અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની સોનાની બુટ્ટી ચોરનાર વોર્ડ બોયની ધરપકડ

  • India
  • April 21, 2025
  • 4 Comments
  • ઉત્તર પ્રદેશના શામલી જીલ્લામાં બનેલી માનવતાંને શર્મશાર કરતી ઘટના.
  • મૃત મહિલાની સોનાની બુટ્ટીઓ ચોરતો વોર્ડ બોય સીસીટીવીમાં કેદ થયો હતો.

Dead woman’s gold earrings stolen । ઉત્તર પ્રદેશના શામલી જીલ્લાની હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં માનવતાંને શર્મશાર કરે તેવી ઘટના બની હતી. અકસ્માતની ઘટના બાદ મૃત્યુ પામેલી મહિલાની સોનાની બુટ્ટીઓ વોર્ડ બોયે ચોરી લીધાં હતાં. વોર્ડ બોયની ચોરીની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા છે. તો બીજી તરફ પોલીસે પરિવારજનોની ફરિયાદને આધારે મૃતદેહ પરથી દાગીના ચોરનાર વોર્ડ બોયની ધરપકડ કરી છે.

ઉત્તર પ્રદેશમાં પ્રેમી સાથે મળી પતિની હત્યા કરવાના કાંડ સહિતના જઘન્ય અપરાધો બની રહ્યાં છે. ત્યારે આ કડીમાં વધુ એક ગુનાની વિગતોનો સમાવેશ થયો છે. યોગી સરકારની જાણે બીક જ ના હોય એમ ગુનેગારો બેખૌફ બનીને મન ફાવે તેવી ગુનાખોરીને અંજામ આપી રહ્યાં છે.

સમગ્ર બનાવની પ્રાપ્ત થતી વિગતો એવી છે કે, ઉત્તર પ્રદેશના શામલી જીલ્લામાં એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને જીલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબીએ મહિલાને મૃત ઘોષિત કરી હતી.

 

દરમિયાનમાં વિજય નામના વોર્ડ બોયે મહિલાના મૃતદેહને તપાસવાના નામે સોનાની બે બુટ્ટીઓ કાઢી લીધી હતી. મહત્વની વાત તો એ છે ઘટના બની ત્યારે મૃત મહિલાના પરિવારજનો ત્યાં હજાર જ હતાં. પરંતુ, તેઓના ધ્યાનમાં વિજયની હરકત ચડી નહોતી. જોકે, બાદમાં મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ ગાયબ થયેલી જોતાં તેમણે આ અંગે હોબાળો મચાવ્યો હતો.

પરિવારજનોએ હોબાળો મચાવતાં વિજયે તાત્કાલિક સોનાની એક બુટ્ટી પરત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં વિજયે મૃતદેહના કાનમાંથી સોનાની બુટ્ટીઓ ચોરી હોવાનું સ્પષ્ટ જણાઈ આવતાં તેની ધરપકડ કરી હતી.

સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી વિજય પાસેથી અન્ય એક બુટ્ટી પણ કબજે કરી લેવામાં આવી છે. વિજય છેલ્લાં ત્રણ વર્ષથી સ્વાસ્થ્ય વિભાગમાં કાર્યરત છે. હાલ તો વિજયને જેલ ભેગો કરવામાં આવ્યો છે. જોકે, અગાઉ પણ એણે આવાં કરતૂતોને અંજામ આપ્યો છે કે કેમ? તે અંગે તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ

ગુજરાત સહિત 6 રાજ્યના વિદ્યાર્થીઓ Australia નહીં જઈ શકે, હાલમાં રહેતાં વિદ્યાર્થીઓનું શું થશે?

Pope Francis: ખ્રિસ્તીઓના ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Rajkot: ખેડૂતોના ખેતરમાં કંપનીની બળજબરી, ગેરકાયદેસર પવનચક્કીઓ નાખવાનું કામ, મહિલાનો હાથ ભાગ્યો!

JD Vance India Visit: ટેરિફ મુદ્દે ટ્રમ્પ સાથે ઝઝૂમતાં ભારતને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પાસે શું આશા?

પત્નીએ પૂર્વ DGPની આંખોમાં મરચું નાખી ચાકુના ઘા ઝીંક્યા, પુત્રીની સામે શંકાની સોય

 

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના