બનાસકાંઠા SOGએ પાલનપુરના ખેમાણા ટોલટેક્સ પાસેથી ઝડપ્યું ₹7 લાખનો માદક પદાર્થ; 3ની ધરપકડ

  • બનાસકાંઠા SOGએ પાલનપુર નજીક ખેમાણા ટોલટેક્સ પાસે ઝડપી પાડ્યું 7 લાખનો ગાંજો-અફીણનો રસ

બનાસકાંઠા SOG પોલીસને નશીલા પ્રદાર્થને લઈને મોટી સફળતા હાથ લાગી છે. મળી રહેલી માહિતી અનુસાર, એસઓજીએ પાલનપુર નજીકથી સાત લાખ રૂપિયાથી વધારે કિંમતના નશીલી ચીજ-વસ્તુઓ ઝડપી પાડી છે. આ સાથે જ પોલીસે ત્રણ લોકોની પણ ધરપકડ કરી છે.

બનાસકાંઠા એઓજીને બાતમીના ગાંજો અને અફીણની હેરાફેરીને લઈને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ગોઠવવામાં આવેલી વોચમાં પાલનપુરથી નજીક આવેલા ખેમાણા ટોલટેક્સ પાસેથી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા હતા.

એસઓજી પોલીસને લક્ઝરી બસમાંથી 29 કિલો 658 ગ્રામ ગાંજો અને 4 કિલો 401 ગ્રામ અફીણનો રસ જપ્ત કર્યો છે. આ માદક પદાર્થોની કુલ કિંમત રૂ. 7 લાખ 57 હજાર 480 થતી હોવાનું જાણવા મળી રહ્યુ છે. પોલીસે આ મામલે રાજસ્થાનના ત્રણ શખ્સોની અટકાયત કરી છે. આ આરોપીઓમાં રામનિવાસ ખીયારામજી બિષ્નોઇ (રહે. વિષ્ણુનગર વીરાવા સાંચોર), શંભુસિહ ચેલસિહ રાજપૂત (રહે. કોટવાલા સાયલા) અને રૂપકિશોર ચેનારામ બેરડનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત મહીરામ બિસનોઈ અને મોહનજી સિરોહી પણ આ કેસમાં સંડોવાયેલા છે. પોલીસે બસના બે ચાલક અને કંડક્ટર સહિત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગાંજાની કિંમત રૂ. 2,96,580 અને અફીણના રસની કિંમત રૂ. 4,40,100 થવા જાય છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો- MP: ભારતની જીતનો જશ્ન પેટ્રોલ બોમ્બમારા અને પથ્થરમારામાં ફેરવાયો, સેના ઉતારવી પડી, શું છે હાલત?

Related Posts

Gujarat Tax Revenue Growth: કેશુભાઈની એક ભૂલથી ગુજરાતના લોકો પર 6 ગણો ટેક્સ લાગ્યો!
  • November 28, 2026

Gujarat Tax Revenue Growth: 28 નવેમ્બર 2002ના રોજ નરેન્દ્ર મોદીની કાર્યવાહક સરકાર હતી. આ દિવસે 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સત્તાવાર ચૂંટણી પ્રચારનો પ્રારંભ મોદીના વતન મહેસાણાથી થયો હતો.…

Continue reading
Arjun Modhwadia Babu Bokhiria Dispute: અર્જુન મોઢવાડિયાએ એક સમયે બાબુ બોખિરિયાની ધરપકડની માગ કરી હતી, હવે BJPમાં જૂથવાદની ચર્ચા
  • November 27, 2026

Arjun Modhwadia Babu Bokhiria Dispute: પોરબંદર BJPમાં પૂર્વ સહકાર મંત્રી બાબુ બોખિરિયા અને વર્તમાન મંત્રી અર્જુન મોઢવાડિયા વચ્ચેના જૂના રાજકીય મતભેદ ફરી ચર્ચામાં આવ્યા છે. એક સમયે કોંગ્રેસમાં રહીને અર્જુન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજ

  • November 29, 2026
  • 3 views
Tamil Nadu Deepam Controversy: તિરુપ્પરંકુન્દ્રમમાં દીપથૂન પર કાર્તિકૈ દીપમ પ્રગટાવાયો, તમિલનાડુમાં BJPની રાજકીય રણનીતિ પર ચર્ચા તેજ

Jaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIR

  • November 29, 2026
  • 4 views
Jaipur BJP MLA Muslim Judge Threat: જયપુરમાં મુસ્લિમ સેશન જજને ધમકી આપ્યાનો આરોપ, BJP ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે FIR

Modi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડ

  • November 29, 2026
  • 4 views
Modi Constitution Controversy: સુરેન્દ્રનગરમાં સંવિધાન યાત્રા કાઢી વડાપ્રધાન બનવાની તૈયારી, પછી તોડમરોડ

Rahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’

  • November 29, 2026
  • 13 views
Rahul Gandhi on Delimitation Bill: લોકસભાની 850 બેઠકોની યોજના રાજકીય ચાલ, રાહુલ ગાંધીનો આક્ષેપ, PM મોદીને ગણાવ્યા ‘ગેરકાયદેસર PM’

India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટ

  • November 28, 2026
  • 5 views
India SBS-3 Program: ચીનની મદદથી પાકિસ્તાનની વધતી અવકાશી ક્ષમતા વચ્ચે ભારત મોકલશે 52 સેટેલાઇટ

TVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણ

  • November 28, 2026
  • 7 views
TVK Deepam Controversy: લઘુમતી સમર્થન અને કાયદાના પાલન વચ્ચે TVKની કસોટી, દીપમ વિવાદે વધારી રાજકીય મૂંઝવણ