Dahej pollution: સરકારે કહ્યું- પ્રદૂષણના ભોગે વિકાસ નહીં, તો દહેજ સૌથી વધુ પ્રદૂષિત કેમ?

Dahej pollution: દહેજ ગુજરાતનો સૌથી વધુ પ્રદૂષણ વિસ્તાર બની ગયો છે. અહીં 2009 માં વચન આપવામા આવ્યું હતુ કે વિકાસ પ્રદુષણના ભોગે નહીં થાય. પરંતુ અહીં કેમિકલની એટલી બધી ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે કે, અહીં દરિયામાં ખુલ્લેઆમ કેમિકલ વાળું પાણી છોડવામાં આવી રહ્યું છે અહીં લાલ સમુદ્ર બની ગયો છે.

દહેજ ગુજરાતનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર બન્યો 

પ્રદુષણ મિશ્રિત પાણીના કારણે સુવા તથા અંભેટા ગામને ગંભીર અસર થઈ રહી છે. દહેજનાં જાગેશ્વર નજીક નર્મદા નદીમાં અને ખાડીમાં કેમિકલ પ્રદૂષિત પાણી જઈ રહ્યું છે. ત્યારે દહેજ અને વિલાયત ઔધ્યોગિક વસાહતના પ્રદુષિતથી પાણીથી 2020માં માછલીઓનાં મોત થયા હતા.

40 હજાર લોકો પ્રદૂષણના ભરડામાં

ઔધ્યોગિક વસાહત પાસે 71 ગામોના 40 હજાર લોકો પ્રદૂષણના ભરડામાં છે.
દહેજમાં વધુ 11 ડાઇઝ ઈન્ટર મિડિયેટની મજૂરી અપાતા જોખમી ઉદ્યોગો છે.
ડાઈઝ ઈન્ટર મિડિયેટના 107 ઉદ્યોગો અહીં છે. જેમાથી ઘણાં પ્રદૂષણ ફેંકે છે
દહેજમાં કુલ 350 ઉદ્યોગો, જેમમાં 95 ટકા કેમિકલ્સ અને પ્રેટ્રોકેમિકલ્સ બનાવે છે દરિયામાં ગંદા પાણીનો નિકાલ કરવાની છૂટ આપીને ગ્લેનમાર્કે (દહેજ)ને સાચવવામાં આવી છે.ભરૂચ રેલ્વે યાર્ડમાં 2005માં અદાણી કંપનીએ કોલસાનું હવા પ્રદુષણ થયું. અદાણી સિમેન્ટ કંપની ગ્રાઇન્ડીંગ પ્લાન્ટના પર્યાવરણીય સામે લોકોનો વિરોધ હતો.

7 વખત આગ લાગી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાં 2019માં ભીષણ આગ લાગી હતી .મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં પેસ્ટીસાઈડ સાયપર મેપ્થીન પ્લાન્ટમાં આગના લપકારા
મેઘમણી ઈન્ડસ્ટ્રીઝ માર્ચ 2019માં બ્લાસ્ટ થયો હતો. અહીં 7 વખત આગ લાગી ચૂકી છે.

 આરોગ્ય સાથે ચેડા

દહેજ ટી.ડી.આઈ.પ્લાન્ટ નિષ્ફળ રહ્યો છે, જીએનએફસીમાં 7700 મેટ્રિક ટન પડી રહી છે. ટીડીઆઈ ઝેરી અને કાર્સિનોજેન છે, તેથી ભરૂચ બીજું ભોપાલ બની શકે છે. હવા ગુણવત્તા સૂચક આંક (AQI) 60 સુધી ગંભીર છે. આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.લુવારા ગામમાં હિન્ડાલ્કોના કોપર પ્લાન્ટના પ્રદૂષણ સામે ગ્રીન ટ્રિબ્યુનલે તપાસના આદેશ આપ્યા છે.

12 વર્ષમાં મૂડીરોકાણ રૂ. 42 હજાર કરોડ થયું

દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં 12 વર્ષમાં મૂડીરોકાણ રૂ. 42 હજાર કરોડ થયું હતું. 5.5 કરોડના મૂડી રોકાણે 1 વ્યક્તિને નોકરી, બે વ્યક્તિને આડકરતી રોજગારી મળી. દહેજ સેઝ ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં ઉભું કરાયું છે.

 વરસાદી પાણીના નિકાલની નહેર કેમિકલ નહેર બની

વડદલા ગામથી નર્મદા નદી સુધી વરસાદી પાણીના નિકાલની નહેર કેમિકલ નહેર બની છે. વડદલા ગામ અને સુવા ગામમાં કેમિકલ તબાહી ચોમાસામાં થાય છે.

 અઢળક કમાણી પણ લોકોના જીવ જોખમમાં 

2010માં બે એકમો હતા, હાલ સેઝમાં 150 ઉદ્યોગો છે. ભરૂચના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા, વિલાયત, સાયખા, જંબુસરમાં GIDC.ભરૂચમાં SEZ અને PCPIR વિસ્તાર ભારતમાં નિકાસમાં ભરૂચ જિલ્લો પ્રથમ છે. ત્યારે આ વિસ્તારમાંથી સરકારને અઢળક કમાણી થાય પણ લોકોના જીવના જોખમે છે.

ભરૂચના નાગરિકો પ્રદૂષણ નામના રાક્ષસથી ઘેરાઈ ગઈ, મોતને ભેટી રહી છે

2020માં 4027 કરોડની નિકાસ, 10 હજાર કરોડ રૂપિયા થવાની નિકાસની સંભાવના.

2019માં ભરૂચ – દહેજ રાજ્ય ધોરીમાર્ગ પર પ્રદૂષણ રોકવા 34 હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું હતું.

જી.પી.સી.બી. અને જી.આઇ.ડી.સી.ના 24 અધિકારીઓ પહેલા જવાબદાર

 ભરૂચની ઔદ્યોગિક વસાહતમાં 1700 ઉદ્યોગોમાંથી 88 ઉદ્યોગો અત્યંત જોખમી

મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં 3,000 ઔદ્યોગિક એકમ અને છ મુખ્ય સીઇટીપી

 ગુજરાતમાં 2024-25માં 70.02 લાખ ટન જોખમી કચરો પેદા થયો જેમાં ભરૂચમાં વધુ છે.

ગુજરાતમાં દરવર્ષે વાયુ પ્રદુષણથી 30 હજાર લોકો મૃત્યુ જેમાં ભરૂચ જિલ્લો મોખરે

દહેજમાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલવાળું પાણી દરિયામાં ખુલ્લેઆમ છોડતી ફેક્ટરીઓ

મોદીએ કહી હતી આ વાત 

મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રસાયણ ઉદ્યોગની ઇન્ડિયાકેમ-ગુજરાત 2009 રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતાં કહ્યું કે, ભારતીય ચલણી નોટોના છાપવા સ્વદેશી રસાયણિક પ્રિન્ટીંગ ઇન્કના બનાવવી જરૂરી. 2022માં નોટો છાપવા રૂ. 3 હજાર કરોડ ખર્ચ, 40 ટકા રકમ સાહી અને કાગળની આયાતમાં ખર્ચ થયો હતો. સંશોધન ઉત્પાદન ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા આહવાન કર્યું હતું. તેમણે કહયુ કે, કેમિલ્સ ઇન્ડસ્ટ્રીઝના ‘હેઝાર્ડઝ નહીં પરંતુ હેલ્થ એન્વાયર્નમેન્ટ’ બનાવો. ગુજરાતની સરકાર જનસુખાકારી માટે ‘પર્યાવરણ મૈત્રીપૂર્ણ વિકાસ’ને પ્રોત્સાહિત કરશે. આમ મોદીએ પ્રદૂષણરહિત કેમિકલ્સના સંશોધન કરી ઉત્પાદન ઉપર ધ્યાન આપવા સૂચનો કર્યા પણ અમલ ન કર્યો.

રસાયણ ઉદ્યોગ સાથે પર્યાવરણ સુરક્ષા અને સુખાકારીના વિકાસની અનેક ગણી સુવિધા છે મોદીએ કહ્યું હતુ કે, ઔદ્યોગિક પ્રગતિમાં પર્યાવરણ સુરક્ષા અંગે રાજ્ય સરકાર કોઇ સમાધાન કરવાની નથી.

રસાયણિક પ્રદૂષિત પાણીના નિકાલ માટેનું ફુલપ્રૂફ મિકેનીઝમ વિક્સાવવા 20 ટકા સહાય આપી . નાના રસાયણ ઉત્પાદક એકમોને રુપિયા દસ લાખ સુધીની વધારાની વ્યક્તિગત સહાય આપી.

એફ્લયુએન્ટ ટ્રીટમેન્ટ પાણીના રોજ નિકાલની 200 મિલીયન લીટર ક્ષમતા બે ગણી થશે.કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઅલ યુનિટમાં 2010 સુધીમાં વરસાદી પાણીનો કરવો પડશે.

ઉદ્યોગ રાજ્ય પ્રધાન સૌરભ પટેલે કહ્યું દહેજ ખાતે કેમિકલ્સનો સ્પેશિયલ ઇન્વેસ્ટર્સ રિજીઅન બને છે. ગુજરાતના ચેરમેન પંકજ આર.પટેલે કહ્યું હતું કે. જીવનના દરેક ભાગમાં કેમિકલ્સનો ફાળો રહ્યો ત્યારે દહેજનો PCPIR 15 વર્ષમાં ગુજરાતમાં સૌથી પ્રદૂષણ વિસ્તારમાં ફેરવાઈ ગયો.

આ પણ વાંચો:

Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?

Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..

Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી

Indian Back From Israel: ઇઝરાયલમાં ફસાયેલા 161 ભારતીય નાગરિકો પરત ફર્યા, મુસાફરોને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત

Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી

  • Related Posts

    Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
    • August 29, 2026

    Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

    Continue reading
    Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
    • August 21, 2026

    Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

    • September 18, 2026
    • 3 views
    Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

    Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

    • September 18, 2026
    • 4 views
    Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

    Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

    • September 18, 2026
    • 6 views
    Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

    Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

    • September 18, 2026
    • 8 views
    Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

    Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

    • September 18, 2026
    • 11 views
    Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

    TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

    • September 18, 2026
    • 7 views
    TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે