Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!

દિલીપ પટેલ

Ahmedabad Clinical  Trial in Three Deaths: અમદાવાદ મહાનગરપાલિકાની વી.એસ. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોએ માનવતા ભૂલી દર્દીઓ ઉપર નવી દવાના જોખમી અખતરા કર્યા હતા. ક્લિનિકલ રીસર્ચ માટે મંજૂરી આપતા ત્રણ લોકોના મોત થયા હતા. હોસ્પિટલના અધ્યક્ષ અમદાવાદના મેયર પ્રતિભા જૈન છે. જેઓ વર્ષથી ભાજપના નેતા તરીકે કામ કરી રહ્યાં છે. 500થી વધારે દર્દીઓ પર ટ્રાયલ થયા અને 3ના મોત થયા હતા.

2021થી 2023 સુધી ભાજપના નેતા કિરીટ પરમાર મેયર હતા તેઓ જાણતાં હતા કે ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે. તે સમયે પાલડી વોર્ડના ભાજપના પાલડી વોર્ડના કોર્પોરેટર પ્રિતેશ મહેતાએ વી એસ બોર્ડ બેઠકમાં જાહેર કર્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે. પણ ત્યારે તે કૌભાંડ દબાવી દેવાયું હતું.

દેવાંગ રાણાના 4 ખાતામાં કંપનીઓએ પૈસા જમા કર્યા છે. આ કંપનીઓના નામ મેયર પ્રતિભા જૈન જાણે છે છતાં ફાર્મા કંપનીઓને ભાજપના નેતાઓ બચાવી રહ્યા છે. ફાર્મા કંપનીના નામ જાહેર કરતા નથી.

વીએસ બંધ થવાની તૈયારીમાં છે. ત્યારે જ આ કૌભાંડ કરવા માટે દેવાંગ રાણાનો ઓર્ડર કર્યો કે એસવીપીમાંથી વીએસમાં ટ્રાન્સફર કરવા. કૌભાંડ જાહેર થયા બાદ ડો. દેવાંગ રાણાને સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

ભાજપના એક સમયના મેયર અને ભાજપના ડોક્ટર સેલમાં રહી ચૂકેલા એક મજૂર ભોજનના નેતા એમ બે નેતાઓની આમાં સંડોવણી છે. તેઓ જ આ ટ્રાયલ શરૂ કરાવવા મેદાને હતા. વીએસ બોર્ડ જાણતાં હતા કે ક્લિનિકલ ટ્રાયલ ચાલતું હતું.

કૌભાંડ પકડાય ગયું છે એવું ડો. મનીષ પટેલને જેવી ખબર પડી તેની સાથે જ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. તેમનું રાજીનામું પણ તુરંત સ્વીકારી લેવામાં આવ્યું હતું.

ગરીબીથી પીસાતાં ગુજરાતને Olympics ખેલકુદ માટે કરોડોનો ખર્ચ પરવડશે?

વીએસ હોસ્પિટલનું કોઈ રણીધણી નથી

2020 પછી વીએસ હોસ્પીટલ ન ધણીયાતી બની ગઈ છે. કોઈ રણીધણી નથી. 200 સ્ટાફ કામ વગર બેસીને પગાર લે છે. વિડિયો ગેમ્સ રમીને ઘરે જતાં રહે છે. એલ જી શારદાબેનમાં સ્ટાફ નથી ત્યાં આ સ્ટાફને મોકલવામાં આવતો નથી. કમીશ્નરને જાણ કરી હતી છતાં કોઈ પગલાં લેવાયા નથી. મેડિલક કોલેજ સાથે હવે વીએસ હોસ્પિટલ જોડાયેલી નથી.

ડો. દેવાંગ રાણા, એનએચએલ મેડિકલ કોલેજના ડીન પ્રતીક શાહ, મનિશ આ ત્રણ મુખ્ય આરોપીઓ છે. આ ત્રણ લોકોએ રૂ. 17 કરોડનું કૌભાંડ કર્યું છે.

હજુ એફઆઈઆર નોંધી નથી. 500 દર્દીઓના નામની યાદી જાહેર કરીને દરેક દર્દીની ઘરે જઈને તપાસ કરવી પડે તેમ છે. તો જ ખબર પડે તેમ છે કે 3 હોસ્પિટલમાં મારી ગયા પણ ઘરે જઈને કેટલાક દર્દીના મૃત્યુ થયા છે. 500માંથી કેટલાં લોકોને આડ અસર કે શારીરિક નુકસાન થયું છે. 500ના નામો જાહેર કરવા જોઈએ. દવાના ટ્રાયલ કરતી વખતે સગા અને દર્દીની સહી કરવી પડે છે તેનો રેકર્ડ તપાસવો પડે છે.

1 ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો તો 8 કોન્ટ્રાકટ ના ડોક્ટરને કાઢી મૂકવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં 2021 બાદ 500 દર્દીઓ પર 58 જેટલા ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. ડો. મનીષ પટેલ, ડો. દેવાંશ રાણા સહિત સંડોવાયેલા ડોક્ટર પાસેથી રૂપિયા 1 કરોડથી વધુની રકમ વસૂલાશે. ડોક્ટર યાત્રી પટેલ, ધૈવત શુકલ, રાજવી પટેલ, રોહન શાહ, કૃણાલ સથવારા, શાલીન શાહ, દર્શિલ શાહ અને કંદર્પ શાહને તગેડી મૂકવામાં આવ્યા છે.

દર્દીઓના અધિકારો અને તબીબી નીતિશાસ્ત્રના ઉલ્લંઘનનો ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે. VS હોસ્પિટલ કે જે હાલમાં બંધ થવાની કગાર પર છે, આ હોસ્પિટલમાં ગેરકાયદે દવાઓના પ્રયોગ ગરીબ અને અભણ દર્દીઓ પર કરવામાં આવતા હતા.

10થી 15 કરોડ રૂપિયા લેવાયા હોવાનો અંદાજ છે. ટ્રાયલ્સની પ્રકૃતિ વિશે દર્દીઓને સંપૂર્ણ માહિતી આપવામાં આવી ન હતી. ફાર્મા કંપનીઓએ ટ્રાયલ્સની વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો છે, જે શંકાઓને વધુ ગાઢ બનાવે છે. મોટાભાગના ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાંથી હતા. મફત અથવા સબસિડીવાળી સારવારની આશાએ હોસ્પિટલમાં આવ્યા હતા. આવા દર્દીઓ પર અનધિકૃત ટ્રાયલ્સ કરવામાં આવ્યા હતા.

ગેરકાયદેસર ટ્રાયલ્સમાં 8 ડોક્ટર્સ અને 1 એસોસિયેટ પ્રોફેસર, ડો. દેવાંગ રાણા, સામેલ હતા. ફાર્મા કંપનીઓ સાથે મળીને નાણાકીય લાભ મેળવ્યો. ફાર્મા કંપનીઓએ આ ડોક્ટર્સના બેંક ખાતામાં સીધી ચૂકવણી કરી હતી. AMCએ આ ઘટનાને ગંભીર ગણાવીને ડો. દેવાંગ રાણા અને આઠ કોન્ટ્રાક્ટ ડોક્ટર્સને સસ્પેન્ડ કર્યા છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું કે, “NMC અને DCGIના નિયમો મુજબ એથિકલ કમિટીની રચના કરવામાં આવી ન હતી.”

આ કૌભાંડમાં NHL કોલેજના ડીન ડો. ચેરી શાહ, ફાર્માકોલોજી વિભાગના વડા ડો. સુપ્રિયા મલ્હોત્રા અને હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારુલ શાહને નોટિસ પાઠવવામાં આવશે.

માહિતી મુજબ 4 ખાનગી હોસ્પિટલોની એથિકલ સમિતિ સાથે કરાર થયો છે. નગરપાલિકાની બોર્ડ મીટિંગમાં ચર્ચા દરમિયાન, કમિશનરે કહ્યું કે ડ્રગ કંટ્રોલર જનરલના નિયમો મુજબ, ક્લિનિકલ ટ્રાયલ માટે એક એથિકલ કમિટીની રચના કરવી પડશે.

ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કહ્યું કે, ક્લિનિકલ રીસર્ચના કારણે થયેલા ત્રણ પૈકી એક દર્દીનું મોત વી.એસ.હોસ્પિટલમાં થયુ હોવાનુ મિડીયા સાથેની વાતચીતમાં કહયું હતુ.

વી.એસ.હોસ્પિટલના ડોકટરો દ્વારા કરવામાં આવેલા એમ.ઓ.યુ. પ્રમાણે તત્કાલિન સુપ્રિટેન્ડન્ટ, ડીન સહિતના ડોકટરોએ ક્લિનિકલ રીસર્ચ માટે ટકાવારી લીધી હોવાનો આક્ષેપ કરતા બોર્ડ બેઠકમાં સન્નાટો છવાઈ ગયો હતો. મ્યુનિસિપલ કમિશનરને મૃતક પૈકી એકના પરિવારને લઈ મળવા માટે સમય માંગ્યો હતો.

ક્લિનિકલ ટ્રાયલના નામે કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર કરાયો, વી.એસ.હોસ્પિટલ જીવતા માણસને પ્રયોગ શાળા બનાવી દીધી હતી. તંત્ર આ અંગે ખોટું બોલી રહ્યું છે. MoU કરવામાં આવ્યા હોવાના પુરાવા છે. આક્ષેપ કર્યો છે કે પારુલ શાહ અને ચેરી શાહ પોતાના કૌભાંડો છુપાવવા ડૉ. રાણાને બલિનો બકરો બનાવી રહ્યા છે.

સુપરિટેન્ડન્ટના નામે બેંક એકાઉન્ટ ખોલાવેલું હતું. છતાં પારૂલ શાહ અજાણ હતા. સુપરિટેન્ડન્ટ પારુલ શાહના નામે એકાઉન્ટ ખોલાવી સહી કરાવી દીધી હોવાનો ગંભીર આરોપ ખુદ સુપરિટેન્ડન્ટે લગાવ્યો હતો. તેમને જાણ હતી કે વીએસ કમિટીમાં ક્લિનિકલ રિસર્ચને પરવાનગી નથી.

પરીક્ષણ કૌભાંડમાં ફાર્મા કંપનીઓએ અલગ અલગ એથિકલ કમિટીની મંજૂરી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ પૈકી મોટાભાગની કમિટી તો માન્યતા પણ ધરાવતી નથી.

વી.એસ.હોસ્પિટલમાં તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટની રહેમનજર હેઠળ ચાર વર્ષથી વિવિધ ફાર્મા કંપનીઓ તેમની નવી પ્રોડકટસનુ પરિક્ષણ દર્દીઓ ઉપર કરાતું હતું. આ કંપનીઓ તરફથી હોસ્પિટલને ફંડ પણ આપ્યું નહીં હોવાનો તપાસ દરમિયાન ઘટસ્ફોટ થવા પામ્યો છે.

ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કહ્યું કે, ભ્રષ્ટાચારી ડોકટર જેવા બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે આરોપ મૂક્યો હતો કે, વી.એસ.હોસ્પિટલમાં 500 દર્દીઓ ઉપર 58 ક્લિનિકલ ટ્રાયલ થયા હતા.

કોર્પોરેટર ઈકબાલ શેખે વી.એસ.હોસ્પિટલના અધ્યક્ષ અમદાવાદના ભાજપના નેતા અને મેયર છે. મેયરની સીધી જવાબદારી છે. નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ.

નૈતિક નહીં પણ ફોજદારી ગુનો બને છે તેથી મેયર સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ.

ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ બોર્ડ બેઠકમાં ક્લીનલક ટ્રાયલ અંગે બોલવા માંગતા હતા, પણ બોલવા દેવાયા ન હતા.

મેયરે તેમને બોલવાની તક ના મળે એ માટે છેક સુધી પ્રયાસ કર્યા હતા. અંતે મેયરને તેમના જ પક્ષ તરફથી જરૂરી ટેકો નહીં મળતા તેમણે ચાંદખેડા વોર્ડના કોર્પોરેટરને તેમની રજૂઆત કરવા કહેવું પડયું હતું.

મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ કૌભાંડ મામલે બનાવવામાં આવેલી તપાસ સમિતિ સામે ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને વેધક સવાલ કરતા કહયું,જેમની સામે આક્ષેપ થયેલા છે તે જ જો તપાસ સમિતિમાં હોય તો એનો અર્થ શું સમજવાનો?

રાજશ્રી કેસરીએ કહ્યું કે, દર્દીઓની જીંદગી સાથે ડોકટરોએ કિલીનીકલ ટ્રાયલના નામે ચેડાં કર્યા છે. છતાં તપાસ સમિતિમાં ડોકટર ચેરી શાહ સહિતનાનો સમાવેશ કરાયો છે. આ તમામ સામે કાર્યવાહી કરવી જોઈએ. એક તબકકે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ તેમને પુરાવા સાથે આવવા કહેતા કોર્પોરેટરે સ્પષ્ટ ના પાડી કહયું કે, મારી પાસે પુરાવા છે અને માત્ર તમને હુ મળવા માંગુ છુ.

ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કહ્યું કે, વી.એસ.હોસ્પિટલમાં બહાર આવેલા કિલીનીકલ ટ્રાયલ કૌભાંડમાં ત્રણ લોકોના મોત થયાનો આક્ષેપ કર્યો હતો.

રાજશ્રી કેસરીએ મિડીયા સાથેની વાતચીતમાં કહયુ, ત્રણ પૈકી એક મોત વી.એસ.હોસ્પિટલ ખાતે થયુ છે. અન્ય બે મોત કયાં થયા છે વી.એસ.કે એસ.વી.પી.હોસ્પિટલ ખાતે તેની તપાસ હું કરી રહી છુ. વિગત આવેથી રજૂ કરીશ.

મ્યુનિ.બોર્ડ બેઠકમાં વી. એસ.હોસ્પિટલ ખાતે કિલીનીકલ ટ્રાયલ ઉપરની ચર્ચા દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કહ્યું, જે તે સમયે આ કૌભાંડ શરુ થયુ એ સમયે આ ડોકટરો અંદરોઅંદર કાર્યવાહી કરતા હતા. એ સમયના મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ-હોસ્પિટલ), વી.એસ.બોર્ડના ચેરમેન સહિતના કોઈને પણ આ બાબતની જાણ કરાઈ ન હતી. અમારે કોઈને છોડવા નથી. એક એસોસિએટ ડોકટરને સસ્પેન્ડ કરાયા છે. આઠ કોન્ટ્રાકટ ઉપરના ડોકટરોને છૂટા કરાયા છે. ઉપરાંત તત્કાલિન મેડીકલ સુપ્રિટેન્ડન્ટને ચાર્જશીટ આપવાની કાર્યવાહી પણ કરાઈ છે.

મ્યુનિસિપલ કમિશનરે કહ્યું, ભારત સરકારના ડ્રગ્સ કંટ્રોલ જનરલની ગાઈડલાઈનને બાજુ ઉપર મુકી દઈને જે પ્રમાણે વી.એસ.હોસ્પિટલના ડોકટરોએ મંજૂરી લીધા વગર જ કિલીનીકલ ટ્રાયલની મંજૂરી ફાર્મા કંપનીઓને આપી હતી. તેની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવશે. ડોકટરો દ્વારા તેમના એકાઉન્ટમાં જમા કરાવેલી રકમ રીકવર કરવામાં આવશે. તમામ દોષિતો સામે ખાતાકીય કાર્યવાહી કરાશે. પંદર દિવસમાં તપાસ પુરી કરવામાં આવશે.

ડોકટર પારુલ શાહ

વીએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોકટર પારુલ શાહે ટ્રાયલની કબુલાત કરતાં કહ્યું,મારા સુપ્રિટેન્ડન્ટ બન્યા પહેલાથી આ કિલીનીકલ ટ્રાયલ ચાલતું હતું. ચારથી પાંચ કંપનીના ટ્રાયલ ચાલતા હતા. હોસ્પિટલની કોઈ એથીકલ કમિટી ન હતી. ડોકટર પ્રાઈવેટ કમિટી બનાવી ટ્રાયલ કરતા હતા. વર્ષ-2021થી હોસ્પિટલમાં આ પ્રકારના ટ્રાયલ ચાલતા હતા. અત્યાર સુધીમાં 56 ટ્રાયલ થયા છે. 50 દર્દીના કિલીનીકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઈન્ડિયા થયા હતા. ડોકટર દેવાંગ રાણાએ સુપ્રિટેન્ડન્ટને એકાઉન્ટ ખોલવા કહ્યું, મારા નામે એકાઉન્ટ ખોલવાની મેં ના પાડી. દેવાંગ રાણાને એકાઉન્ટ ખોલવાની મંજૂરી બોર્ડ પાસે લેવા કહ્યું હતું.

મહત્વના સવાલ

  1. ચાર વર્ષથી ચાલતા આ ટ્રાયલ છતાં કોઈને ગંધ કેમ ના આવી?
    2.  દવા કંપનીઓએ એચ.ઓ.ડી.,સુપ્રિટેન્ડન્ટ,ડીન,ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ની સહી વગર પેમેન્ટ ચૂકવ્યુ હોય ખરુ?
    3.સસ્પેન્ડ કરાયેલ વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ શા માટે નહીં?
    4. કરોડો રુપિયાનુ મ્યુનિસિપલ તિજોરીને નુકસાન કરનારા સામે પોલીસ ફરિયાદ કયારે થશે?
    5. માત્ર કોન્ટ્રાકટ ઉપર રહેલા તબીબોને શા માટે સસ્પેન્ડ કરાયા?
    6. છેલ્લા દસ વર્ષના એથિકલ કમિટીના હિસાબ કયા કારણથી તપાસાતા નથી?
    7. વી.એસ.સિવાય મ્યુનિ.ની અન્ય હોસ્પિટલમાં એથિકલ કમિટીની તપાસ કેમ કરાતી નથી?
    8. કેટલા દદીઓ ઉપર કેટલી દવાનુ પરીક્ષણ કરાયુ એની વિગત શા માટે છુપાવાય છે?
    9. કેટલા દર્દીઓને દવાની કંપનીઓ દ્વારા કેટલા રુપિયા ચૂકવાયા એ વિગત ઉપર પણ ઢાંકપિઢોડો કરવામાં આવ્યો.
    10. દર્દીઓને આપવામાં આવતી દવા કંપનીઓના નામ જાહેર કરાતા નથી.

2024માં ડોકટરોએ એમ.ઓ.યુ.કર્યુ હતુ

મ્યુનિ.બોર્ડ બેઠકમાં ચાંદખેડાના કોર્પોરેટરે આક્ષેપ કરતા કહ્યું, વી.એસ.હોસ્પિટલમાં કિલીનીકલ ટ્રાયલના નામે ડોકટરોએ એસ  રીસર્ચ પ્રા.લી.સાથે એમ.ઓ.યુ.કર્યુ હતુ. 29 નવેમ્બર 2024માં કરાયેલા એમ.ઓ.યુ.માં પ્રોજેકટ શેર પણ નકકી કરાયો હતો.

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

કોનો કેટલો શેર?, વિભાગ ટકાવારી

ઈન્સ્ટીટયુશનલ શેર – 40
પ્રિન્સીપલ ઈન્વેસ્ટીગેટર – 40
સબ ઈન્વેસ્ટીગેટર – 15
રેમ્યુનેશન મેડીકલ સુપ્રિટેન્ડન્ટ – 2
રેમ્યુનેશન ડીન – 2
એથિકસ કમિટી – 1

ગુજરાતમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં કલિનિકલ ટ્રાયલ પર નજર રાખવા માટે એથિકલ સમિતિઓ બનાવવી ફજિયાત હોવા છતાં બનાવી નથી.

અસ્તિત્વમાં નથી. ગરીબ દર્દીઓની સારવારના નામે ફાર્મા કંપનીઓ અને ડોક્ટરોના મેળાપિપણાંમાં ક્લિનિકલ ટ્રાયલ નામે સુવ્યવસ્થિત રીતે કૌભાંડ ચાલી રહ્યુ છે. જો આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સરકારી-મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ચાલતાં કારસ્તાનોનો પર્દાફાશ થઈ શકે છે.

દર્દીઓને દવાની આડઅસરની જાણ કરાતી નથી

વિવિધ બિમારીમાં ઉપયોગી દવા બજારમાં આવે તે પહેલાં તેનું પ્રાણી અને માનવી પર દવાનું પરિક્ષણ કરવામાં આવે છે. માનવી પર દવાનું પરિક્ષણ કરતાં પહેલાં એથિકલ કમિટીની મંજૂરી લેવી ફરજિયાત છે. આ ઉપરાંત એથિકલ કમિટી જ હોસ્પિટલોમાં દર્દીઓ પર થતાં ક્લિનિકલ ટ્રાયલ પર નજર રાખે છે. ક્લિનિકલ ટ્રાયલ વખતે દર્દીને દવાની આડઅસર ન થાય તેની ખાસ કાળજી લેવાય છે. દર્દીને પણ દવાની સાઈડ ઈફેક્ટ વિશે જાણ કરવી ફરજિયાત છે. પરંતુ કમનસીબે પૈસાની લાલચ આપી ગરીબ દર્દીઓ પર દવાના અખતરાં કરાય છે. સાથે સાથે દર્દીઓને આ બધીય વાતોથી અજાણ રાખવામાં આવે છે.

મફત સારવારના નામે હોસ્પિટલોમાં કલિનિક્લ ટ્રાયલના નામે ડોક્ટરો ધૂમ કમાણી કરી રહ્યાં છે. સરકારી-મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં એથિકલ કમિટીના અસ્તિત્વને લઈને પણ સવાલો ઊભા થયા છે. એક વ્યક્તિ પર એક વખત દવાનુ પરિક્ષણ કરાય તો તે છ મહિના સુધી ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈ શકે નહીં. છતાંય એક જ વ્યક્તિ પર વારંવાર ક્લિનિકલ ટ્રાયલ થયા હોવાની માહિતી બહાર આવી છે. પૈસા કમાવવાની લ્હાયમાં ડોક્ટરો પણ આડેપડ રીતે ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યાં છે.

આ ઉપરાંત ગરીબ દર્દીઓને દવાની આડઅસર થાય અથવા તો મૃત્યુ થાય તો તેને કશું જ ખબર હોતી નથી. દર્દીઓને આ વાતથી અજાણ રાખવામાં ફાર્મા કંપનીઓને મોટું વળતર ચૂકવવું પડે નહીં. હોસ્પિટલોમાં ફાર્મા કંપનીના મેડિકલ રિપ્રેઝન્ટીવ અને વચેટિયા ખેલ પાડે છે. વોર્ડમાં ફરીને ગરીબ દર્દીઓને પૈસાની લાલચ ઉપરાંત મફત સારવારના નામે કલિનિકલ ટ્રાયલમાં સામેલ કરી લે છે. આમ, ગુજરાતમાં કિલનિકલ ટ્રાયલના નામે સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.

દર્દીઓને 10 હજાર ચૂકવાયા

વિવિધ રોગ માટે ઉપયોગી દવાની અસરકારકતા માટે ક્લિનિકલ ટ્રાયલ કરાય છે. એટલુ જ નહીં, ફાર્મા કંપનીઓ રોગ આધારિત દવાના ડોઝ મુજબ દર્દીને પૈસા ચૂકવે છે. એવુ જાણવા મળ્યુ છે કે, કલિનિકલ ટ્રાયલ માટે 5 હજારથી માંડીને 10 હજાર રૂપિયા સુધી ચૂકવવામાં આવે છે. ગરીબી બેરોજગારીને કારણે દર્દીઓ પૈસાની લ્હાયમાં કલિનિક્લ ટ્રાયલના ગેરફાયદાઓને નજરઅંદાજ કરે છે જે ફાર્મા કંપનીઓ માટે લાભદાયક નિવડે છે.

પૈસા ન મળ્યાંને ભાંડો ફૂટયો

ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લીધો પણ ફાર્મા કંપનીએ દર્દીને પૈસા ચૂકવ્યાં ન હતાં. આ કારણોસર ગરીબ દર્દીએ કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીને ફરિયાદ કરી હતી. આ મામલે મ્યુનિ. કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. કમિશનરે તપાસ કમિટી નીમવાની ખાતરી આપી હતી. તપાસના અંતે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલનો આખોય ભંડાફોડ થયો હતો.

ટ્રાયલ કેવી રીતે કરે છે?

કોઈપણ ફાર્મા કંપની તેમની નવી પ્રોડકટસનો પહેલો ટ્રાયલ પશુઓ ઉપર કરે છે. જે પછી જે તે રોગના દર્દી ઉપર તેમની પ્રોડકટસનો ટ્રાયલ કરવામાં આવતો હોય છે. દર્દીઓ ઉપર ટ્રાયલ કરતા પહેલા તેમણે નેશનલ મેડીકલ કાઉન્સિલ ,હોસ્પિટલની એથિકલ કમિટી,દર્દીની મંજૂરી લેવાની હોય છે. ક્લિનિકલ ટ્રાયલના 4 તબક્કા હોય છે. પહેલા જેની ટ્રાયલ થવાની હોય તે ડ્રગની સેફ્ટી જોવામાં આવે છે. બીજા તબક્કામાં અસરકારકતા જોવામાં આવે છે. ત્રીજામાં જે ડ્રગ બનતું હોય તેના જેવી જ જે ચાલુ દવા બજારમાં મળતી હોય તેની સાથે કેમ્પેરિઝન કરવામાં આવે છે અને ચોથા તબક્કામાંએ નવું ડ્રગ બજારમાં આવ્યા બાદ કેટલી અસરકાર છે કે આડઅસર કેટલી છે તે ચકાસવામાં આવે છે.

જે ક્લિનિકલ ટ્રાયલમાં દર્દી હોય તેને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, દર્દીના સગાને પણ તમામ માહિતી આપવામાં આવે છે. આ ટ્રાયલથી શું ફાયદો નુકશાન તે પણ જણાવવામાં આવે ભવિષ્યમાં નુકશાન થાય તો કેવી રીતે જે તે સંસ્થા મદદ કરશે, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે અને ભવિષ્યમાં દર્દીનું મોત થાય તો વળતર અંગે પણ જાણ કરવામાં આવે છે. જ્યાં ક્લિનિકલ ટ્રાયલ થવાનું હોય તે જગ્યા પર ફરજિયાત એથિકલ કમિટી બનાવવી જ પડે છે. આ કમિટીમાં સબ્જેક્ટ એક્સપર્ટ, એક વૈજ્ઞાનિક , સામાન્ય માણસ, લોયર, સામાજિક કાર્યકર્તા, ફાર્માસિષ્ટનો સમાવેશ કરવામાં આવે છે અને આ તમામ એવા લોકો હોય છે, જેને એથિકલ કમિટી સભ્ય બનવા માટે સ્પેશિયલ તાલીમ લેવી પડતી હોય છે.

 

આ પણ વાંચોઃ

DAHOD: સોલાર પ્લાન્ટમાં આગ, 400 કરોડના નુકસાનનો અંદાજ, આગ લાગવાનું શું છે કારણ?

Gold Price: સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર, અમદાવાદમાં કેટલો?

Surat: અસલી કંપનીના નામે નકલી સેમ્પૂનો વેપાર, કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?

અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની સોનાની બુટ્ટી ચોરનાર વોર્ડ બોયની ધરપકડ

Ahmedabad: ઓઢવમાં ખ્રિસ્તી ધર્મ દ્વારા હિંદુઓનું ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ, VHPના લોકો દંડા લઈ ઘૂસતાં કાર્યવાહી

 

 

Related Posts

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?
  • April 29, 2025

TATA company Dwarka devastation: દ્વારકામાં ટાટા કેમિકલ કંપનીનો કહેર વર્તાયો છે. કંપનીનું ગંદુ પાણી છોડતાં 12થી 13 ગામોની જમીન બગડી ગઈ છે. કૂવાના પાણી ખારા થઈ ગયા છે. જેથી અહીં…

Continue reading
Ahmedabad: ચંડોળામાં વર્ષો પછી કેમ દેખાયું સરકારને દબાણ?
  • April 29, 2025

Ahmedabad: અમદાવાદમાં દબાણો હટાવવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આજ સવારથી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવવાનું કામ થઈ રહ્યું છે. બીજી બાજુ દબાણો હટાવવાની કામગીરીનો…

Continue reading

One thought on “Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના