
Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.
ભાવનગરમાં આભ ફાટ્યું
આજે ભાવનગરના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો જેમાં પાલીતાણા, મહુઆ અને વલ્લભીપુર જેવા વિસ્તારો ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયા છે. જાણકારી મુજબ ભાવનગરમાં માત્ર 4 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્તથઈ ગયું છે.
મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા
મહુવામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ઘરકાવ થયા છે ત્યારે અહીં વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
Hitesh Shiyal નામના યુવકે વીડિયો વાયરલ કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેમના ગામના 30 બાળકો એક મકાનમાં ફસાયા છે. જેથી તેમણે હર્ષ સંઘવી, ભાવનગર કલેક્ટર, ભાવનગર DDO ને ટેગ કરીને તાત્કાલિક મદદ કરવા વિનંતી કરી છે.
મારા ગામ ના 30 બાળકો એક મકાન માં ફસાયેલ છે,@Collectorbhav @BhavnagarDdo @sanghaviharsh @Bhupendrapbjp
તાત્કાલિક મદદ કરવા વિનંતી છે🙏🙏🙏🥺😳 pic.twitter.com/PrsEXQcOfF
— Hitesh Shiyal (@Hits136) June 16, 2025
પૂર માં ફસાયેલ વિદ્યાર્થી ઓ નું રેસ્કયું કરીને સુરક્ષિત જગ્યા પર લઈ ગયેલ છે,
મહુવા પ્રસાશન અને @SPBhavnagar નો ખુબ ખુબ આભાર…🙏@MananDaniBJP https://t.co/DiU36YMGHr pic.twitter.com/vKOeeVg8rn
— Hitesh Shiyal (@Hits136) June 16, 2025
કોઝ વેની રેલિંગ ધોવાઈ
ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી ત્યારે બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝ વેની રેલિંગ ધોવાઈ ગઇ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો:
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ
Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે










