
Mock drill: ગુજરાતમાં ફરી મોકડ્રીલ યોજવા સરકાર જઈ રહી છે. મિડિયા અહેવાલો અનુસાર આવતીકાલે ગુજરાત સહિત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મોકડ્રીલ યોજાશે. સરકાર યુધ્ધમાં કેવી રીતે બચાવ કરો તે અંગે તાલિમ અપાવશે. આવતીકાલે(29, મે) સાંજે 5થી 8 કલાક દરમિયાન આયોજન કરાયું છે.
જો કે સવાલ એ થાય છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થઈ ગયું છે અને શાંતિનો માહોલ છે. વડાપ્રધાન મોદી પણ પાણીમાં બેસી ગયા છે. અને તેમણે કહ્યું છે કે આ યુધ્ધનો સમય નથી. તો અત્યારે મોકડ્રીલ કેમ?, શું લોકોનું અન્ય જગ્યાએથી ધ્યાન ભટકાવવ માગે છે?
આવતીકાલે ગુરુવારે સરહદી રાજ્ય ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી મોકડ્રીલ યોજવાની તૈયારી કરી છે.
આ પહેલાં 7 મે, 2025ના રોજ પણ ગુજરાતમાં 19 સ્થળોએ આવી મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ભુજ, જામનગર, ભાવનગર, કચ્છ, નર્મદા, અને નવસારી જેવા જિલ્લાઓનો સમાવેશ થયો હતો.
આ મોકડ્રીલ દરમિયાન સાયરન વગાડવામાં આવશે અને બ્લેકઆઉટ જેવી સ્થિતિનું અનુકરણ કરવામાં આવશે, જેમાં લોકોને લાઇટ બંધ કરવા અથવા ઢાંકવા અને મોબાઇલ ફોન/ફ્લેશલાઇટનો ઉપયોગ ટાળવા સૂચના આપવામાં આવશે.
આ પણ વાંચો:
Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!
Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા
Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા
Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર
Gujarat માં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, અમદાવાદમાં 17 નવા કેસ
Bihar: ઘોડો માનવીય ચાલબાજીમાં ફસાયો, હવે શું થશે?
Abortion Scam Bavla : દવાખાનામાં નહીં ગેસ્ટહાઉસમાં ગર્ભપાતનું કૌભાંડ, નર્સની ધરપકડ
સોનુ સૂદે બરફીલા પહાડમાં બાઇક ચલાવી ભૂલ કરી, હવે હિમાચલ પોલીસે કરી કાર્યવાહી | Sonu Sood









