
- ટ્રેનમાં મુસાફરો અસુરક્ષિત
- સરકાર પાસે ન્યાયની માંગણી
Tikamgarh: ટ્રેનમાં એક 50 વર્ષિય મજૂરને બીડી પીતા જોઈને GRP પોલીસે ગુસ્સે થઈ ખૂબ માર માર્યો હતો. એવો આરોપ છે કે આ મારપીટના થોડા સમય પછી મજૂર તેના પુત્રની સામે જ મોતને ભેટ્યો હતો. હદ તો એ હતી કે જ્યારે મજૂર બેભાન પડી ગયો હતો, ત્યારે GRP જવાન પાછા આવી મજૂરના દીકરાને ધમકી આપી કહ્યું હતુ કે મેં તેને ફક્ત એક લાફો માર્યો છે. આ આખો મામલો 21 એપ્રિલના ગોંડવાના એક્સપ્રેસનો છે. મજૂરના પુત્રનો આરોપ છે કે મથુરા પોલીસે પણ તેની મદદ કરી નથી.
જવાન માર મારતો મારતો સ્લીપર કોચમાં લઈ ગયો
માહિતી અનુસાર, 21 એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના ટીકમગઢના પાલેરા શહેરના રહેવાસી રામદયાલ અહિરવાર ગોંડવાના એક્સપ્રેસના જનરલ ડબ્બામાં લલિતપુર સ્ટેશનથી તેમના પુત્ર સાથે દિલ્હી જવા નીકળ્યા હતા. રામદયાળના દીકરાના કહેવા મુજબ, રાત્રે 2 થી 2:30 વાગ્યાની વચ્ચે તેના પિતા પોતાની સીટ પરથી ઉભા થયા અને બાથરૂમમાં ગયા અને પછી ગેટ પર ઉભા રહીને બીડી સળગાવી પીતા હતા. તે વખતે કોચમાં તૈનાત GRP જવાન આઝાદે તેમને પકડી સખત માર માર્યો હતો. જેથી રામદયાળ પોતાના પુત્રની સામે જ બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા. પુત્રએ પિતાને વચ્ચે પડી છોડાવ્યા હતા. જો કે પોલીસે પિતાને ખૂબ માર માર્યો હતો. જેથી મોમાંથી ફીણ પણ આવી ગયું હતુ. રામદયાળના દીકરાનું કહેવું છે પોલીસે માર મારતાં મારા પિતાની હાલત ગંભીર થઈ ગઈ હતી. જેથી તે ઢળી પડ્યા હતા. તપાસ કરતાં તે મોતને ભેટ્યા હતા.
મથુરા પોલીસે સહયોગ ન આપ્યો
ट्रेन के जनरल कोच की गेट पर बैठ रामदयाल ने बीड़ी सुलगा ली, जिसके बाद ट्रेन में मौजूद पुलिसकर्मियों ने इन्हें इतना मारा कि मौत हो गई. 50 वर्षीय रामदयाल मजदूर थे, ये टीमकगढ़ से दिल्ली मजदूरी करने जा रहे थे. pic.twitter.com/DzOiLOQ1GX
— Priya singh (@priyarajputlive) April 24, 2025
રામદયાળના દીકરાનું કહેવું છે કે આ દરમિયાન તે જ GRP જવાન આઝાદ અને તેની સાથેનો બીજો જવાન ત્યાં આવ્યો અને કહ્યું કે ફક્ત એક જ થપ્પડ મારી છે. બીજું કશું કર્યું નથી. આ પછી, જ્યારે ટ્રેન મથુરા સ્ટેશન પર ઉભી રહી, ત્યારે મેં મારા પિતાના મૃતદેહને ત્યાં નીચે ઉતાર્યો હતો અને GRP પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર હતી. પરિયાદ બાદ પણ આઝાદે મૃતક રામદયાળના પુત્રને ધમકીઓ આપી હતી. પુત્રનો આરોપ છે કે મથુરા પોલીસે પણ સહયોગ આપ્યો ન હતો. પોસ્ટમોર્ટમ પછી, તે તેના પિતાના મૃતદેહને તેના ગામ રામનગર લાવ્યો અને તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. રામદયાળના પુત્રએ કહ્યું કે મારા પિતાનું મૃત્યુ GRP પોલીસના મારથી થયું છે, સરકારે મને ન્યાય આપવો જોઈએ.
આ પણ વાંચોઃ
Kuber Boat: ત્રાસવાદમાં શહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ, જુઓ VIDEO
PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!
ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: સંજય રાઉત
Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક