Bihar: ઘોડો માનવીય ચાલબાજીમાં ફસાયો, હવે શું થશે?

  • India
  • May 27, 2025
  • 4 Comments

Bihar News: બિહારના બેતિયાહ જિલ્લાના નૌતન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે સામાન્ય લોકોથી લઈને પોલીસ વિભાગ સુધી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. હકીકતમાં અહીં પોલીસે દારૂની હેરાફેરીના આરોપસર કોઈ વ્યક્તિ નહીં પણ એક ઘોડાની ધરપકડ કરી છે.

તમને કેમ નવાઈ લાગે છે… પણ આ કેસ માત્ર અનોખો જ નથી પણ કાયદાની કામગીરી પર પણ પ્રશ્નો ઉભા કરે છે. આ ઘટના નૌતન બ્લોકના ડાબરિયા પંચાયત સ્થિત બૈરા પરસૌની ગામની છે.

જ્યાં એક બૂટલેગરે દારુની હેરાફેરી માટે કોઈ માણસ કે વાહનનો નહીં, પરંતુ ઘોડાનો ઉપયોગ કર્યો. પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી તે ઘોડાને મૂકી સ્થળ પરથી ભાગી ગયો, પરંતુ બિચારો ઘોડો માનવીય ચાલબાજીમાં ફસાઈ ગયો અને પોલીસના હાથે પકડાઈ ગયો.

દારૂના બોજ નીચે કચડાયેલો ‘અવાચક’

અહેવાલો અનુસાર પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે વિદેશી દારૂનો મોટો જથ્થો ઘોડા પર તેના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવી રહ્યો છે. માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરતા નૌતન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને જોતા જ બૂટલેગર ઘોડો છોડીને ભાગી ગયો હતો.

ઘોડાની પાછળ વિદેશી દારૂની ચાર પેટીઓ ભરેલી હતી. જેને પોલીસે તાત્કાલિક જપ્ત કરી લીધા હતા. હવે ઘોડાને નૌતન પોલીસ સ્ટેશનમાં ‘કેદ’ કરવામાં આવ્યો છે, જ્યારે સાચો ગુનેગાર પોલીસની પહોંચની બહાર છે.

ઘોડો માનવીય હોશિયારી સમજી શક્યો નહીં

આ ઘટના પર સ્થાનિક લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ મામલો હવે ચર્ચાનો વિષય બની ગયો છે. ગામમાં ચર્ચા ચાલી રહી છે અને દરેક જગ્યાએ એક જ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે… શું હવે મૂંગા પ્રાણીઓને માનવ લોભનું પરિણામ ભોગવવું પડશે?

આ ઘટનાએ એ પણ દર્શાવ્યું કે બૂટલેગરો દારુની હેરાફેરી કરવા નવા નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે. જેમાં હવે મૂંગા પ્રાણીઓનો ભોગ બની રહ્યા છે.

પોલીસે શું કહ્યું?

નૌતન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજેશ કુમારે આ કેસની પુષ્ટિ કરતા કહ્યું, “ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન ઘોડા પર દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. પોલીસને જોઈને બૂટલેગર ભાગી ગયો હતો. અમે સ્થળ પરથી વિદેશી દારૂની ચાર પેટી જપ્ત  કરી છે અને ઘોડાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.”

પોલીસ હવે તસ્કરની ઓળખ કરવા અને તેને ધરપકડ કરવા માટે સતત તપાસ કરી રહી છે. કેટલાક સૂત્રો માને છે કે આ દારુની હેરાફેરી સ્થાનિક નેટવર્કનો ભાગ હોઈ શકે છે, જે ભૂતકાળમાં પણ વિવિધ માધ્યમો દ્વારા દારૂનું પરિવહન કરતો રહ્યો છે.

મિડિયામાં ઘોડાની ધરપકડથી રમૂજ

આ ઘોડાની વિચિત્ર ધરપકડના સમાચાર ફેલાતાં જ સોશિયલ મીડિયા પર રમુજી પ્રતિક્રિયાઓનો પ્રવાહ શરૂ થઈ ગયો. કોઈએ કહ્યું, “હવે ઘોડા પણ જેલમાં જશે?” તો કોઈએ કહ્યું, “દાણચોર ચાલાક નીકળ્યો, શું ઘોડો હવે કોર્ટમાં જુબાની આપશે?”

કાયદાકીય નિષ્ણાતોના મતે પ્રાણીઓને ગુનેગાર ગણી શકાય નહીં. આવા કિસ્સાઓમાં પ્રાણીને પુરાવા તરીકે રાખી શકાય છે, પરંતુ વાસ્તવિક ગુનેગાર તે માનવી છે જેણે ગુનામાં પ્રાણીનો ઉપયોગ કર્યો હતો.

બિહારમાં દારૂબંધીના વધી રહેલા પ્રયોગો એક પડકાર

બિહારમાં દારૂબંધીનો કડક અમલ કરવાના પ્રયાસો છતાં દાણચોરોની ચાલાકી વહીવટ માટે પડકાર ઉભો કરતી રહે છે. પહેલા બાઇક, પછી કાર, પછી ઓટો, પછી બોટ – અને હવે ઘોડાઓનો ઉપયોગ દર્શાવે છે કે દારૂ માફિયા દરેક નવા પ્રતિબંધને ટાળવાનો માર્ગ શોધે છે.

આ પણ વાંચો:

Abortion Scam Bavla : દવાખાનામાં નહીં ગેસ્ટહાઉસમાં ગર્ભપાતનું કૌભાંડ, નર્સની ધરપકડ

સોનુ સૂદે બરફીલા પહાડમાં બાઇક ચલાવી ભૂલ કરી, હવે હિમાચલ પોલીસે કરી કાર્યવાહી | Sonu Sood

MP: ‘વીડિયો મારો નથી, કાર પણ વેચી દીધી…’, હાઇવે પર મહિલા સાથે સેક્સ માણનારા નેતાનું નિવેદન

MP: ‘વીડિયો મારો નથી, કાર પણ વેચી દીધી…’, હાઇવે પર મહિલા સાથે સેક્સ માણનારા નેતાનું નિવેદન

ભાજપા નેતાએ હાઈવે પર જ નગ્ન મહિલા સાથે શારીરિક સંબંધ બાધ્યા, પોલીસે શું કહ્યું? | Manohar Lal Dhakad

Rajkot: ધોરાજીમાં રોડ ઓળંગતી 21 વર્ષિય યુવતીને બોલેરોચાલકે કચડી નાખી

Amul દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દાણના ભાવમાં પણ ઘટાડો

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

જે પોતાની કાર જાતે ના ચલાવતાં હોય, એણે ટ્રેન ચલાવતાં શિખવાની શું જરૂર? | Dahod

Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ

ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!

 

 

Related Posts

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ
  • August 8, 2026

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની મંજૂરી સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી. જસ્ટિસ અમિત મહાજને કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો વારંવાર…

Continue reading
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા
  • August 8, 2026

Rampur SP Controversy: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અનિલ કુમાર સિંહ સિસોદિયા ગૌહત્યા સંબંધિત એક નિવેદનમાં કથિત રીતે અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ વિવાદોમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 4 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 5 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 8 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

  • August 8, 2026
  • 6 views
E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

  • August 8, 2026
  • 9 views
India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 9 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા