
- શહીદો પ્રત્યે આરએસએસની શું વિચારસરણી છે? સત્યને નજર અંદાજ ન કરાય જાણી લેવાય
સ્વતંત્રતા સંગ્રામના શહીદોનો આદર કરનારા કોઈપણ ભારતીય માટે એ કેટલું દુઃખદ અને પીડાદાયક હશે કે RSSએ અંગ્રેજો સામે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને સારી નજરથી જોતું નહતું. શ્રી ગુરુજીએ શહીદીની પરંપરા પર પોતાના મૂળ વિચારો આ રીતે વ્યક્ત કર્યા છે:
“નિઃશંકપણે જે માણસો પોતાનું બલિદાન આપે છે તે મહાન પુરુષો હોય છે અને તેમનું જીવન દર્શન ખૂબ જ પુરુષાર્થપૂર્ણ હોય છે. તેઓ સામાન્ય માણસો કરતા ઘણા શ્રેષ્ઠ હોય છે જે શાંતિથી ભાગ્યની આગળ શરણાગતિ સ્વીકારી લે છે અને ભયભીત અને નિષ્ક્રિય રહે છે. તે છતાં આપણે આવા માણસોને સમાજ સમક્ષ આદર્શ તરીકે ઉભા કર્યા નથી. આપણે બલિદાનને મહાનતાના ઉચ્ચતમ બિંદુ તરીકે માન્યું નથી જ્યાં સુધી માણસો ઈચ્છે છે. કારણ કે, આખરે તેઓ તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા અને નિષ્ફળતાનો અર્થ એ છે કે તેમના અંદર કંઈક ગંભીર ત્રુટી હતી.”
ચોક્કસપણે આ જ કારણ છે કે બ્રિટિશ શાસકો સામે લડતી વખતે એક પણ RSS સ્વયંસેવક શહીદ થવાનું તો દૂરની વાત પણ જેલમાં પણ ગયો નથી.
નીચેના શબ્દો પરથી ખ્યાલ આવી શકે છે કે ગોલવલકર ભારત માતા માટે સર્વસ્વ બલિદાન આપનારાઓને કેવી હિન દ્રષ્ટિથી જોતા હતો. જોતા હતા. દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા મહાન શહીદો પાસેથી શ્રી ગુરુજી જે પ્રશ્નો પૂછી રહ્યા છે તે જોઈને એવું લાગે છે કે આ પ્રશ્નો બ્રિટિશ શાસકો વતી પૂછાઈ રહ્યા છે:
ગોલવલકર ભારત માં પર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કે બલિદાના આપનારાઓને કેટલી હિન દ્રષ્ટીથી દેખતા હતા, તેનો અંદાજો નિમ્નલિખિત શબ્દોથી ખુબ જ સારી રીતે લગાવી શકાય છે. શ્રી ગુરૂજી વતન પર પ્રાણ ન્યોછાવર કરનારા મહાન શહીદોથી જે પ્રશ્ન પૂછી રહ્યા છે, જાણે એવું લાગે છે કે, પ્રશ્ન અંગ્રેજ શાસનો તરફથી પૂછવામાં આવી રહ્યા હોય.
“અંગ્રેજોના પ્રત્યે ક્રોધના કારણે અનેકોએ અદ્દભૂત કારનામા કર્યા. અમારા મનમાં પણ એકાદ વખત એવ વિચાર આવી શકે છે કે આપણે પણ આવું જ કરીએ. તેવું અદ્દભૂત કામ કરનારાઓ કોઈ જ શંકાવગર આદરણીય છે. તેમાં વ્યક્તિની તેજસ્વિતા પ્રગટ થાય છે. સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે શહીદ થવાની સિદ્ધતા ઝળકે છે. પરંતુ વિચારવું જોઈએ કે તેનાથી (અર્થાત બલિદાનથી) સંપૂર્ણ રાષ્ટ્રહિત સંધાય છે ખરો? બલિદાનના કારણે આખા સમાજમાં રાષ્ટ્રના હિતાર્થ માટે તેજસ્વી રીતે ઉત્સાહ વધતો નથી. અત્યાર સુધીનો અનુભવ છે કે હૃદયમાં થતી બળતરા સામાન્ય માણસ માટે અસહ્ય હોય છે. “
1 જૂન, 1947 ના રોજ હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બોલતા, ‘મહાન દેશભક્ત’ ગોલવલકર ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે ભારતીય લોકોના સંઘર્ષના પ્રતીક બહાદુર શાહ ઝફરની મજાક એવી રીતે ઉડાવે છે જે જાણવા યોગ્ય છે.
“1857માં હિન્દુસ્તાનના કહેવાતા છેલ્લા સમ્રાટ બહાદુર શાહે પણ નીચે મુજબ ગર્જના કરી હતી…”
‘गाज़ियो में बू रहेगी जबतलक ईमान की।
तख़्ते लंदन तक चलेगी तेग़ हिंदोस्तान की।।’
परंतु आख़िर हुआ क्या? सभी जानते हैं वह ।”
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે 1925 થી 1947 સુધીના ભારતનો વારસો ગણાતા RSSના સમગ્ર સાહિત્યમાં એક પણ વાક્ય એવું નથી જે જલિયાંવાલા બાગ જેવા બર્બર દમનની ઘટનાઓની નિંદા કરતો હોય. તેવી જ રીતે આરએસએસના સમકાલીન દસ્તાવેજોમાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવા સામે અંગ્રેજો વિરૂદ્ધ કોઈ રેકોર્ડ નથી.