
- બનાસકાંઠા SOGએ પાલનપુર નજીક ખેમાણા ટોલટેક્સ પાસે ઝડપી પાડ્યું 7 લાખનો ગાંજો-અફીણનો રસ
બનાસકાંઠા SOG પોલીસને નશીલા પ્રદાર્થને લઈને મોટી સફળતા હાથ લાગી છે. મળી રહેલી માહિતી અનુસાર, એસઓજીએ પાલનપુર નજીકથી સાત લાખ રૂપિયાથી વધારે કિંમતના નશીલી ચીજ-વસ્તુઓ ઝડપી પાડી છે. આ સાથે જ પોલીસે ત્રણ લોકોની પણ ધરપકડ કરી છે.
બનાસકાંઠા એઓજીને બાતમીના ગાંજો અને અફીણની હેરાફેરીને લઈને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગોઠવવામાં આવેલી વોચમાં પાલનપુરથી નજીક આવેલા ખેમાણા ટોલટેક્સ પાસેથી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા હતા.
એસઓજી પોલીસને લક્ઝરી બસમાંથી 29 કિલો 658 ગ્રામ ગાંજો અને 4 કિલો 401 ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે. આ માદક પદાર્થોની કુલ કિંમત રૂ. 7 લાખ 57 હજાર 480 થતી હોવાનું જાણવા મળી રહ્યુ છે. પોલીસે આ મામલે રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી છે. આ આરોપીઓમાં રામનિવાસ ખીયારામજી બિષ્નોઇ (રહે. વિષ્ણુનગર વીરાવા સાંચોર), શંભુસિહ ચેલસિહ રાજપૂત (રહે. કોટવાલા સાયલા) અને રૂપકિશોર ચેનારામ બેરડનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત મહીરામ બિસનોઈ અને મોહનજી સિરોહી પણ આ કેસમાં સંડોવાયેલા છે. પોલીસે બસના બે ચાલક અને કંડક્ટર સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગાંજાની કિંમત રૂ. 2,96,580 અને અફીણના રસની કિંમત રૂ. 4,40,100 થવા જાય છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો- MP: ભારતની જીતનો જશ્ન પેટ્રોલ બોમ્બમારા અને પથ્થરમારામાં ફેરવાયો, સેના ઉતારવી પડી, શું છે હાલત?