રાજ્યમાં ટુરિઝમની કથળતી સ્થિતિ; નળ સરોવરમાં બોટિંગ બંધ થતાં 15 ગામના લોકો નવરા

  • Gujarat
  • December 25, 2024
  • 0 Comments

શિયાળાની કડકડતી ઠંડીમાં દેશવિદેશથી આવતા વિવિધ જાતિના પક્ષીઓને નિહાળવા હજારો પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લે છે. છિછરા પાણીમાં બોટમાં બેસીને ફ્‌લેમિંગો, પેલિકન, વાઇટ સ્ટોર્ક, સાઇબેરિયન ક્રેન જેવા જુદા જુદા પ્રકારના પક્ષીઓ નિહાળવા માટે રાજ્યભરમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ ઉમટી પડે છે. આ દરમિયાન આસપાસના વિસ્તારમાં આવેલા ગામડાઓના લોકોને રોજગારી મળી રહે છે. પરંતુ વર્તમાન સમયમાં સરકારની નીતિઓના કારણે ગ્રાઉન્ડ ઉપર રોજગારી ઓછી થઈ રહી છે. હાલમાં નળ સરોવરમાં બોટિંગ બંધ કરી દેવાના કારણે આસપાસના 15 ગામના લોકો બેરોજગાર બન્યા છે.

નળ સરોવરમાં બોટિંગ બંધ

એક તરફ, ઇકો ટુરિઝમની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. એટલુ જ નહીં, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં એડ ફિલ્મ થકી પ્રચારના નામે લાખો કરોડોનો ઘુમાડો કરવામાં આવે છે ત્યારે ગુજરાતના સૌથી મોટા વેટલેન્ડ નળ સરોવરમાં બોટિંગ બંધ કરી દેવાયુ છે પરિણામે 15 ગામના ગરીબ લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.

દેશી ઢાબા-ખાણીપીણી થકી રોજી મેળવતાં ગરીબ પરિવારોની કફોડી દશા

શિયાળામાં પક્ષીઓ નિહાળવા હજારો પ્રવાસીઓ નળ સરોવરની મુલાકાત લે છે. 120થી વઘુ કિલોમીટરના ઘેરાવમાં ફેલાયેલા નળ સરોવરમાં ગત વર્ષે 140થી વધુ પ્રજાતિના 3.20 લાખ વિદેશી પક્ષીઓ આવ્યા હતા. ગત વર્ષે જ 61 હજાર પ્રવાસીઓએ નળસરોવરની મુલાકાત લઇને પક્ષીઓને નિહાળ્યા હતાં. એશિયન ઓપનબિલ, પેલિકન સહિત વિવિધ જાતિના વિદેશી પક્ષીઓ વેટલેન્ડને પોતાનુ ઘર બનાવે છે.

રાજ્યમાં ટુરિઝમની કથળતી સ્થિતિ મુદ્દે કોંગ્રેસના પ્રહાર

નળ સરોવર ખાતે બોટિંગ સેવા પુનઃ શરુ કરવા કોંગ્રેસની માગ હરણીકાંડ બાદ રાજ્ય સરકારની નીતિ રિતી થી નળસરોવર આસપાસનાં 15 ગામના લોકો થયા પ્રભાવિત સાબરમતી નદીમાં રીવરક્રુઝને મંજૂરી તો નળસરોવર ખાતે બોટિંગ કેમ બંધ નળસરોવરમાં બોટિંગ અને ઘોડે સવારી બંધ થઈ.વિશ્વની 25 રામસર સાઈટ પૈકીની એક એટલે નળ સરોવર ગરીબ નાવિકોની પરિસ્થતિ આજે કફોડી..માત્ર બોટનાં માધ્યમથી ચાલતી હતી સ્થાનિક નાવિકોની આજીવિકા રાજ્ય સરકાર જે SOP બનાવે તેં નાના લોકોને ધ્યાને રાખી બનાવે ગત વર્ષે નળસરોવરમાં 60 હજાર લોકો એ મુલાકાત લીધી.નળસરોવર ખાતે વર્ષ માં બે મહિના વિદેશી પક્ષીઓ આવે છે.

પ્રવાસન,વન-સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી

હરણીકાંડના નામે નળ સરોવરમાં પણ બોટિંગ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ત્યારે વિરમગામ, લિંબડી અને બાવળા તાલુકાના 15થી વધુ ગામોના ગરીબ લોકોનું ગુજરાત જ બોટિંગ પર થાય છે ત્યારે બોટિંગ બંધ કરી દેવાતા આ પરિવારોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત વેટલેન્ડમાં પક્ષી નિહાળવા આવતાં પ્રવાસીઓને બાજરાના રોટલા, રીગણનું ભરથુ જેવી ગુજરાતી વાનગીઓ પિરસીને રોજગારી મેળવતા ગરીબોને પણ હાલ રોજગારના ફાંફા થયાં છે.

સરકારે માર્ગદર્શિકા જાહેર કરીને ગરીબોને રોજગાર પૂરું પાળવું જોઈએ

એક બાજુ, સરકાર પ્રવાસન અને ઇકો ટુરિઝમના નામે સ્થાનિકોને રોજગાર મળે તેવા ગાણાં ગાઇ રહી છે પણ વાસ્તવિકતા એ છેકે, પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની સુવિધાના નામે મિંડુ છે. પક્ષીઓને નિહાળવા આવતાં વિદ્યાર્થીઓ, પક્ષીપ્રેમી ઉપરાંત પ્રવાસીઓ વેટલેન્ટ પર કેવી રીતે જશે તે સવાલ ઉભો થયો છે. સાથે સાથે છિછરુ પાણી હોવા છતાં બોટિંગ બંધ કરી દેવાયુ છે જે વાત લોકોના ગળે ઉતરે તેમ નથી. આમ, ખુદ વન-પ્રવાસન વિભાગ અને સરકારના નિર્ણયને પગલે ગરીબ પરિવારોને રોજગારી ગુમાવવી પડી છે જેના કારણે એવી માંગ ઉઠી છેકે, સરકાર આ દિશામાં ચોકક્સ માર્ગદર્શિકા જાહેર કરીને ગરીબોને રોજગાર પુરો પાડે.

નળસરોવરએ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ

અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષી અભ્યારણ્ય નળસરોવરએ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે.
નળસરોવર ખાતે દર વર્ષે લાખો વિદેશી પક્ષીઓ ડિસેમ્બરથી માર્ચ મહીનાઓ દરમિયાન મહેમાન બને છે.પક્ષી અભ્યારણ્ય માટે જાણીતું નળસરોવર 120.08 કિ.મી.ના છીછરા પાણીમાં પથરાયેલું છે.નળસરોવરમાં આજકાલ ગલ્ફ તરફથી હજારો ફ્લેમિંગો ઉતરી આવ્યા છે.નળ સરોવર એટલે રંગ-બેરંગી પક્ષીઓનું નિવાસ સ્થાન છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે.રણ અને અફઘાનિસ્તાનતી પણ પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે.નળ સરોવરમાં ૨૫૦થી વધુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે

Related Posts

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?
  • October 13, 2026

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં શિક્ષણના અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક…

Continue reading
Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું
  • October 13, 2026

Gandhinagar Municipal Election Results: ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

  • October 14, 2026
  • 2 views
Abhijeet Dipke to CJI: CJI સૂર્યકાંતની ટિપ્પણી પર અભિજીત દિપકેના સવાલો, ચૂંટણી પંચ સામે કાર્યવાહી કેમ નહીં?

Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

  • October 14, 2026
  • 7 views
Madhya Pradesh Liquor Scam: મધ્ય પ્રદેશમાં દારૂના ઠેકાને લઈને કથિત કૌભાંડ, નકલી FDR અને એક કરોડની લાંચના આરોપોથી રાજકીય ગરમાવો

Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

  • October 14, 2026
  • 7 views
Rahul Gandhi CJP Support: રાહુલ ગાંધી CJPના સમર્થનમાં આવ્યા, જંતર-મંતર પાછું મેળવવાની જાહેરાતથી કોંગ્રેસના વલણમાં બદલાવની ચર્ચા

Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન

  • October 14, 2026
  • 9 views
Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન

L Murugan Resignation: કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનનું રાજીનામું, તમિલનાડુમાં BJPને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

  • October 14, 2026
  • 5 views
L Murugan Resignation: કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનનું રાજીનામું, તમિલનાડુમાં BJPને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

Pannun on Dinesh Patnaik: પન્નૂએ ભારતીય ઉચ્ચાયુક્ત દિનેશ પટનાયક સામે જાહેર કરી $25,000ની ઇનામની જાહેરાત, ખાલિસ્તાન મુદ્દે આપ્યો પડકાર

  • October 14, 2026
  • 6 views
Pannun on Dinesh Patnaik: પન્નૂએ ભારતીય ઉચ્ચાયુક્ત દિનેશ પટનાયક સામે જાહેર કરી $25,000ની ઇનામની જાહેરાત, ખાલિસ્તાન મુદ્દે આપ્યો પડકાર