પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

  • India
  • May 8, 2025
  • 4 Comments

India: ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતના કેટલાક વિસ્તારોમાં હુમલા કર્યા હતા. જેમાં નિર્દોષ લોકોના મોત થયા છે. ત્યારે આ બદલો લેવા હવે ભારતે ગુરુવારે પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાનનું એર ડિફેન્સ ઉડાવી દેવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલયે આજે લેવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયની આ પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હાજર રહ્યા હતા. કર્નલ સોફિયાએ જણાવ્યું હતું કે ગુરુવારે ભારતના સરહદી રાજ્યોમાં અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓમાં ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા નથી. જ્યારે પાકિસ્તાને 7-8 મેના રોજ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લક્ષ્યો પર ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની સામે ભારતીય સેનાએ કાર્યવાહી કરી પાકિસ્તાનના લાહોરમાં એક હવાઈ એર ડિપેન્સને નષ્ટ કરી નાખ્યું છે.

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા પર સતત ગોળીબાર કરી રહ્યું છે. જેમાં 15 લોકોના મોત થયા છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે તેનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. અમે પાકિસ્તાનની રડાર સિસ્ટમને નિશાન બનાવી છે. લાહોરની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ થયો છે.

પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓનો બચાવ કરે છે

વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાને આતંકવાદી સંગઠનો સાથેના તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે. તેમની છબી આતંકવાદી સમર્થકની છે. પાકિસ્તાન પહેલગામ હુમલાની તપાસની માંગ કરી રહ્યું છે, આપણે બધા પાકિસ્તાનનો ઇતિહાસ જાણીએ છીએ. અમે આતંકવાદી હુમલાઓની તપાસના તમામ પુરાવા પહેલાથી જ પૂરા પાડી દીધા છે. અમે મુંબઈ, પુલવામા અને પઠાણકોટ હુમલા અંગે પુરાવા પણ આપ્યા હતા, પરંતુ પાકિસ્તાને કોઈ પગલા લીધા નથી. પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓનો બચાવ કરે છે.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે 7 મેના રોજ ફક્ત આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમે કોઈપણ લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા નથી. પાકિસ્તાને ભારતના પૂંછમાં શીખ ગુરુદ્વારા પર હુમલો કર્યો. શીખ સમુદાયના નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. આમાં ત્રણ લોકોના મોત થયા હતા. અમે આની નિંદા કરીએ છીએ. વિદેશ સચિવે કહ્યું કે વૈશ્વિક આતંકવાદના કેન્દ્ર તરીકે પાકિસ્તાનની પ્રતિષ્ઠા અસંખ્ય કિસ્સાઓમાં મૂળ ધરાવે છે. મારે યાદ કરાવવાની જરૂર નથી કે ઓસામા બિન લાદેન ક્યાં મળી આવ્યો હતો અને કોણે તેને માર્યો હતો. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં યુએન દ્વારા નિયુક્ત આતંકવાદીઓ અને ઘણા દેશો દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓ પણ રહે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને મારી નાખ્યો હતો.

પાકિસ્તાનના જન્મ સાથે જ જૂઠાણા શરૂ થઈ ગયા

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે ભારતે તણાવ વધાર્યો નથી પરંતુ જવાબ આપ્યો છે. દરેક ધર્મના લોકોએ પાકિસ્તાનની નિંદા કરી છે. ભારત છ દાયકાથી સિંધુ જળ સંધિનું સન્માન કરે છે. આટલા તણાવ વચ્ચે પણ અમે ધીરજ અને સહિષ્ણુતા સાથે સંધિ જાળવી રાખી છે. જ્યારે પાકિસ્તાન દરેક કરારના માર્ગમાં અવરોધ રહ્યું છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિમાં ક્યારેય સહયોગ આપ્યો નથી. દરેક દુરાચાર માટે પાકિસ્તાન પોતે જવાબદાર રહેશે. પાકિસ્તાન દુષ્ટપ્રચાર ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન જન્મથી જૂઠ્ઠું બોલે છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ પણ ખોટું બોલે છે. બાદમાં તેમને અપમાનનો સામનો કરવો પડે છે.

પાકિસ્તાન આતંકીઓને રાજકીય સન્માન આપી રહી છે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે તે વિચિત્ર છે કે પાકિસ્તાનમાં મોતને ભેટેલા આતંકવાદીઓ હોવા છતાં અંતિમ સંસ્કાર વખતે તેમના દેહને રાષ્ટ્રીય ધ્વજમાં લપેટીને કરવામાં આવી રહ્યા છે અને તેમને રાજ્ય સન્માન આપવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આપવાની પ્રથા હોઈ શકે છે, પરંતુ તેનો આપણા માટે કોઈ ખાસ અર્થ નથી.

આ પણ વાંચોઃ

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ

Harsh Sanghvi: ગુજરાતની ભાજપ સરકાર ખેલાડીઓને નોકરીઓ કેમ આપતી નથી?

Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?

 

 

Related Posts

Anti Caste Literature Review: અજ્ઞાત X પોસ્ટ બાદ PMOની કાર્યવાહી, કેન્દ્રીય યુનિવર્સિટીઓના જાતિ-વિરોધી અભ્યાસક્રમો પર ઉઠ્યા સવાલ
  • October 1, 2026

Anti Caste Literature Review: પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના સંદર્ભ બાદ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગે અનેક કેન્દ્રીય યુનિવર્સિટીઓ પાસેથી જાતિ-વિરોધી વિચારધારા સાથે જોડાયેલા અભ્યાસક્રમો અંગે માહિતી અને ટિપ્પણીઓ માગી છે. આ…

Continue reading
Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ
  • September 30, 2026

Ken Betwa Project Protest: મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં કેન-બેતવા નદી જોડાણ પરિયોજના અને તેની સાથે જોડાયેલા મઝગાંય તથા રૂંજ બંધોથી અસરગ્રસ્ત પરિવારોનું આંદોલન 27 સપ્ટેમ્બરે 16મા દિવસે પણ ચાલુ રહ્યું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Goldy Brar FBI Most Wanted: અમેરિકાની FBIની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં ગોલ્ડી બરાર, માહિતી આપનારને 10 લાખ ડૉલર સુધીનું ઈનામ

  • October 1, 2026
  • 4 views
Goldy Brar FBI Most Wanted: અમેરિકાની FBIની ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં ગોલ્ડી બરાર, માહિતી આપનારને 10 લાખ ડૉલર સુધીનું ઈનામ

Anti Caste Literature Review: અજ્ઞાત X પોસ્ટ બાદ PMOની કાર્યવાહી, કેન્દ્રીય યુનિવર્સિટીઓના જાતિ-વિરોધી અભ્યાસક્રમો પર ઉઠ્યા સવાલ

  • October 1, 2026
  • 14 views
Anti Caste Literature Review: અજ્ઞાત X પોસ્ટ બાદ PMOની કાર્યવાહી, કેન્દ્રીય યુનિવર્સિટીઓના જાતિ-વિરોધી અભ્યાસક્રમો પર ઉઠ્યા સવાલ

Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

  • September 30, 2026
  • 15 views
Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

  • September 30, 2026
  • 6 views
Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

  • September 30, 2026
  • 8 views
Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

  • September 30, 2026
  • 15 views
SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ