
- ઓલેમ્પિકમાં T20 ફોર્મેટમાં ક્રિકેટની મેચો રમાડવામાં આવશે.
- ઇન્ટનેશનલ ઓલેમ્પિક કમિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ.
Cricket in Olympics 2028 । આગામી ઓલેમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત ઇન્ટરનેશનલ ઓલેમ્પિક કમિટી (IOC) દ્વારા બુધવારના રોજ કરવામાં આવી હતી.
પુરુષ અને મહિલા કેટેગરીમાં 6 – 6 ટીમો વચ્ચે ટી20 ફોર્મેટમાં મેચો રમાશે અને તેમાંથી ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલના હકદારો નક્કી થશે. બંને ફોર્મેટમાં દરેક ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઓલેમ્પિક ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર 1 જ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઘટના ઈ.સ. 1900 ના પેરિસ ઓલેમ્પિક વખતે બની હતી. એ સમયે ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટનની ટીમોએ ઓલેમ્પિકમાં ભાગ લીધો હતો. જેમાં ગ્રેટ બ્રિટનને ગોલ્ડ મેડલ જ્યારે ફ્રાન્સને સિલ્વર મેડલ પ્રાપ્ત થયું હતું. બંને ટીમો વચ્ચે માત્ર એક જ મેચ રમાડવામાં આવી હતી. તેથી પહેલી જ મેચને ફાઈનલ જાહેર કરવામાં આવી હતી.

વાત કરીએ 2028 ઓલેમ્પિક ગેમ્સમાં ક્રિકેટના સમાવેશ અંગેની તો, હાલના તબક્કે તો માત્ર ક્રિકેટના સમાવેશ અંગેની જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ, ક્રિકેટ કયાં મેદાનો પર રમાશે તેની કોઈ જાણકારી પ્રસિદ્ધ કરવામાં આવી નથી. જોકે, ન્યૂયોર્કમાં મેચો રમાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
બીજી એકવાત કે ઓલેમ્પિક 2028માં ભાગ લેવા માટે ટીમો કેવી રીતે ક્વોલિફાય થશે તે અંગેના પ્રોસેસની પણ કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી. લોસ એન્જેલિસ ઓલેમ્પિકમાં અમેરિકા યજમાન તરીકે જરૂર રમશે તેવું જાણવા મળે છે. તેથી અન્ય પાંચ ટીમો નક્કી કરવા માટે ક્વોલિફિકેશન રાઉન્ડની મેચો રમાડવામાં આવશે.
લોસ એન્જેલિસ ઓલેમ્પિક 2028માં કુલ 351 મેડલ ઇવેન્ટ્સ થશે. જે પેરિસ 2024ના 329 ઇવેન્ટ્સ કરતાં 22 વધારે છે. કુલ એથલીટોની સંખ્યા 10,500 રાખવામાં આવી છે. જેમાં 5,333 મહિલાઓ અને 5,167 પુરુષ એથલિટ્સનો સમાવેશ થાય છે.
કોમનવેલ્થ ગેમ્સમાં પણ વર્ષ 1998 અને 2022 એમ બે વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે એશિયન ગેમ્સમાં 2010, 2014 અને 2023 એમ ત્રણ વખત ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2023ના એશિયન ગેમ્સમાં ભારતે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં પોતાની ટીમ મોકલી હતી અને બંનેમાં ગોલ્ડ મેડલ ભારતે જીત્યો હતો.
આ પણ વાંચોઃ
સહકારી ક્ષેત્ર હવે રાજકીય અખાડો બની ગયો, ભાજપનો સહકારી બેંકો પર કબજો! | Co-operative Bank
કોર્ટે રેપ કેસની પિડીતાને જ ગણાવી જવાબદાર, આરોપી યુવકને આપ્યાં જામીન
બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar