Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Babarkot Mining Controversy: વન પ્રધાન અર્જૂન મોઢવાડીયાની મેલી રમત

બાબરકોટની દરખાસ્ત નામંજૂર કરવાને બદલે પડતર રખાતાં શંકા. સિંહ અને માનવ વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. વન વિભાગ સિંહોનાં અસ્તિત્વને જોખમમાં મૂકીને કંપનીઓને ફાયદો કરાવવા

અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક બાબરકોટ પાસે આવેલી રિઝર્વ ફોરેસ્ટની 75 હેક્ટર જંગલની જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને ચૂનાની ખાણો ખોદવા માટે સોંપી દેવાની વનવિભાગની હિલચાલ છે.

સ્ક્રીનીંગ સમિતિ
વન વિભાગની પ્રોજેક્ટ સ્ક્રીનીંગ સમિતિએ બાબરકોટની દરખાસ્તને ના મંજુર કરવાને બદલે પડતર રાખી દીધી છે. સ્ક્રિનીંગ સમિતિના હેડઓફ ફોરેસ્ટ, સીસીએફ, સીએફ અને ડીસીએફ અધિકારીઓ હાજર હતા.

કોરીડોર
50 સિંહો અહીં રહે છે. કોરીડોરવાળીમાં આવજા કરે છે. મેનેજમેન્ટ પ્લાનમાં સિંહ કોરિડોર તરીકે દર્શાવવામાં આવ્યો છે. 50 સિંહોનો કાયમી વસવાટ તથા અવરજવર છે. ગીર પૂર્વના ડીસીએફ દ્વારા સિંહો ન રહેતાં હોવાનું જાણીવીને જમીન આપવા સંમતિ આપી છે.

શંકાસ્પદ ભૂમિકા

બાબરકોટની રિઝર્વ ફોરેસ્ટની જમીન આપવાની આ વિવાદાસ્પદ દરખાસ્તને તાત્કાલિક અસરથી કાયમ માટે રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.

ગંભીર બાબત એ છે, કે સિંહ કોરિડોરનો મુદ્દો હાલ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વિચારણા હેઠળ છે.

વન મંત્રી ગીરની બોર્ડર પર ગેરકાયદે રિસોર્ટના મુદ્દે મેટર સબ-જ્યુડિસ હોવાનું રટણ કરે છે.

0000000000
ગુજરાતમાં 20 વર્ષમાં એક ઇંચ જંગલ વધ્યું નથી. 20 વર્ષમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં એક ઇંચ પણ નવો જંગલ વિસ્તાર વધી શક્યો નથી. બીજી તરફ ગુજરાતમાં વન્ય જીવોના ભોગે જંગલની કિંમતી જમીન ઉદ્યોગો કે અન્ય હેતુઓ માટે ડાયવર્ટ કરવાની 1560 દરખાસ્તો કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં સૌથી વધુ 25 ટકા દરખાસ્તો માત્ર એકલા ગુજરાતમાંથી જ થઈ છે.
સિંહની સંખ્યા વધારીને વૈશ્વિક સ્તરે ગૌરવ લે છે.

સિંહો મુક્તપણે ફરી શકે તે માટે જંગલના વિસ્તાર વધારવામાં સરકારની દાનત જ નથી.

હાલના સમયમાં માનવ અને સિંહ વચ્ચે વધી રહેલું ઘર્ષણ એ વન વિભાગ માટે સૌથી મોટો પડકાર છે.

અગાઉના સમયમાં આવી સ્થિતિ નહોતી. વૈજ્ઞાનિક પધ્ધતિથી શોધવી પડશે.

જંગલની જમીનું ખાનગી કંપનીઓને માઈનિંગ માટે આપવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે.

અમુક માલધારીને નિયમો નવે મૂકીને માલધારી તરીકે આપવામાં આવેલી મંજૂરી મામલે તટસ્થ તપાસ થાય.

ગીર જંગલની બોર્ડર પર ફાટી નીકળેલા ગેરકાયદેસર રિસોર્ટ્સના રાફડા પર તાત્કાલિક કડક કાનૂની અંકુશ લાદવામાં આવે.

જન-આંદોલન છેડવા માં આવશે.

00000000
બાજરો
અમરેલીના જાફરાબાદ તથા ભાવનગરના દરિયા કાંઠના ખેતરોમાં બાબરકોટ નામના બાજરાની ખેતી ભયમાં આવી પડી છે. આ બાજરાની જાત એટલી મીઠી છે કે લોકો રોટલા ખાતા ધરાતાં નથી. ખેડૂતો રૂપિયા 50 ના કિલો અને વેપારીઓ રૂપિયા 150ના કિલોના ભાવે વેચે છે. અનાજમાં તે બાસમતી ચોખા કરતાં પણ મોંઘો છે. સામાન્ય બાજરા કરતાં આ બાજરાની કિંમત અઢી ગણી હોય છે.
તેના રોટલામાં ભારે મીઠાશ છે. જાફરબાદના બાબરકોટ ગામનો બાજરો પ્રખ્યાત છે. કેન્દ્રના કૃષિ મંત્રાલયે બાબરકોટના બાજરાની લેબોરેટરી તપાસ કરાવી હતી. બાબરકોટના બાજરો દેશના તમામ બાજરા કરતાં પ્રોટીન વધું છે. હાઈડ્રોકાર્બન સૌથી વધું તત્વો તેમાં છે. જે અંગે કેન્દ્ર સરકાર વિગતે અહેવાલ જાહેર કરવાની છે. એવું કૃષિ વિભાગે જાહેર કર્યું છે.

રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં અલગ પ્રકારના પથ્થર છે. જેના કારણે બાજરામાં મીઠાશ આવતી હોવાનું માનવામાં આવે છે. અહીંની જમીનમાં જ પાકતો બાજરો દેશ વિદેશમાં જાય છે. બાબરકોટ ગામ ઉપરાંત 7 ગામો જેવા કે રોહિસા, વારાહ સ્વરૂપ, મિતિયાળા, વાંઢ, વઢેરા ગામોમાં આ બાજરો પાકે છે.
ભાવ ઊંચા રહેતાં હોવાથી તે શ્રીમંતોનો ખોરાક બની ગયો છે. અહીં ઓછા રસાયણો સાથે ખેતી થાય છે. તેથી રોટલાની મીઠાશ સારી આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં હડપ્પન સમયથી બાજરો વાવવામાં આવે છે. અહીં બાબરકોટમાં 2.7 હેક્ટર વિસ્તારમાં હડપ્પન સમયનું કિલ્લેબંધ શહેર મળી આવ્યું છે. અહીં યુનિવર્સિટી ઓફ પેન્સિવેનિયાના ગ્રેગરી પોસેલે ઐતિહાસિક સ્થળનો અભ્યાસ કર્યો છે.

5 હજાર વર્ષ પહેલા અહીં બાજરી પાકતી હતી તેના અવશેષો મળ્યા છે. જે ઇ.સ.પૂર્વે ત્રીજી સદીમાં બાજરીનો પાક અહીં લેવામાં આવતો હોવાના પૂરાવા મળ્યા છે. તે પણ શિયાળા અને ઉનાળા એમ બે ઋતુમાં બાજરાની ખેતી 2300 વર્ષ પહેલાં લેવાતાં હોવાના આ મજબૂત પુરાવા મળ્યા છે.
વિશ્વમાં 2.60 લાખ ચોરસ કિલો મિટર ખેતરોમાં બાજરો પાકે છે. પણ બાબરકોટના જેવો ક્યાંય પાકતો નથી. આફ્રિકા અને ભારત તથા આસપાસના દેશોમાં પ્રાગૈતિહાસિક કાળથી ખેડૂતો ખેતી કરે છે. બાજરી આફ્રિકામાં ઉત્પન્ન થઈ હોવાનું વિદેશીઓ માને છે. ઇ.સ.પૂર્વે 2000માં ભારતમાં આવી હોઈ શકે છે. આફ્રિકાના સાહેલ વિસ્તારમાં સારી બાજરી પાકે છે. અમેરિકા, બ્રાઝિલમાં પણ બાજરી પાકે છે.

00000000

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં વન વિભાગની જમીન, એશિયાટિક સિંહોના કોરિડોર અને માઇનિંગ પ્રોજેક્ટને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે વર્ષો જૂનો વિવાદ ફરી જીવંત બન્યો છે અને વન્યજીવન માટે મહત્વપૂર્ણ ગણાતી જમીન ખાનગી કંપનીઓને માઇનિંગ માટે આપવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. બીજી તરફ તેઓનો દાવો છે કે આ નિર્ણયથી સિંહોના કુદરતી આવાસ, પર્યાવરણ અને ગામલોકોના જીવન પર ગંભીર અસર પડી શકે છે.

2016થી 2026 સુધીનો વિવાદ ફરી ચર્ચામાં

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મુદ્દો નવો નથી. વર્ષ 2016માં પણ સંબંધિત કંપની દ્વારા આ વિસ્તારમાં માઇનિંગ માટે મંજૂરી માંગવામાં આવી હતી. તે સમયે વન વિભાગે આ વિસ્તારને વાઈલ્ડ લાઈફ કોરિડોર નંબર-20 તરીકે ઓળખાવી પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. સ્થાનિકોનો દાવો છે કે હવે 2026માં ફરી એ જ વિસ્તાર માટે મંજૂરી મળ્યાની માહિતી સોશિયલ મીડિયા મારફતે સામે આવી છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી છે.

70થી 75 હેક્ટર જમીન અંગે વિવાદ

ગ્રામજનોનો આરોપ છે કે લગભગ 70થી 75 હેક્ટર જેટલી વનજમીન માઇનિંગ માટે ફાળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં અંદાજે પાંચ લાખથી વધુ વૃક્ષો આવેલા છે અને આ સમગ્ર વિસ્તાર એશિયાટિક સિંહોના અવરજવર માટે મહત્વપૂર્ણ કોરિડોર તરીકે ઓળખાય છે.

બે મોટી સિમેન્ટ કંપનીઓના માઇનિંગનો દાવો

સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ બાબરકોટ ગામની બંને બાજુ અલ્ટ્રાટેક ગ્રુપ સાથે સંકળાયેલી નર્મદા સિમેન્ટ તથા જીસીડબલ્યુ ગુજરાત સિમેન્ટ વર્ક્સ જેવી કંપનીઓના માઇનિંગ વિસ્તાર આવેલા છે. તેમનો દાવો છે કે ગામની મોટી માત્રામાં જમીન પહેલેથી જ આ કંપનીઓના માઇનિંગ હેઠળ આવી ચૂકી છે અને હવે બાકી રહેલી વનજમીન પર પણ નજર છે.

મુખ્યમંત્રી અને વનમંત્રી સમક્ષ રજૂઆત કર્યાનો દાવો

સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં માહિતી સામે આવ્યા બાદ તેમણે મુખ્યમંત્રી તેમજ રાજ્યના વનમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર શરૂઆતમાં વનમંત્રી દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે આ વિસ્તાર વાઈલ્ડ લાઈફ કોરિડોર હોવાથી મંજૂરી આપવામાં આવી નથી અને વિભાગ સુધી એવો કોઈ પ્રસ્તાવ પહોંચ્યો નથી. જોકે બાદમાં સોશિયલ મીડિયામાં મંજૂરી મળ્યાના અહેવાલો સામે આવતા ફરી પ્રશ્નો ઊભા થયા છે.

50થી વધુ સિંહોની અવરજવર હોવાનો દાવો

સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર વન વિભાગના અહેવાલોમાં પણ આ વિસ્તારમાં અંદાજે 50 જેટલા સિંહોની અવરજવરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે જો આ વિસ્તારનું માઇનિંગ વધશે તો સિંહોના રહેઠાણમાં ઘટાડો થશે અને માનવ-સિંહ સંઘર્ષ વધુ ગંભીર બની શકે છે.

માનવ-સિંહ સંઘર્ષ વધવાની ચિંતા વ્યક્ત

સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી બાબરકોટ ગામમાં સિંહોની અવરજવર સતત વધી રહી છે. ગામમાં પશુઓ પર હુમલાની ઘટનાઓ વારંવાર બનતી હોવાનું તેઓ કહે છે. તેમના દાવા મુજબ તાજેતરમાં જ સિંહોના હુમલામાં બે-ત્રણ લોકોના મોત થયાની ઘટનાઓ પણ બની છે. તેમનું માનવું છે કે જો કોરિડોરનો વિસ્તાર ઘટશે તો આવી ઘટનાઓમાં વધારો થઈ શકે છે.

બાબરકોટની હજારો વીઘા જમીન પહેલેથી જ માઇનિંગ હેઠળ હોવાનો આરોપ

સ્થાનિક આગેવાનોનો દાવો છે કે બંને કંપનીઓના નામે અંદાજે 9,000 વીઘા જેટલી જમીન પહેલેથી જ માઇનિંગ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. હવે બાકી રહેલી વનજમીન પણ ફાળવવામાં આવશે તો પર્યાવરણને વધુ નુકસાન પહોંચશે.

પ્રદૂષણને કારણે ગંભીર આરોગ્ય સમસ્યાઓનો દાવો

ગામલોકોનો આરોપ છે કે વર્ષોથી ચાલતા માઇનિંગ અને સિમેન્ટ ઉદ્યોગોના કારણે વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ ગામમાં ટીબી, કેન્સર, ચામડીના રોગો, ગળાની તકલીફો તથા આંતરડાના રોગો સહિત અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર સરકારી આરોગ્ય સર્વે ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું નથી.

વર્ષમાં 10થી 12 રજૂઆતો છતાં કાર્યવાહી નહીં થવાનો આરોપ

સ્થાનિક આગેવાનોના જણાવ્યા પ્રમાણે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે અંદાજે 10થી 12 વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા સંબંધિત વિભાગોને લેખિત રજૂઆત કરવામાં આવે છે. તેમ છતાં અસરકારક કાર્યવાહી થતી નથી એવો તેમનો આક્ષેપ છે.

8થી 10 હજાર વસ્તી ધરાવતા ગામમાં ખેતી માત્ર 5 ટકા જમીન પર

સ્થાનિકોના જણાવ્યા મુજબ બાબરકોટ ગામની વસ્તી અંદાજે 8થી 10 હજાર જેટલી છે. તેઓનો દાવો છે કે એક સમયનું ખેતીપ્રધાન ગામ હવે એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે માત્ર 5 ટકા જેટલી ખેતીલાયક જમીન બચી છે. પરિણામે મોટી સંખ્યામાં ખેડૂતોને મજૂરી અથવા નજીકની ફેક્ટરીઓમાં નોકરી કરીને ગુજરાન ચલાવવું પડે છે.

1982થી જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં હોવાનો દાવો

સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ વર્ષ 1982થી કંપનીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. તેઓનો આરોપ છે કે તે સમયે અનેક ખેડૂતોને ખૂબ ઓછું વળતર આપવામાં આવ્યું હતું. કેટલાક કિસ્સામાં પ્રતિ વીઘા માત્ર પાંચ હજારથી દસ હજાર રૂપિયા જેટલું વળતર મળ્યાનો પણ તેમણે દાવો કર્યો છે.

યોગ્ય વળતર અને દબાણના આક્ષેપ

સ્થાનિક ખેડૂતોનો આરોપ છે કે અનેક જમીનધારકોને યોગ્ય વળતર મળ્યું નથી. કેટલાક ખેડૂતો હજુ પણ પોતાની જમીન પર કબજો ધરાવે છે, છતાં કંપનીના અધિકારીઓ અને પોલીસના સહારે દબાણ કરીને જમીન ખાલી કરાવવાના પ્રયાસો થાય છે. જોકે આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

બાબરકોટના બાજરાનું અસ્તિત્વ જોખમમાં હોવાનો દાવો

સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે બાબરકોટનો બાજરો દેશભરમાં જાણીતો છે અને વડાપ્રધાન પણ પોતાના ભાષણોમાં તેનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. તેમ છતાં તેઓનો આરોપ છે કે બાજરો ઉગાડતા ખેડૂતોની જમીન જ ઘટતી જઈ રહી છે, જેના કારણે આ પાકનું અસ્તિત્વ પણ જોખમમાં આવી શકે છે.

કંપનીઓ સામે સામાજિક જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ

સ્થાનિકોના જણાવ્યા મુજબ કંપનીઓ દ્વારા ક્યારેક સામાન્ય આરોગ્ય કેમ્પો યોજાય છે, પરંતુ પ્રદૂષણથી થતી ગંભીર બીમારીઓ માટે કોઈ વિશેષ સારવાર, હોસ્પિટલ સુવિધા કે આર્થિક સહાય આપવામાં આવતી નથી.

જંગલ વિસ્તાર ઘટવાથી સિંહોના હુમલામાં વધારો થવાની ચિંતા

સ્થાનિક આગેવાનોનું માનવું છે કે ગીર અને આસપાસના વિસ્તારોમાં જંગલોનું ક્ષેત્રફળ ઘટવાથી સિંહો માનવ વસાહતો તરફ વધુ આવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં સિંહોના હુમલામાં 161 લોકોના મોત અને 878 જેટલા લોકો ઘાયલ થયાના આંકડા સામે આવ્યા હતા. આ સંદર્ભમાં તેઓ વધુ જંગલ વિસ્તાર બચાવવાની માંગ કરી રહ્યા છે.

સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ શું છે?

ગામલોકો અને સ્થાનિક આગેવાનોની મુખ્ય માંગ છે કે વાઈલ્ડ લાઈફ કોરિડોરમાં આવતી વનજમીનને માઇનિંગ માટે મંજૂરી આપવામાં ન આવે. તેમનું કહેવું છે કે આ વિસ્તાર ખેડૂતોને ખેતી માટે ઉપલબ્ધ કરાવવામાં આવે તો બાબરકોટના પ્રખ્યાત બાજરાનું ઉત્પાદન ફરી વધી શકે અને સ્થાનિકોને રોજગારી પણ મળી શકે.

તેઓએ સાથે સાથે પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં, ખેડૂતોને યોગ્ય વળતર, વન્યજીવનના સંરક્ષણ અને માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા માટે અસરકારક આયોજન કરવાની પણ સરકાર સમક્ષ માંગ કરી છે.

આ પણ વાંચો:

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી? – thegujaratreport.com

Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ – thegujaratreport.com

UP Advertisement Budget: UP સરકારનો જાહેરાત ખર્ચ 8 વર્ષમાં ₹6,811.94 કરોડ, કેન્દ્રની મોદી સરકારને પાછળ છોડી – thegujaratreport.com

CAG Report UC Pending: ₹54,282 કરોડનો હિસાબ ક્યાં? CAG રિપોર્ટમાં કેન્દ્રના 15 મંત્રાલયો પર ગંભીર સવાલ – thegujaratreport.com

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 9 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 8 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 8 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’