સુરત: ખેડૂતોના ઉભા પાક બર્બાદ; કેનાલના ગાબડાએ સ્વપ્નો તોડ્યા કે ભ્રષ્ટાચારે

  • સુરત: ખેડૂતોના ઉભા પાક બર્બાદ; કેનાલના ગાબડાએ સ્વપ્નો તોડ્યા કે ભ્રષ્ટાચારે

સુરતના માંડવી નજીક કેનાલમાં મોટું ભંગાણ થતાં ખેડૂતોને મોટાપાયે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કેનાલમાં ભંગાણ પડવાના કારણે મોટા પ્રમાણમાં પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. નદીમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ પાણીની તીવ્રતાને જોતા લાગી રહ્યું હતુ. મળી રહેલી માહિતી અનુસાર, કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના અનેક ખેતરોમાં પહોંચી ગયાં છે. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સિવાય સિંચાઈ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાનું કહેવાઇ રહ્યું છે, પરંતુ હજુ સુધી પાણીનો પ્રવાહ બંધ થતાં કલાકોનો સમય લાગી શકે છે. તેથી હજું પણ અનેક ખેડૂતોના ખેતરો સુધી પહોંચી જશે. આમ નુકશાનનો આંકડો ખુબ જ ઉંચો જઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ આ કેનાલમાં ભંગાણ થયું હતું. જેથી કેનાલના કામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મુદ્દે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ‘વહેલી સવારે ત્રણ વાગ્યે અમને એક ખાતેદારનો કોલ આવ્યો હતો કે, કેનાલમાં આ સ્થળે એક ભંગાણ પડ્યું છે. બાદમાં તપાસ કરાવતાં વિગત સાચી હોવાની જાણ થઈ અને તુરંત ઝીરો એચઆરમાંથી અમે તાત્કાલિક મેઇન કેનાલના દરવાજા બંધ કરાવ્યાં અને એસ્કેપ ઓપન કરાવી પાણી ડાયવર્ટ કર્યું હતું. હાલ, અમે સ્થળ પર હાજર છીએ યુદ્ધના ધોરણે કેનાલના સમારકામની કામગીરી શરૂ થઈ ચુકી છે. જે બે દિવસમાં પૂર્ણ થઈ જશે.’

એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી, તો બીજી તરફ કેનાલના કામોમાં ભ્રષ્ટાચાર કારણે ખેડૂતોના ઉભા પાકને બર્બાદ થઈ રહ્યુ છે. ખેડૂતો સરકારને સિંચાઈના પાણી માટે પૈસા ચૂકવે છે તો ખેડૂતોને થેયલા નુકશાનનું પણ સિંચાઈ વિભાગે પૈસાની ચૂકવણી કરવી જોઈએ.

આ પણ વાંચો-ભારત સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી |Steve Smith

  • Related Posts

    RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?
    • October 13, 2026

    RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં શિક્ષણના અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક…

    Continue reading
    Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું
    • October 13, 2026

    Gandhinagar Municipal Election Results: ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi Police Contempt Petition: પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતાં રોકવાનો આરોપ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી

    • October 13, 2026
    • 3 views
    Delhi Police Contempt Petition: પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતાં રોકવાનો આરોપ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી

    Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર

    • October 13, 2026
    • 4 views
    Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર

    RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?

    • October 13, 2026
    • 5 views
    RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?

    Angomcha Bimol Akoijam FIR: કોંગ્રેસના સાંસદ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે FIR, JNUમાંથી દૂર કરાયા બાદ પોલીસ કાર્યવાહી

    • October 13, 2026
    • 4 views
    Angomcha Bimol Akoijam FIR: કોંગ્રેસના સાંસદ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે FIR, JNUમાંથી દૂર કરાયા બાદ પોલીસ કાર્યવાહી

    Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું

    • October 13, 2026
    • 5 views
    Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું

    Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો

    • October 13, 2026
    • 7 views
    Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો