Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

  • Famous
  • May 27, 2025
  • 1 Comments

Hera Pheri 3, Paresh Rawal Reply: ભાજપાના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલના ‘હેરા ફેરી’ના ત્રીજા ભાગની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા હતા. થોડા સમય પહેલા જ્યારે ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ચાહકોના આનંદનો પાર રહ્યો ન હતો. પરંતુ જ્યારે પરેશ રાવલે ફિલ્મ છોડ્યાના સમાચાર આવ્યા ત્યારે બધાનું દિલ તૂટી ગયુ. જોકે વાત અહીં પૂરી ન થઈ.

ફિલ્મમાંથી અચાનક બહાર નીકળ્યા બાદ અક્ષય કુમારે તેમની સામે કેસ દાખલ કર્યો હતો. પરેશ રાવલ પર આરોપ મૂક્યો હતો કરોડો રુપિયા લઈ ફિલ્મ કરવાનો ઈન્કાર કર્યો, જો ફિલ્મમાં કામ ન કરવું હતુ તો હસ્તાક્ષર કેમ કર્યા, તેવા સવાલો અક્ષયે કર્યા હતા.

અક્ષયે પરેશ રાવલ પર કેસ કર્યો હતો

અક્ષય કુમારે ‘હેરા ફેરી 3’ અચાનક છોડી દેવા બદલ પરેશ રાવલ સામે 25 કરોડ રૂપિયાનો કેસ દાખલ કર્યો છે. આ ફિલ્મના અધિકારો અક્ષય પાસે છે અને પરેશના અચાનક ફિલ્મ છોડી દેવાથી તેને ઘણું નુકસાન થયું છે. જે બાદ અભિનેતાએ તેના સહ-અભિનેતા વિરુદ્ધ કેસ નોંધાવ્યો. જોકે, પરેશ રાવલે આ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

હવે પરેશ રાવલે અક્ષયને આપ્યો જવાબ

પરંતુ હવે લાંબા સમય પછી પરેશ રાવલે અક્ષયની કાનૂની નોટિસનો જવાબ આપ્યો છે. આ માહિતી ખુદ પરેશ રાવલે સોશિયલ મીડિયા પર આપી હતી. પરેશ રાવલે ટ્વિટર પર લખ્યું, ‘મારા વકીલ અમિત નાઈકે ફિલ્મમાંથી મારા બહાર નીકળવા અંગે યોગ્ય જવાબ મોકલ્યો છે. એકવાર તે મારો જવાબ વાંચી લેશે તો બધા પ્રશ્નો ઉકેલાઈ જશે.

દિગ્દર્શક પ્રિયદર્શને થોડા સમય પહેલા HT સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ અક્ષય કુમાર દ્વારા પરેશ રાવલ વિરુદ્ધ કેસ દાખલ કરવાના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપે છે, કારણ કે ફિલ્મમાંથી અચાનક બહાર નીકળવાથી અને પ્રોજેક્ટ બરબાદ થવાથી અક્ષયને ઘણું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે પરેશ રાવલે તેમને ફિલ્મ છોડવાની જાણ કરી ન હતી. અક્ષયે આ ફિલ્મમાં પોતાની મહેનતની કમાણીનું રોકાણ કર્યું છે અને આ જ કારણ હોઈ શકે છે કે તેણે પરેશ રાવલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

સર્જનાત્મક મતભેદોને કારણે પરેશે ‘હેરા ફેરી 3’ છોડી ન હતી

જ્યારે પરેશ રાવલના ‘હોરા ફેરી 3’ માંથી બહાર નીકળવાના સમાચાર આવ્યા, ત્યારે ઘણા કારણો આપવામાં આવ્યા. એક કારણ એ હતું કે નિર્માતાઓ સાથે સર્જનાત્મક મતભેદોને કારણે અભિનેતાએ ફિલ્મ છોડી દીધી હતી. જોકે, પરેશ રાવલે પોતે પોસ્ટ કરીને આ બાબતે પોતાનું મૌન તોડ્યું. તેમણે સર્જનાત્મક તફાવતોની વાતને નકારી કાઢી હતી.

પછી થોડા દિવસો પહેલા, લલ્લાન્ટોપ સાથેની વાતચીતમાં અભિનેતાએ ‘હેરા ફેરી’માં પોતાના પાત્ર બાબુ રાવ વિશે વાત કરતા કહ્યું કે તે આ પાત્રથી મુક્તિ ઇચ્છે છે. બાબુ રાવનું પાત્ર ભજવતા તેને ગૂંગળામણ થાય છે. તે જ સમયે કેટલાક અહેવાલો એવા પણ આવ્યા કે અભિનેતાએ તેની ફીને કારણે ફિલ્મ છોડી દીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે 15% વ્યાજ સાથે 11 લાખ રૂપિયાની પોતાની સાઇનિંગ રકમ પણ પરત કરી દીધી છે. હવે, ફિલ્મ છોડવા પાછળનું સાચું કારણ ફક્ત પરેશ રાવલ જ કહી શકે છે.

આ પણ વાંચો:

ભાજપા નેતાએ હાઈવે પર જ નગ્ન મહિલા સાથે શારીરિક સંબંધ બાધ્યા, પોલીસે શું કહ્યું? | Manohar Lal Dhakad

જે પોતાની કાર જાતે ના ચલાવતાં હોય, એણે ટ્રેન ચલાવતાં શિખવાની શું જરૂર? | Dahod

Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ

ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!

Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

બાંગ્લાદેશી યુવતીઓની ચીનમાં મોટાપાયે તસ્કરી, ચીને કહ્યું વિદેશી પત્નીઓ ન લાવો નહી તો…. | trafficking

Ahmedabad માં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો, PM મોદીના રોડ શોના રૂટ પર લગાવેલા બેનર અને મંડપ તૂટી પડ્યા

 

 

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

  • August 8, 2026
  • 4 views
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

  • August 8, 2026
  • 5 views
Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

  • August 8, 2026
  • 8 views
RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

  • August 8, 2026
  • 6 views
E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

  • August 8, 2026
  • 9 views
India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

  • August 8, 2026
  • 9 views
UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા