
Electricity outage: દક્ષિણ ગુજરાતમાં આગ ઝરતી ગરમી વચ્ચે વીજળી બંધ થઈ ગઈ છે. સુરત સહિતના શહેરમાં વીજ જોડાણોમાં ખામી સર્જાતાં વીજ પૂરવઠો બંધ થયો છે. જેથી મોટા ભાગના કારખાના આજે બંધ રહ્યા છે. લોકો વીજ કંપની DGVCL પર રોષે ભરાયા છે. આ મામલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા હતા. તેમજ હોબાળો કર્યો હતો.
DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, 400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ડ્રિપ થઈ છે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર(જાંબુઆ)માં રિસ્ટોર કરવા માટે મેનેજ કરી રહ્યા છે. આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા છે. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી મોટાભાગે ડાઉન ફેઝમાં છે. ગામડાઓમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ છે. DGVCLએ ખાતરી આપી હતી કે, સાંજે છ વાગ્યા સુધીમાં વીજળી આવી જશે. જો કે વજળી ડૂલ થતાં કારખાના માલિકોને નુકસાન થવાનું છે. બીજી તરફ હોસ્પિટલમાં લાઈટ જતાં દર્દીઓ અને તેમને અપાતી સારવારમાં પણ મુશ્કેલી સર્જાઈ છે.
આકરી ગરમી વચ્ચે વીજળી બંધ થઈ જતાં લોકો વીજ કંપની પર રોષે ભરાયા છે. લોકોને ઉનાળાની ગરમીમાં તપવાનો વારો આવ્યો છે. જેથી લોકોનો પારો પણ આસમાને પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ West Bengal Politics: ચૂંટણીના એક વર્ષ પહેલા પશ્ચિમ બંગાળના રાજકારણમાં શું થઈ રહ્યું છે?
આ પણ વાંચોઃ પત્નીના વિયોગમાં પતિએ 4 બાળકો સાથે દૂધમાં ઝેર નાખી પી લીધુ, 3ના મોત,જાણો વધુ | Bihar News
આ પણ વાંચોઃ UP Sambhal Masjid: સંભલ મસ્જિદમાં રંગરોગાન કરવાની મંજૂરી!, અગાઉ કોર્ટે કર્યો હતો ઈન્કાર
આ પણ વાંચોઃ Dwarka News: ખમણમાંથી નીકળ્યો લાંબો મરેલો કાનખજૂરો, ધોળાકાના શ્રીરામ ખમણ હાઉસની ઘટના