Gondal: ગણેશ જાડેજા સામે હત્યાનો આરોપ, તેના પિતા સામે બીજો હત્યાનો આરોપ

Gondal: રાજકોટના ગોંડલમાં થયેલી રાજકુમાર ઝાટની હત્યા કેસ ખૂબ પેચીદો બની રહ્યો છે. રાજકુમારનો પરિવાર ન્યાની ઝંખના કરી રહ્યો છે. મૃતકની બહેને ગણેશ જાડેજા અને તેના પિતા જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા છે. આ આરોપ બાદ x પર આજે પણ #JusticeForRajkumar ટ્રેડ થઈ રહ્યું છે.

મૃતક રાજકુમાર ઝાટની બહેને પૂર્વ ધારસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ જાડેજાએ મારા ભાઈની હત્યા કરી હોવાનું જણાવી રહી છે. જ્યારે પોલીસ સમગ્ર મામલાને અકસ્માતમાં ખપાવી રહી છે. પરિવાર સતત હત્યાનો આરોપ લગાવી રહ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે જયરાજસિંહના ઘરના સીસીટીવી ફૂટેજ લીધા છે. તે પણ નકલી બનાવ્યા છે. પિતાએ કહ્યું કે તેના ઘરની બહારના સીસીટીવી તપાસો તો સચ્ચાઈ બહાર આવશે.

મૃતકની બહેન પૂજા જાટે શું કહ્યું?

મૃતક રાજકુમાર જાટની બહેન પૂજા જાટે વીડિયોમાં દેશના તમામ નાગરિકોને નિવેદન કરતા જણાવ્યું હતું કે, મારા ભાઈની ગોંડલ શહેરમાં નિર્મમતાથી હત્યા કરવામાં આવી છે. આ હત્યા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ જ કરી છે. અમે FIR કરવાની ટ્રાય કરી પણ અમારી માંગ કોઈ સાંભળતું જ નથી. ત્યારબાદ અમે હાઈકોર્ટ જવાનો નિર્ણય લીધો છે.

રાજકુમાર જાટ મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ઝબરકિયા ગામનો રહેવાસી હતો. પરંતુ તે પરિવાર સાથે ગોંડલમાં રહેતો કરતો હતો. તે ગોંડલના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો હતો અને UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતા, રતનલાલ જાટ, પાઉંભાજીનો ધંધો કરે છે.

2 માર્ચે રાજકુમાર જાટ સાથે શું થયું?

2 માર્ચ, 2025ના રોજ, રાજકુમાર અને તેના પિતા બાઇક પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થતી વખતે ગણેશ જાડેજા (જયરાજસિંહના પુત્ર) અને 7-10 અન્ય લોકોએ રાજકુમારને માર માર્યો હોવાનો આરોપ રતનલાલે લગાવ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસથી રાજકુમાર જાટ ગુમ થઈ ગયો હતો. પરિવારે ઘણી શોધખોળ હાથ ધરી પણ મળી આવ્યો ન હતો. જેથી પરિવારે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ તપાસમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતુ કે તેનું મૃત્યુ અકસ્માતમાં થયું છે. જોકે પરિવાર સતત હત્યાનો આરોપ લગાવી રહ્યો છે.

પૂર્વ ધારાસભ્ય પર બે હત્યાનો આરોપ

ગોંડલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો જબરદસ્ત પ્રભાવ છે. જયરાજસિંહ પર અગાઉ પણ હત્યાનો કેસ નોંધાયો હતો. પુત્ર ગણેશ જાડેજા પણ અપરાધિક ગુનોઓ ધરાવે છે. જયરાજસિંહ પર બે ત્યાના આરોપ લાગ્યા છે.

એક કેસમાં તો હાઈકોર્ટે તેમને આજીવન કેદની સજા પણ ફટકારી છે. જોકે હાલમાં સુપ્રીમ કોર્ટે તે સજા પર રોક લગાવી દીધી છે. પરંતુ તેઓ દોષિત હોવાથી ચૂંટણી લડી શક્યા નથી. તેથી તેમના સ્થાને તેમણે તેમની પત્ની ગીતા બા જાડેજાને તે જ વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ અપાવી. ગીતા બા જાડેજા છેલ્લા બે વખતથી તે વિસ્તારના ધારાસભ્ય છે. જયરાજસિંહ અને ગીતાના પુત્ર ગણેશ જાડેજા પર દલિત યુવકને માર મારવાનો આરોપ હતો, જેના કારણે તેમને જેલમાં જવું પડ્યું હતું. હાલમાં તે જામીન પર બહાર છે. જોકે હવે પિતા-પુત્ર રાજકુમાર જાટના હત્યા કેસમાં ફસાયા છે.

 પણ વાંચોઃ

Punjab: પંજાબ પોલીસે 2 પાકિસ્તાની જાસૂસને દબોચ્યા, સેના છાવણીઓ અને એરબેઝના ફોટા મોકલતાં

શિવાનંદ બાબાનું 128 વર્ષની વયે અવસાન, પદ્મશ્રી મેળવનારા દેશના સૌથી વૃદ્ધ વ્યક્તિ! | Shivanand baba

US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ

રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાની રેન્જર ઝડપાયો, જાસૂસી કરતો હોવાના આરોપ | Rajasthan

Gujarat ના હવામાનમાં પલટો, બનાસકાંઠા, મહિસાગરમાં વરસાદ

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

 

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 6 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 7 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 7 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 5 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?