાન બન્યા ત્યારે જે વચનો આપ્યા તેનો પુરો અમલ વડાપ્રધાન તરીકે ન કર્યો તેથી દર અઠવાડિયે રૂ.30થી 50 કરોડના આપણા ખર્ચે સભા કરવા આવવું પડે છે.

આ પણ વાંચો:

Related Posts

Arjun Modhwadia Babu Bokhiria Dispute: અર્જુન મોઢવાડિયાએ એક સમયે બાબુ બોખિરિયાની ધરપકડની માગ કરી હતી, હવે BJPમાં જૂથવાદની ચર્ચા
  • November 27, 2026

Arjun Modhwadia Babu Bokhiria Dispute: પોરબંદર BJPમાં પૂર્વ સહકાર મંત્રી બાબુ બોખિરિયા અને વર્તમાન મંત્રી અર્જુન મોઢવાડિયા વચ્ચેના જૂના રાજકીય મતભેદ ફરી ચર્ચામાં આવ્યા છે. એક સમયે કોંગ્રેસમાં રહીને અર્જુન…

Continue reading
Amit Shah Arrest 2010: અમિત શાહે 2010માં કહ્યું હતું ‘હું દરિયો છું, પાછો ફરીશ’, આજે તપાસ એજન્સીઓના ઉપયોગ સામે ઊભા થાય છે સવાલ
  • November 26, 2026

Amit Shah Arrest 2010: 25 જુલાઈ 2010ના રોજ ગુજરાતના રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના બની હતી. તે સમયે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી રહેલા અમિત શાહે સોરાબુદ્દીન શેખ કથિત ફેક એન્કાઉન્ટર કેસમાં CBI…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Tax Revenue Growth: કેશુભાઈની એક ભૂલથી ગુજરાતના લોકો પર 6 ગણો ટેક્સ લાગ્યો!

  • November 28, 2026
  • 1 views
Gujarat Tax Revenue Growth: કેશુભાઈની એક ભૂલથી ગુજરાતના લોકો પર 6 ગણો ટેક્સ લાગ્યો!

Siang Dam Protest: અરુણાચલ પ્રદેશમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ યથાવત્, અમિત શાહના આશ્વાસન છતાં સ્થાનિકો મક્કમ

  • November 27, 2026
  • 3 views
Siang Dam Protest: અરુણાચલ પ્રદેશમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ યથાવત્, અમિત શાહના આશ્વાસન છતાં સ્થાનિકો મક્કમ

IBM Ennds Visa Sponsorship: IBMનો મોટો નિર્ણય, H-1B વિઝા ધરાવતા કર્મચારીઓને અમેરિકા છોડવા અથવા નોકરી ગુમાવવાનો વિકલ્પ

  • November 27, 2026
  • 4 views
IBM Ennds Visa Sponsorship: IBMનો મોટો નિર્ણય, H-1B વિઝા ધરાવતા કર્મચારીઓને અમેરિકા છોડવા અથવા નોકરી ગુમાવવાનો વિકલ્પ

Delimitation Bill 2026: પરિસીમન વિધેયક પર વિપક્ષમાં મતભેદ, કોંગ્રેસ અને સપાનો વિરોધ; DMK સહિતના પક્ષોનું વલણ શું?

  • November 27, 2026
  • 5 views
Delimitation Bill 2026: પરિસીમન વિધેયક પર વિપક્ષમાં મતભેદ, કોંગ્રેસ અને સપાનો વિરોધ; DMK સહિતના પક્ષોનું વલણ શું?

Rahul Gandhi Meta Content Blocking: રાહુલ ગાંધીની તસવીરોવાળી પોસ્ટ હટાવવાનો આરોપ, કોંગ્રેસે Meta અને કેન્દ્ર સરકાર સામે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી

  • November 27, 2026
  • 5 views
Rahul Gandhi Meta Content Blocking: રાહુલ ગાંધીની તસવીરોવાળી પોસ્ટ હટાવવાનો આરોપ, કોંગ્રેસે Meta અને કેન્દ્ર સરકાર સામે દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી

VD Satheesan Phone Tapping: કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશનનો દાવો, ‘મારો ફોન ટેપ થાય છે, સાંભળનારાઓને ગેરમાર્ગે દોરવા ખોટી વાતો કરું છું’

  • November 27, 2026
  • 12 views
VD Satheesan Phone Tapping: કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશનનો દાવો, ‘મારો ફોન ટેપ થાય છે, સાંભળનારાઓને ગેરમાર્ગે દોરવા ખોટી વાતો કરું છું’