Bhavnagar: મિલકતની તકરારમાં યુવકનો જીવ ગયો, જાહેરમાં છરી વડે રહેંસી નાખ્યો

Bhavnagar Murder Case: એક બાજુ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે બીજી બાજુ ગુજરાતમાં અપરાધિક ઘટનાઓ વધી રહી છે. ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જમીન વિવાદમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. મજૂરી કામ કરતા વિશાલ વાજા નામના યુવકને કેટલાક શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી.

છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે આડેધડ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં વિશાલને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતકની બહેને જણાવ્યા પ્રમાણે જમીન વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી છે.

પોલીસ શું કહ્યું?

ઘોઘા રોડ પોલીસે કહ્યું હતુ કે બુદ્ધ દેવ સર્કલ પાસે વિશાલ અને રવિ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેમાં રવિએ વિશાલ વાજા પર છરી વડે હુમલો કર્યો હતો. વિશાલને હોસ્પિટલમાં ખસેડતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આ ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી રવિની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા અન્ય શખ્સોની પણ તપાસ હાથ ધરી છે. ઘટના બાદ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

અહીં ગુજરાતની એક કહેવત લાગુ પડે છે કે’ જર, જમીન અને જોરુ કજિયાના છોરુ’. માટા ભાગે અપરાધિક ઘટનાઓમાં આ ત્રણ વસ્તુઓ વધુ જવાબદાર હોય છે. કોઈને કોઈ બનાવ આ ત્રણ પાસાઓ સાથે જોડાયેલા હોય છે. ત્યારે ભાવનગરમાં પણ આ કહેવત લાગુ પડી છે. અહીં જમીન-મિલકત માટે યુવકની હત્યા કરી હોવાનું મૃતકની બહેને આપક્ષેપ કર્યા છે.

આ પણ વાંચોઃ

Ajay Rai: રાફેલ પ્લેનની મજાક ઉડારનાર અજય રાય સામે કેસ, લીંબૂ-મરચા લટકાવ્યા હતા, પાકિસ્તાનમાં જોવાયો હતો વીડિયો

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

Related Posts

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.
  • March 25, 2026

■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ…

Continue reading
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 3 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 12 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 4 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 7 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 4 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 7 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો