નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું, ધૂમાડાના ગોટેગોટા ઉડતાં લોકો હોસ્પિટલમાં દાખલ

  • નડિયાદ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું
  • વડોદરા-અમદાવાદ એકપ્રેસ રોડ પર બની ઘટના
  • ધૂમાડાના ગોટેગોટા ઉડતાં ભયનો માહોલ સર્જાયો
  • ઝેરી ધૂમાડાની 6 લોકોને અસર, ડ્રાઈવરનો બચાવ

Nadiad Accident: વડોદરા-અમદાવાદ એકપ્રેસ રોડ પર નડિયાદ નજીક એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતુ. જેથી ધૂમાડો આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયો હતો. ઝેરી કેમિકલથી કેટલાંક લોકોને અસર થઈ છે. જેમને હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. આ અમદાવાદથી વડોદરા જઈ રહેલું ટેન્કર રેલિંગ તોડી પલટી ગયું હતુ.

નડિયાદ નજીકથી પાસર થતાં એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં રેલિંગ તોડીં ઊંડા ખાડામાં પડ્યું હતુ. જેથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. કારણ કે ટેન્કરે પલટી જતાં વિસ્તારનું વાતાવરણ ધૂધળું અને ધુમાળાવાળુ થઈ ગયું હતુ. જેથી લાંબા સમય સુધી રોડ પણ બંધ રાખવામાં આવ્યો હતો. ઝડપથી ધૂમાડો પ્રસરી રહ્યો હતો. જેની અસર 6થી વધુ લોકોને થઈ હતી. તેઓ બેભાન થઈ જતાં જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં ફાયરબ્રિગેડ, પોલીસ, હાઈવે ઈમરજન્સી પેટ્રોલિંગ સહિતની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ટેન્કર ચાલકને ઈજાઓ પહોંચી હોવાથી તેને ટેન્કરમાંથી બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ધુમાડાના કારણે એક્સપ્રેસ-વે પર બે કિ.મી. સુધી વિઝિબિલિટી ઘટી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, મોડી સાંજે વાહનોની અવરજવર માટે એક્સપ્રેસ-વે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો હતો. અડધી રાત્રી બાદ પૂનઃ વાહન વ્યવહાર શરુ કરાયો હતો.

જાણવા મળી રહ્યું છે કે ટેન્કરનું સ્ટેરિંગ તૂટી જતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. જેથી રેલિંગ તોડી ટેન્કર ખાડામાં પડ્યું હતુ. હાલ ડ્રાઈવર સારવાર હેઠળ છે.

સલુણ ગામના લોકોને અસર

આ ટેન્કરે પલટી મારી ત્યાથી સલુમ ગામ થોડા કિમીના અંતરે છે. જેથી આ ગામ સુધી ધૂમાડો પ્રસરી જતાં 6 લોકોને અસર થઈ છે. જેથી ગત રાત્રે 9:00 થી 10 ના સમયમાં છ લોકોને અસર થતાં દવાખાનામાં ખસેડાયા હતા. આ 6 લોકોને ગળામાં બળતરા અને શ્વાસની તકલીફ થઈ હતી. સલૂન પીએસસીમાં તેમજ એનડી દેસાઈ હોસ્પિટલમાં પણ અસરગ્રસ્તને સારવાર અર્થે દાખલ કરાયા હતા. નડિયાદ શહેર સુધી પણ આ ધૂમાડો પ્રસર્યો હતો.

હાલ લોકોમાં ભયનો માહોલ છે. કારણે આ ઝેરી કેમિકલની અસર હજુ પણ વર્તાઈ રહી છે. કારણ કે આ ઝેરી ધૂમાડો નડિયાદ શહેર સહિત આજુબાજુના ગામો સુધી પ્રસરી ગયો છે. જેથી કોઈને પણ અસર થઈ શકે છે.

આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame

આ પણ વાંચોઃ વિરાટ કોહલી 1 રને આઉટ થતાં બાળકીને હાર્ટ એટેક આવ્યો? શું છે સચ્ચાઈ! |UP Heart attack

આ પણ વાંચોઃ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના હદમાંથી દારૂનો મોટો જથ્થો મળતા PI સસ્પેન્ડ

Related Posts

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!
  • June 18, 2026

Gir Illegal Lion Show Veraval: ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષાના ગર્વભેર દાવાઓ વચ્ચે વેરાવળમાં એક એવી ઘટના સામે આવી છે જેણે વન વિભાગની કામગીરી અને રાજકીય આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 3 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 4 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 3 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 6 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 5 views

  • 10 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!