આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, ગુજરાતી ગાયકો પર્ફોર્મન્સ કરશે, જાણો સંપૂર્ણ આયોજન

  • Gujarat
  • December 25, 2024
  • 0 Comments

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે આજથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરાયું છે. 7 દિવસમાં ત્રણ દિવસ ગુજરાતી ગાયક કલાકારો પર્ફોર્મન્સ કરશે. 27 ડિસેમ્બરે ઇશાની દવે, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી, 30 ડિસેમ્બરે સાઇરામ દવે અને 31 ડિસેમ્બરે કિંજલ દવે કાંકરિયા પુષ્પકુંજ ખાતે સ્ટેજ નંબર 1 પર પર્ફોર્મન્સ કરશે.

કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ કાર્યક્રમો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર 7 દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કાંકરિયાના વ્યાયામ વિદ્યાલયના ગેટ નં-3 પાસે લેસર શો અને પુષ્પકુંજ ગેટ નં-1 પાસે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. ગેટ નં-7 નગીના વાડી ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન પણ રાખવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતાં 1,000 જેટલાં બાળકો દ્વારા સામૂહિક રીતે એકસાથે કેન્ડી/ચોકલેટ ખોલીને એને સંપૂર્ણ ખાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શકશે.

વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ પરેડનું પણ સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ વિવિધ શો પણ યોજાશે. શહેરીજનો દરરોજ સવારના સમયે પ્રાણાયામ, મેડિટેશન, યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે.

કાંકરિયા પરિસરમાં અમદાવાદની સ્વાદપ્રિય જનતા માટે ફૂડ કોર્ટ અને ફલી માર્કેટ ઊંભાં કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનારા લોકોના આકર્ષણરૂપે દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શો, લેસર શો તેમજ વી. આર. શોનું આયોજન કરવામાં આવશે. કાંકરિયા પરિસરમાં આવેલાં વિવિધ આકર્ષણો, જેવાં કે કિડઝ સિટી, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીનાવાડી, મ્યુઝિકલ ફાઉન્ટેન તથા વિવિધ એમ્યુઝમેન્ટ અને રિક્રિએશન એક્ટિવિટીઝ, ફિશ એક્વેરિયમની મજા માણી શકશે. જગલર્સ, સ્ટીલ્ટ વોકર્સ, લાઈવ કેરેક્ટર્સ વગેરે મુલાકાતીઓનું મનોરંજન કરશે અને ખાસ નાનાં બાળકો તેમની સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે.

Related Posts

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ
  • August 14, 2026

GPSC Interview Pending: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી બાકી હોવાનું સામે આવતાં ઉમેદવારોમાં ભારે…

Continue reading
Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 3 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 4 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • August 14, 2026
  • 4 views
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

  • August 14, 2026
  • 10 views
Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

  • August 14, 2026
  • 9 views
CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો

  • August 14, 2026
  • 9 views
Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો