સુશાસન દિવસે અમદાવાદ સેન્ટ્રલ જેલે શરૂ કરી “નઈ ઉમ્મીદ યોજના”; શિષ્યવૃત્તિની જાહેરાત

  • Gujarat
  • December 25, 2024
  • 0 Comments

અમદાવાદ મધ્યસ્થ જેલે સુશાસન દિવસે નઈ ઉમ્મીદ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ જેલમાં બંધ બંદીવાનોના દિકરા-દિકરીઓ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરાવવા માટે પ્રોત્સાહન રૂપે રોકડ પ્રોત્સાહન સહિત પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.

25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતી પર સુશાસન દિવસ (Good Governance Day) મનાવવામાં આવે છે. આ દિવસ શ્રીવાજપેયીના સન્માનમાં વર્ષ 2014માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગરૂકતા વધારવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો.

25 ડિસેમ્બરે અમદાવાદ જેલ ખાતે સુશાસન દિન ઉજવણીના ભાગરૂપે એક નઈ ઉમ્મીદ યોજના હેઠળ જેલમાં રહેલા બંદીવાનોના બાળકોને ભણતરમાં પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્યની અલગ-અલગ જેલોમાં રહેલા બંદીવાનોના બાળકો કે જેમણે વર્ષ 2024માં ધોરણ-10-12 કે તેનાથી ઉચ્ચ અભ્યાસક્રમોના આખરી વર્ષની પરીક્ષા ઉર્તિણ કરેલ હોય તેવા બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર આપવા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

‘એક નઈ ઉમ્મીદ’ યોજના હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં રાજ્યની જેલોના વડા ડો. કે.એલ.એન.રાવ DGP, ડો. પ્રો. ઇન્દુ રાવ (શિક્ષણવિદ), IGP અશ્વિન ચૌહાણ સહિત અમદાવાદ મધ્યસ્થ જેલના અધિકારી-કર્મચારીઓ તથા જેલના બંદિવાનો મોટી સંખ્યામમાં કાર્યક્રમમાં હર્ષભેળ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યની અલગ-અલગ જેલોમાં રાખવામાં આવેલા બંદીવાનોના કુલ-39 બાળકો કે જેમણે ધોરણ-10-12 કે તેનાથી ઉચ્ચ અભ્યાસક્રમોના અંતિમ વર્ષની પરીક્ષા ઉતિર્ણ થયેલા બાળકો તેમના સગા-સંબંધિઓ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા હાજર રહેલા તમામ બાળકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને એક નઈ ઉમ્મીદ યોજના દ્વારા મળતા લાભોથી માહિતગાર કરીને બાળકોને અને બાળકો સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સંગા-સંબધીઓને તથા જેલમાં રહેલા બંદીવાનોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન તમામ બાળકોને જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ, DGPના વરદ હસ્તે રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ પ્રસંગે ભવિષ્યમાં એન્જિનિયરીંગ અને મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતાં બંદીવાનોના બાળકો માટે શિષ્યવૃત્તિ આપવા અંગેની જાહેરાત કરીને બંદીવાનોના બાળકોને ભણતર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, જેલોના વડા ડો કે.એલ.એન. રાવ DGP દ્વારા સમાજમાં રહેલા બંદીવાનોના તથા તેમના બાળકો અને પરિવારજનોના ઉત્થાન માટે ખુબ જ પ્રશંસનિય કાર્ય હાથ ધરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ વિવિધ પગલાઓ લેવા માટે પ્લાનિંગ બનાવી રહ્યા છે. તે ઉપરાંત જેલમાં રહેલા બંદીવાનો જેલમાંથી મુક્ય તા પછી સમાજમાં પુન:સ્થાપિત થઈ શકે તે માટે પણ કોમ્પ્યુટર તાલીમ, સિવણ ક્લાસ, મોટર સાયકલ રિપેરિંગ, પ્લબિંગ, ગૃહ ઉદ્યોગ જેવા કૌશલ્ય વર્ધક તાલીમ કોર્ષ ચાલું કરવામાં આવ્યા છે.

Related Posts

Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો
  • May 7, 2026

Surat Import-Export Scam: સુરત શહેર, જે કાપડ ઉદ્યોગનું હબ ગણાય છે, ત્યાં વેપારીઓને લલચાવીને છેતરવાનું એક નવું અને આધુનિક કૌભાંડ સામે આવ્યું છે. સોશિયલ મીડિયાના યુગમાં હવે ઠગબાજો પણ ડિજિટલ હથિયારોનો…

Continue reading
Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત
  • May 7, 2026

Sohrabuddin encounter case: ગુજરાતના રાજકારણ અને પોલીસ તંત્રમાં વર્ષો સુધી ચર્ચાના કેન્દ્રમાં રહેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વર્ષ 2018માં સ્પેશિયલ સીબીઆઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

  • May 7, 2026
  • 2 views
Surat Import-Export Scam: સોશિયલ મીડિયા પર શીપીંગ એજન્ટ બની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ

  • May 7, 2026
  • 4 views
Congress on Operation Sindoor: ઓપરેશન સિંદૂરના એક વર્ષ પર કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, પાકિસ્તાન અને ચીન મુદ્દે ઉઠાવ્યા સવાલ

Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા તેજ, શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા પર પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા

  • May 7, 2026
  • 7 views
Chandranath rath murder case: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસા તેજ, શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા પર પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા

Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

  • May 7, 2026
  • 6 views
Sohrabuddin encounter case: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મોટો ચુકાદો, બોમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓને બરી કરવાનો નિર્ણય રાખ્યો યથાવત

Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

  • May 7, 2026
  • 7 views
Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

DMK Congress Alliance Break: DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટતા ભાજપનો કટાક્ષ, શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો જૂનો વીડિયો કર્યો વાયરલ

  • May 7, 2026
  • 9 views
DMK Congress Alliance Break: DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટતા ભાજપનો કટાક્ષ, શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો જૂનો વીડિયો કર્યો વાયરલ