India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

  • India
  • May 9, 2025
  • 1 Comments

India Pak Conflict: પાકિસ્તાને (Pakistan) ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા અને ડ્રોન હુમલા કર્યા છે, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનને LOC પર ભારે નુકસાન થયું છે. તેવામાં જમ્મુ-કાશ્મીરના સાંબામાં પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી રહેલા 7 આતંકવાદીઓને BSF એ ઠાર માર્યા છે.

 ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 આતંકવાદીઓને BSFએ ઠાર માર્યા

જમ્મુ અને કાશ્મીરના સાંબામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ મોટી સફળતા મેળવી છે. ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 આતંકવાદીઓને BSFએ ઠાર માર્યા છે. ઘૂસણખોરીના આ નિષ્ફળ પ્રયાસનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 આતંકવાદીઓને ઠાર થતા જોવા મળી રહ્યા છે.

 પાકિસ્તાની સૈનિકોએ આજે આ વિસ્તારોમાં કર્યો હુમલો 

શુક્રવારે સવારે પાકિસ્તાની સૈનિકોએ કુપવાડા, અખનૂર અને ઉરી સહિત નિયંત્રણ રેખા (LOC) પર ફરી ગોળીબાર શરૂ કર્યો હતો. ગુરુવારે રાત્રે ભારતીય સેનાએ ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતના 15 શહેરોને નિશાન બનાવવાના પાકિસ્તાની સેનાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે મધ્યરાત્રિ પછી, ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અનેક પાકિસ્તાની સ્થળો સામે કાર્યવાહી શરૂ કરી. રાત્રે 8.30 વાગ્યાની આસપાસ શરૂ થયેલા પાકિસ્તાની હવાઈ હુમલાના ઘણા કલાકો પછી ભારતીય સેનાની જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીર લેહમાં શાળાઓ બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સાવચેતીના પગલા રૂપે જમ્મુ અને કાશ્મીરની બધી શાળાઓ આજે અને કાલે બંધ રહેશે.લેહમાં પણ આગામી બે દિવસ માટે શાળાઓ બંધ રાખવામાં આવી છે. લેહના ડેપ્યુટી કમિશનર સંતોષ સુખદેવાએ જણાવ્યું હતું કે, ‘વર્તમાન તણાવને ધ્યાનમાં રાખીને, લેહ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આગામી બે દિવસ માટે બંધ રહેશે.’

આ પણ વાંચોઃ

India Pakistan News: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને સાથી દેશો પાસેથી આર્થિક મદદની ભીખ માંગી ? પાકિસ્તાને આપ્યો આ જવાબ

India Big Attack On Pakistan:પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ, 30 મિસાઇલો અને 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ

Related Posts

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી
  • August 12, 2026

Rahul Gandhi: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 20 જુલાઈએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો વધુ ગરમાયો છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ સરકાર વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર ચર્ચા કરવા…

Continue reading
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ
  • August 12, 2026

Delhi Student Protest RTI: દિલ્હીમાં 20 જુલાઈએ વિદ્યાર્થીઓના પ્રસ્તાવિત સંસદ માર્ચ દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે. માહિતીના અધિકાર કાયદા (RTI) હેઠળ પ્રાપ્ત થયેલા જવાબોમાં દાવો કરવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 3 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 3 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 5 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 7 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 8 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા