Gandhinagar: કામધેનુ યુનિવર્સિટી ફરી વિવાદમાંઃ સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટા છબરડાનો આક્ષેપ

  • Gujarat
  • December 28, 2024
  • 0 Comments

દરેક વખતે વિવાદોમાં રહેતી ગાંધીનગર સ્થિત કામધેનુ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી ગેરરીતિ અને મોટો છબરડો થયાના સનસનીખેજ આક્ષેપ કર્યા છે. તેમણે એક આરોપ લગાવ્યો છે. કે વર્ષ 2021માં પૂછાયું પેપર બેઠું 2024માં પૂછી લેવામાં આવ્યું છે.

આજથી 9 મહિના પહેલા એટલે કે 12/03/2024 એ કામધેનુ યુનિ. દ્વારા અલગ અલગ સંવર્ગની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત 15/03/2024 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. જેમાં એક “સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ વર્ગ 3. (ફિશરિઝ)ની પરિક્ષા આજથી થોડા સમય પહેલા પરીક્ષા લેવામાં આવી અને સેંકડો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે કામધેનું યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજો હિંમતનગર, વેરાવળ, નવસારીમાં આવેલી છે.

ચોંકાવનારી વાત એ છે કે આ પરીક્ષામાં 200 માર્કસનું MCQ પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યું હતુ. “આ જ પ્રશ્નપત્ર પહેલાથી એટલે 2021થી એક સોશિયલ મીડિયા વેબ બ્લોગ પોસ્ટ ઉપર ઉપલબ્ધ હતું. આજ પેપર સીધુ 2024માં પૂછવામાં આવ્યું હતુ. ” વધુ ગજબ વાત એ છે કે આ “બ્લોગ” ફિશરીઝનાં એક પ્રોફેસર દ્વારા હિંમતનગરથી જ ચલાવવામાં આવે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હમણાં થોડા દિવસો પહેલા જ મેરીટ યાદી પણ આવી અને જે વ્યક્તિ મેરીટમાં પહેલા ક્રમાંકે છે તે પણ હિંમતનગરથી છે. જેથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

Related Posts

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ
  • June 25, 2026

Adulterated Fennel Scam Unjha: ગુજરાતના રસોડામાં સ્વાદ વધારવા માટે વપરાતી વરિયાળી હવે કેટલી સુરક્ષિત છે? મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાંથી સામે આવેલું નકલી વરિયાળીનું કૌભાંડ સાબિત કરે છે કે, આપણે જે…

Continue reading
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો
  • June 25, 2026

Nutrition Scheme Scam: અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામીણ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સરકારની કલ્યાણકારી યોજનાઓની પોલ ખોલી નાખી છે. સાકરિયા ગામ પાસેથી પસાર થતા એક પિકઅપ ડાલાને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

  • June 25, 2026
  • 4 views
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 7 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

  • June 25, 2026
  • 5 views
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 8 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 9 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?

  • June 25, 2026
  • 16 views
India Anti-Defection Law: સંસદ કે પક્ષનું પાંજરું? પક્ષપલટા વિરોધી કાયદો લોકશાહી માટે કેમ શાપરૂપ છે?