Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, 2ના મોત

  • India
  • April 22, 2025
  • 0 Comments

Pahalgam Terrorist Attack: આજે મંગળવારે (22 એપ્રિલ, 2025) જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામની ખીણમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરાયો છે. જેમાં 2ના મોત  થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ ગોળીબાર પહેલગામના બાયસરન વિસ્તારોમાં થયો છે. સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2 થી 3  આતંકીઓએ પોલીસ વેશમાં હુમલો કર્યો છે.  આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા છે.  જેમાં બે લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા  છે. પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, સીઆરપીએફની વધારાની ઝડપી પ્રતિક્રિયા ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. આ આતંકવાદી ઘટનામાં TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) સંગઠનનો હાથ હોવાની શક્યતા છે. પોલીસના જણાવ્યા અનુસાર પહેલગામની બાયસરન ખીણમાં ગોળીબારના અવાજો સંભળાયા હતા. બાયસરન ઘાસના મેદાનમાં ઘોડેસવારીનો આનંદ માણી રહેલા પ્રવાસીઓ પર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો છે.

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હુમલાની નિંદા કરી છે.

આતંકવાદી હુમલા વિશે 12  મોટા મુદ્દાઓ

  • પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 10 લોકો ઘાયલ, 2 લોકોના મોત
  • બાર્સન વેલીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો
  • ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
  • આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
  • ડીજીપી અને આઈજી ઘટનાસ્થળે જવા રવાના
  • સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના પ્રવાસીઓ પર હુમલો થયો
  • આતંકવાદી હુમલા બાદ ત્યાં હાજર પ્રવાસીઓ સુરક્ષિત સ્થળોએ લઈ જવાયા
  • આતંકીઓએ ઓળખ છૂપાવવા પોલીસ ડ્રેસમાં હુમલો કર્યો
  • આતંકવાદી સંગઠન TRF એ લશ્કર-એ-તૈયબાનું બીજું નામ, જેના પર વિશ્વમાં પ્રતિબંધ
  • જે બાદ આતંકવાદી સંગઠન પોતાનું નામ બદલી નાખ્યું
  •  TRF એ ઉત્તર કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હુમલા કર્યા હતા.
  • પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો કે આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યા પછી ગોળીઓ મારી

આ પણ વાંચોઃ

શું વાહનોમાંથી સંભળાશે વાંસળીના સૂર, ઢોલના ધબકાર?, સંગીતપ્રેમી Nitin Gadkari એ શું કહ્યું?

Amreli plane crash: અમેરલીમાં વિમાન ક્રેશ, પાયલટનું મોત

Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!

DAHOD: સોલાર પ્લાન્ટમાં આગ, 400 કરોડના નુકસાનનો અંદાજ, આગ લાગવાનું શું છે કારણ?

Gold Price: સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર, અમદાવાદમાં કેટલો?

Related Posts

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ
  • June 19, 2026

NCERT Dancing Girl Controversy: ૪,૫૦૦ વર્ષ જૂની સિંધુ ખીણ સભ્યતાની કાંસ્ય મૂર્તિ ‘ડાન્સિંગ ગર્લ’ ને NCERT દ્વારા પહેલા ઢાંકવી અને પછી લોકોના આક્રોશ બાદ તેને પાછી લાવવી, તે માત્ર એક…

Continue reading
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 3 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 6 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 11 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 8 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 18 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!