Odisha: દુષ્કર્મના આરોપીની હત્યા, મૃતદેહ બાળી દેવાયો, જંગલમાંથી હાડકાં અને રાખ મળી, પોલીસે શું કહ્યું?

  • India
  • June 10, 2025
  • 0 Comments

Odisha  Rape Accused Murder: ઓડિશાના ગજપતિ જિલ્લામાં 60 વર્ષીય બળાત્કારના આરોપીની હત્યા કરીને તેના શરીરને બાળી નાખવામાં આવ્યું હતું. આ મામલામાં  પોલીસે 8 મહિલાઓ અને 2 પુરુષો સહિત 10 લોકોની ધરપકડ કરી છે.

પોલીસે ગામથી લગભગ 2 કિમી દૂર જંગલ વિસ્તાર નજીક એક ટેકરી પરથી મૃતકના હાડકાં અને રાખ મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલી બધી મહિલાઓ જાતીય શોષણનો ભોગ બની હતી.

52 વર્ષીય વિધવા મહિલા પર બળાત્કાર થતાં રોષ

પોલીસે જણાવ્યું કે હત્યા કરાયેલી વ્યક્તિ લાંબા સમયથી મહિલાઓનું શોષણ કરી રહી હતી. 3 જૂનના રોજ તેણે 52 વર્ષીય વિધવા મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટના પ્રકાશમાં આવ્યા પછી મહિલાઓએ એક બેઠક યોજી અને આરોપીને મારી નાખવાનો નિર્ણય લીધો. પોલીસે જણાવ્યું કે બધી મહિલાઓ આરોપીના ઘરે ગઈ. તે સમયે તે સૂતો હતો. પછી તેઓએ તેના પર કુહાડીથી હુમલો કર્યો. હત્યા પછી મૃતદેહને જંગલમાં લઈ જઈને બાળી નાખવામાં આવ્યો. આ ઘટનામાં બે પુરુષોએ પણ મહિલાઓને મદદ કરી હતી.

મહિલાઓએ ક્યારેય ફરિયાદ નોંધાવી નથી: પોલીસ

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારથી તે મહિલાઓને નિશાન બનાવતો હતો. ધરપકડ કરાયેલી મહિલાઓએ જણાવ્યું હતું કે તેમનું જાતીય શોષણ થયું હતું. ગજપતિ એસપી જતીન્દ્ર કુમાર પાંડાએ જણાવ્યું હતું કે મહિલાઓએ ક્યારેય પોલીસ પાસે મદદ માંગી નથી કે મૃતક વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવી નથી.

પોલીસે જંગલમાંથી મળેલા હાડકાં અને રાખના નમૂનાઓ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે, જેથી મૃતદેહની ઓળખ અને મૃત્યુનું કારણ નક્કી કરી શકાય. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને તણાવની સ્થિતિ છે. પોલીસે આવેશમાં આવીને કાયદો હાથમાં લેવા સામે ચેતવણી આપી છે.

આ પણ વાંચો:

City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

US: લોસ એન્જલસ સળગ્યું, ટ્રમ્પે કમાન્ડો તૈનાત કરતાં સ્થિતિ વધુ વણસી, જાણો આખો વિવાદ

MP: 4 બાળકો 60 દિવસ હોસ્પિટલમાં રહ્યા, ડોક્ટરોએ કહ્યું જીવ બચાવવા સરળ ન હતુ!

ચૂંટણીપંચ હરિયાણા-મહારાષ્ટ્ર ચૂંટણીનો ડેટા ક્યારે આપશે?, રાહુલે 2009થી 2024 ચૂંટણીના ડેટા માંગ્યા | Rahul Gandhi

Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, જાણો સગીરાએ શું કહ્યું?

Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

kheda: મહુધા પાસેથી બે મિત્રોનું અપહરણ, ‘ચૂપચાપ બેસી રહેજો નહીં તો પતાવી દઈશું’, પછી શું થયું?

Raja Raghuvanshi Murder Case: કોણ છે રાજ કુશવાહા જેના માટે સોનમે પોતાના પતિનો જીવ લીધો

દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

Related Posts

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 9 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 10 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ