Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

Vadodara: હરણી બોટકાંડ પિડિતોનું સમર્થન કરનાર ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ કોર્પોર્ટર અરવિંદ પ્રજાપતિને પણ ભાજપમાંથી હાકી કાઢવામાં આવ્યા છે.  છેલ્લા લાંબા સમયથી પોતાના જ પક્ષ સામે બાંયો ચઢાવી હતી. ભાજપાએ આરોપ લગાવ્યો છે કે બંને પાર્ટી વિરુદ્ધ કામ કરી પાર્ટીની છબી બગાડી રહ્યા હતા.

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપા સામે પડનાર વોર્ડ નંબર 15 ના ભાજપા કાઉન્સિલર આશિષ જોષીને ભાજપામાંથી પ્રદેશ ભાજપાની સુચનાથી શહેર ભાજપા પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ બરતરફ કર્યા છે.

આશિષ જોષીએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે  સફાઇ બાબતે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યાના આરોપ લાગ્યા હતા. જેની સોશિયલ મિડિયામાં પણ પોસ્ટ મૂકી હતી.

સાથે સાથે તાજેતરમાં વડોદરામાં યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં તેમની ભૂમિકાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આશિષ જોશીએ કહ્યું હતુ કે ભલે પક્ષ મને ટીકીટ ન આપે પણ હું પિડિતો સાથે છું. તેમણે કહ્યું હતુ કે મેં બે મહિલાઓને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બોલવા કહ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે હું હરણી બોટકાંડના પિડિતો સાથે છું.

આશિષ જોશી પર આરોપ લાગ્યો હતો કે ચાલુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ શું બોલવાનું છે, તેની સ્ક્રિપ્ટ પણ આશિષ જોષીએ જ તૈયાર કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શું થયું હતુ?

જ્યારે મુખ્યુમંત્રીના કાર્યક્રમમાં  હરણી બોટકાંડમાં સંતાનો ગુમાવનાર બે મહિલાઓએ જાહેરમાં મુખ્યમંત્રીને  રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ બંનેને રોકી હતી અને કહ્યું હતુ કે સ્ત્રીઓ એજન્ડ સાથે આવી છે. આ વાતનો મુખ્યમંત્રીનો વીડિયો વાઈરલ  થઈ ગયો હતો. મુખ્યમંત્રીની ભારે ટીકા થઈ હતી. જેથી  ભૂપેન્દ્ર પટેલની દાદા અને મૃદુ અને મકક્મ મુખ્યમંત્રીની છાપ ભૂંસાઈ ગઈ છે. જેથી ભાજપમાં શિસ્તાનું પાલન કરતાં ન હોવાનું કહી આશિષ જોશીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આશિષ જોશી સાથે સાથે પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિને પણ શિસ્તભંગ બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. અરવિંદ પ્રજાપતિ પર આરોપ છે કે તેમણે વડાપ્રધાન મોદીના સિગારેટ પીતા ફોટા ઉસ્ટાગ્રમામાં મૂક્યા હોવાના આરોપ છે.

આ પણ વાંચોઃ

Bhavnagar: મિલકતની તકરારમાં યુવકનો જીવ ગયો, જાહેરમાં છરી વડે રહેંસી નાખ્યો

Ajay Rai: રાફેલ પ્લેનની મજાક ઉડારનાર અજય રાય સામે કેસ, લીંબૂ-મરચા લટકાવ્યા હતા, પાકિસ્તાનમાં જોવાયો હતો વીડિયો

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

  • Related Posts

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading
    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 3 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 5 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 10 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 6 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 8 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 9 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ