
Vadodara accident: ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થયો છે. ત્યારે વડોદરામાં એક અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનો જીવ ગયો છે. એક્ટિવા લઈને જતી વિદ્યાાર્થીનીને ટેમ્પોએ ટક્કર મારતાં મોત થયું છે. હાલ પોલીસે ટેમ્પો ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે (8 એપ્રિલ)ની સવારે વડોદરાના વાઘોડિયા ચાર રસ્તા બ્રિજ પાસે અકસ્માતની ગમખ્વાર ઘટના ઘટી છે. ટેમ્પો ચાલકે વિદ્યાર્થિનીને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વડોદરા: વાઘોડિયા રોડ પર હિટ એન્ડ રનમાં વિદ્યાર્થિનીનું મોત#Vadodara #hitandrun #accident #student #viralvideo #trendingreelsvideo #trendingreels #trendingvideo #viralreels #thegujaratreport pic.twitter.com/i8byxHFBIr
— The Gujarat Report (@TGujarat_Report) April 8, 2025
અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થિનીને મોત મળ્યું
અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો. યુવતીનું નામ મૈત્રી નરેન્દ્રકુમાર શાહ હોવાનું સામે આવ્યું છે. તે ખાનગી યુનિ.માં કમ્પ્યુટર વિભાગમાં ભણતી હતી. ઘટના જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. બાદમાં મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ Gujarat: અગ્નિજ્વાળા જેવી ગરમીનો અહેસાસ, તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના
આ પણ વાંચોઃ હવે યુપીમાં પત્નીએ રેલવેકર્મીની કરી હત્યા, ઠંડા કલેજે દોરડાથી ગળું દબાવી દીધું, ખોફનાક હત્યા |Bijnor Murder
આ પણ વાંચોઃ આખરે આરોગ્યકર્મીઓએ કેમ હડતાળ સમેટી?, આરોગ્યકર્મીઓ પાછી પાની કરી | Health workers
આ પણ વાંચોઃ મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan









