Ahmedabad: લલ્લા બિહારીની પૂછપરછમાં 8 એજન્ટના નામ ખૂલ્યા!, પોલીસની વધુ તપાસ

Ahmedabad: પહેલગામ હુમલો થયો ત્યારથી ગેરકાયદેસર રહેતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ચંડોળામાં પણ મોટી વસાહતો તોડી પાડવામાં આવી છે. ચંડોળામાં ગેરકાદેસર બાંગ્લદેશીઓ રહેતાં હોવાનું સામે આવતાં જ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ આ બાંગ્લાદેશીઓને શરણ આપનાર શખ્સ લલ્લા બિહારી અને તેના પુત્ર વિરુધ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. લલ્લુ બિહારી ચંડોળા તળાવની આસપાસની જમીન પર કબજો જમાવીને તેને ભાડે આપીને કાળી કમાણી કરતો હતો.

ઉલ્લેખનીય છે કે લલ્લા બિહારી ચંડોળામાં દબાણો હટાવવાની કામગીરી થાય તે પહેલા જ ફરાર થઈ ગયો હતો. તેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસ રાજસ્થાનથી દબોચી લઈ અમદાવાદ લાવી હતી.

બાંગ્લાદેશી ઘૂસણખોરોને મદદ કરવાના કેસમાં મુખ્ય આરોપી લલ્લુ બિહારીને ઝડપી કોર્ટમાં રજૂ કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીના 14 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે લલ્લુ બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન લલ્લાએ 8 જેટલા એજન્ટના નામનો ખુલાસો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસા બાંગ્લાદેશથી ગુજરાતના અમદાવાદમાં ચંડોળા તળાવ સુધી પહોંચાડનારા 8 જેટલા એજન્ટોની માહિતી લલ્લાએ ક્રાઇમ બ્રાન્ચને આપી હતી. હવે પોલીસે આ 8 એજન્ટને પકડી પાડવા માટે કમર કસી છે.

ગુજરાતના લોકોની પણ સંડોવણી

સૂત્રોના જણાવ્યા અનુસાર લલ્લાએ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે કુલ 8 જેટલા એંજન્ટો બાંગ્લાદેશથી લોકોને અહીં અમદાવાદ સુધી પહોંચાડતા હતા અને લલ્લા તેમના માટે ચંડોળા તળાવ વિસ્તારમાં રહેવાની વ્યવસ્થા કરી આપતો હતો તેમજ જરૂરી દસ્તાવેજો પણ કાઢાવી આપતો. લલ્લાએ એમ પણ જણાવ્યું હતું કે કુલ 8 એજન્ટોમાંથી બે એજન્ટ બાંગ્લાદેસના, બે પશ્ચિમ બંગાળના તેમજ અન્ય ચાર ગુજરાતના હોવાનું કહ્યું છે. જો કે આ એજન્ટો કોણ છે તે સામે આવ્યું નથી.

લલ્લા બિહારી મૂળ ઉત્તર પ્રદેશનો

લલ્લા બિહારી મૂળ ઉત્તર પ્રદેશના ભરગૈનનો છે.  ભરગૈનના લોકોએ જણાવ્યું હતુ કે લલ્લા બિહારીનું સાચું નામ મોહમ્મદ અખ્તર છે. ગરીબીથી પરેશાન, લલ્લા 1984માં મજૂરી કરવા ગુજરાત ગયો હતો. ત્યાં તેણે ધીમે ધીમે ચંડોલાની જમીન પર ગેરકાયદેસર કબજો કરવાનું શરૂ કર્યું. થોડા જ વર્ષોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતુ.

 

લલ્લા બિહારી પર આરોપો

ગેરકાયદેસર ઘૂસણખોરીનું નેટવર્ક

લલ્લા બિહારી પર આરોપ છે કે તે બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરાવવાનું એક મોટું નેટવર્ક ચલાવતો હતો. તે આ ઘૂસણખોરોને ભારતીય નાગરિકત્વ આપવા માટે બોગસ દસ્તાવેજો તૈયાર કરાવતો હતો.

બોગસ દસ્તાવેજોની ગેરરીતિ

તે સ્થાનિક નેતાઓના લેટરપેડનો ઉપયોગ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે નકલી ઓળખપત્રો અને અન્ય દસ્તાવેજો બનાવતો હતો. આ દસ્તાવેજોનો ઉપયોગ ઘૂસણખોરોને ભારતમાં સ્થાયી થવામાં મદદ કરવા માટે થતો હતો.

ગેરકાયદેસર બાંધકામ અને વીજ કનેક્શન
અમદાવાદના ચંડોલા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી પર ગેરકાયદેસર બાંધકામો કરાવવાનો અને ગેરકાયદેસર વીજ કનેક્શન આપવાનો આરોપ છે. આ પ્રવૃત્તિઓ તેના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં થતી હતી.

દેશવિરોધી પ્રવૃત્તિઓ

સ્થાનિક નેતાઓની છત્રછાયા હેઠળ લલ્લા બિહારી દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનો આરોપ છે. તેનું નેટવર્ક ચંડોલા તળાવ વિસ્તારમાં “મિની બાંગ્લાદેશ” તરીકે ઓળખાતું હતું, જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી.

ગુનાહિત પ્રવૃત્તિઓનું સામ્રાજ્ય

લલ્લા બિહારીએ ચંડોલા તળાવ વિસ્તારમાં એક મોટું ગુનાહિત સામ્રાજ્ય ઉભું કર્યું હતું, જેમાં તે “બાદશાહ” તરીકે ઓળખાતો હતો. તેને ચાર પત્નીઓ હોવાનું અને અલગ-અલગ ઘરોમાં રોકડ રૂપિયા, રૂપિયા ગણવાનું મશીન અને મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જણાવાયું છે. તે મહિલાઓ સાથે વેશ્યાવૃતિ પણ કરતાવતો હતો.

લાંચ અને નેતાઓ-અધિકારીઓ સાથે સંબંધ

લલ્લા બિહારીના કેસમાં સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તે નેતાઓની ભલામણો દ્વારા ઘૂસણખોરોને લાભ આપતો હતો, અને આ મામલે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચોઃ

શિવાનંદ બાબાનું 128 વર્ષની વયે અવસાન, પદ્મશ્રી મેળવનારા દેશના સૌથી વૃદ્ધ વ્યક્તિ! | Shivanand baba

US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ

રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાની રેન્જર ઝડપાયો, જાસૂસી કરતો હોવાના આરોપ | Rajasthan

Gujarat ના હવામાનમાં પલટો, બનાસકાંઠા, મહિસાગરમાં વરસાદ

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

 

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 9 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 3 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 7 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 10 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 24 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 8 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત