
ગુજરાતમાં ગુનાખોરીની પ્રવૃતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 30 ડિસેમ્બરની વહેલી સવારે કચ્છના માંડવીના ગોધરામાં એક 21 વર્ષીય યુવતીની તલવારના ઘા મારી બેરહેમીપૂર્વક હત્યા કરાઈ હતી. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી લીધી છે. યુવતીની હત્યા મામલે મોટો પર્દાફાશ થયો છે. યુવતીએ પ્રેમ સંબંધ ન રાખતાં આરોપીએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હાલ આરોપીને ધરપકડ કરાઈ છે.
આરોપીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો
મળતી જાણકારી અનુસાર સાગર સંધાર નામના આરોપીએ તલવારના ઘા મારી યુવતીની હત્યા કરી હતી. યુવતીની હત્યા કર્યા બાદ આરોપીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત પામેલા આરોપીની માંડવીની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ ધરપકડ કરી છે. મૃતક યુવતી સાથે યુવક લગ્ન કરવા માંગતો હતો. જો કે યુવતી પ્રેમસબંધ અને લગ્ન કરવાની ના પાડતાં યુવકે હત્યા કર્યાનું કબૂલ્યું છે.
વહેલી સવારે આપ્યો હતો હત્યાને અંજામ

કચ્છના માંડવી તાલુકાના ગોધરામાં દુર્ગાપુર રોડ પર 30 ડિસેમ્બરે વહેલી સવારે એક યુવતી નોકરી જવા માટે બસની રાહ જોઇ રહી હતી. આ દરમિયાન આરોપીએ બાઇક પર આવીને યુવતીની તલવારના ઘા મારી હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. બાદમાં આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી વિરુધ્ધ કડક કાર્યવાહી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.







