ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station

 Railway station: કેન્દ્ર સરકાર ગુજરાતના 18 રેલવે સ્ટેશનની કાયાપલટ કરી છે. ગુજરાતમાં 160 કરોડના ખર્ચે તૈયાર થયેલા 18 રેલવે સ્ટેશનોનું આજે PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે. દેશભરના કુલ 103 રેલવે સ્ટેશનું વર્ચ્યુઅલી લોકાર્પણ થવાનું છે. સવારે લગભગ 11 વાગ્યે PM મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.

 103 રેલવે સ્ટેશનના નવીનીકરણમાં ગુજરાતના ડાકોર, કરમસદ, સામખિયાળી, લીંબડી, મોરબી, જામજોધપુર, જામવંથલી, હાપા, સિહોર, પાલિતાણા, રાજુલા, મહુવા, ઓખા, મીઠાપુર, ઉત્રાણ, કોસંબા, ડેરોલ અને કનાલુસ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. રુપિયા 160 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા આ સ્ટેશનો સૌંદર્ય શાસ્ત્ર, સુવિધા અને સંસ્કૃતિનું મિશ્રણ દર્શાવે છે. દરેક સ્ટેશન ગુજરાતની લોક કલા, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવે છે.

ડાકોરમાં કૃષ્ણભક્તિ પર સ્ટેશનની થીમ

યાત્રાધામ ડાકોર રેલવે સ્ટેશનની વાત કરીએ તો ડાકોરના પ્રસિદ્ધ રણછોડજી મંદિરને પ્રતિબિંબિત કરતી સ્થાપત્ય શૈલી, જેમાં ગુજરાતી કોતરકામ અને રંગોનો ઉપયોગ. અહીં આધુનિક વેઈટિંગ રૂમ, Wi-Fi, અને ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ. વિકલાંગો માટે રેમ્પ અને લિફ્ટની સિવાધા છે. CCTV કેમેરા અને ફાયર-ફાઈટિંગ સિસ્ટમની સુવિધા.
સાથે સાથે સોલર પેનલ્સ અને રેઈનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ.

કરમસદ રેલવે સ્ટેશન

PM Modi To Inaugurate 5 Redeveloped Railway Stations In Vadodara On May 22

સતત ચર્ચામાં રહેતા અને  ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ કરમસદ રેલવે સ્ટેશનની વાત કરીએ તો અહીં બિલ્ડિંગને સમકાલીન અને સૌંદર્યલક્ષી રીતે આકર્ષક માળખામાં ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. પ્રવેશદ્વાર પર એક વારસાથી પ્રેરિત મંડપ મુસાફરો માટે છાંયડાવાળી અને સ્વાગત જગ્યા પ્રદાન કરે છે.

પાલીતાણા રેલવે સ્ટેશન
 પાલીતાણાના જૈન મંદિરોની પ્રેરણાથી ડિઝાઈન, જેમાં શ્વેતાંબર અને દિગંબર જૈન કલાને પ્રદર્શિત કરતાં શિલ્પો તૈયાર કરાયા.  શત્રુંજય ડુંગરના પ્રવાસીઓ માટે ખાસ ટિકિટ કાઉન્ટર અને માહિતી કેન્દ્ર. શહેરના મુખ્ય ભાગો સાથે સ્ટેશનનું સીધું જોડાણ, રેમ્પ અને લિફ્ટની સુવિધા.
મોરબી સ્ટેશન
Virtual Inauguration Of Morbi Wankaner Railway Station Building By Pm On 26th
વર્ષ 1935માં બનેલા મોરબી રેલવે સ્ટેશનની વાત કરીએ તો આ સ્ટેશન લાંબા સમયથી શહેરની સ્થાપત્ય સુંદરતા અને ઔદ્યોગિક વારસાના પ્રતીક તરીકે ઉભું રહ્યું છે. વૈશ્વિક સ્તરે તેના ટાઇલ ઉત્પાદન ઉદ્યોગ માટે જાણીતું, હેરિટેજ-શૈલીની ટાઇલ્સ હવે વેઇટિંગ હોલ અને કોન્કોર્સને શણગારે છે.  મોરબી રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ. 9.98 કરોડના ખર્ચે પુનર્વિકાસ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણમાં આધુનિક સુવિધાઓ જેવી કે આધુનિક સ્ટેશન ઇમારત, આરામદાયી પ્રતીક્ષાલય, આધુનિક શૌચાલય, નવા પ્રવેશ અને નિર્ગમન દ્વાર, અને પ્રચંડ પાર્કિંગ વિસ્તારનો સમાવેશ થાય છે, જે મુસાફરોના પ્રવાસને વધુ સુગમ અને સુવિધાજનક બનાવશે.
લોકાર્પણનો લહાવો મળતાં મોદીએ શું લખ્યું હતુ?
PM મોદીએ x પર લખ્યું હતુ કે આવતીકાલનો દિવસ ભારતીય રેલ્વે માટે એક ઐતિહાસિક અને અવિસ્મરણીય દિવસ બનવાનો છે. રાજસ્થાનના બિકાનેરમાં સવારે લગભગ 11.30 વાગ્યે, મને અત્યાર સુધીમાં પુનઃવિકાસ કરાયેલા  100 થી વધુ અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવાનો લહાવો મળશે. આના કારણે દેશવાસીઓ માટે રેલ મુસાફરી સરળ બનવા જઈ રહી છે.

આ પણ વાંચો:

જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?

Bijnor: રુચિકા પ્રેમી શિવમને મળવા ગઈ પણ તે ક્યારેય ઘરે પાછી ન આવી!, પરિવારે શું કર્યો ખુલાસો!

હું ભાગેડુ નથી, PM ના કાર્યક્રમ માટે સંખ્યા ભેગી કરું છું, પુત્રોની ધરપકડ અને Bachu Khabad ને કાર્યક્રમની પડી?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?

પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan

Related Posts

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 6 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 19 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 6 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 11 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 23 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 33 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો