શું ચીન ફરીથી કંઇક છૂપાવી રહ્યું છે? ચીનમાં કોવિડ જેવો ભયંકર વાયરસ ફેલાઇ ગયો હોવાના ગંભીર દાવાઓ

  • World
  • January 3, 2025
  • 0 Comments

કોવિડ-19ના (COVID) 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવા વાયરસથી સંક્રમણ ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે, જે એક RNA વાયરસ છે. સોશિયલ મીડિયા ઉપર ચીનમાં નવો વાયરસ ફેલાયો હોવાના કારણે ઇમરજન્સી જાહેર કરવાના દાવા કરવામાં આવ્યા છે. જોકે, ચીન દ્વારા આની કોઈ જ સત્તાવાર જાહેરાત કરી હોય તેવા સમાચાર સામે આવી રહ્યાં નથી.

ઉલ્લેખનિય છે કે, 2019માં વુહાનથી ફેલાયેલા કોવિડ વાયરસની વાત પણ વિશ્વથી ચીને ગુપ્ત રાખી હતી. તેથી સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવી રહેલા દાવાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યાં છે. ખુબ જ મોટી સંખ્યામાં લોકોએ હોસ્પિટલોમાં ઉમેટેલા લોકોનો વીડિયો શેર કરીને ચીનમાં વાયરસ ફેલાયો હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો-Rajkot: થર્ટી ફર્સ્ટની રાત્રે નકલી પોલીસે કરેલા યુગલના અપહરણ મામલે 4 શખ્સોની ધરપકડ

આ અંગે મળી રહેલી માહિતી અનુસાર જ્યારે વાયરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ -19 જેવા લક્ષણો દર્શાવે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ થાય છે. HMPV ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે. જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે વાયરસના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી છે. દાવા મુજબ હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાં ભીડ વધી રહી છે. જોકે ચીન તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. ધ સ્ટારના અહેવાલ મુજબ, સીડીસીએ કહ્યું છે કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે.

આ પણ વાંચો-SURAT: વીર નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ માણી દારૂ પાર્ટી, વિડિયો વાઈરલ

ખાંસી અને છીંકથી વાયરસ ફેલાવવાનું જોખમ વધારે છે. જો વાયરસની અસર ગંભીર હોય, તો તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે. રોઇટર્સ અનુસાર, ચીન આનો સામનો કરવા માટે એક સર્વેલન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે. HMPV વાયરસ પ્રથમ વખત 2001માં ઓળખવામાં આવ્યો હતો. એક ડચ સંશોધકે શ્વસન રોગથી પીડિત બાળકોના નમૂનાઓમાં આ વાયરસ શોધી કાઢ્યો હતો. જો કે, આ વાયરસ છેલ્લા 6 દાયકાથી હાજર છે.

આ વાયરસ તમામ પ્રકારની ઋતુઓમાં વાતાવરણમાં હાજર હોય છે, પરંતુ શિયાળામાં તેના ફેલાવાનું જોખમ સૌથી વધુ હોય છે. કોવિડ-19નો પહેલો કેસ 2019માં ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો. ત્યારે તેને રહસ્યમય ન્યુમોનિયા હોવાનું માનવામાં આવતું હતું. તે SARS-CoV-2 વાયરસ (કોરોના વાયરસ)થી ફેલાય છે.

આ પછી આ વાયરસ ઝડપથી દુનિયામાં ફેલાઈ ગયો. 30 જાન્યુઆરી, 2020ના રોજ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો. વિશ્વભરમાં કોવિડના 70 કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય 70 લાખથી વધુ લોકોના મોત પણ નોંધાયા છે.

આ પણ વાંચો-અમેરિકા: ઉડાન ભર્યાની એક જ મિનિટમાં વિમાન થયું ક્રેશ; બે લોકોના મોત અનેક ઘાયલ

Related Posts

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો
  • August 7, 2025

Kinmemai Premium Rice : એક રિપોર્ટ મુજબ કિન્મેઈ પ્રીમિયમ નામના જાપાનના ચોખા વિશ્વના સૌથી મોંઘા ચોખા છે. સામાન્ય રીતે સારા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ચોખાની કિંમત 100-200 રૂપિયા પ્રતિ કિલો હોઈ…

Continue reading
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?
  • August 7, 2025

Technology: ચીન, જર્મની જેવા દેશો સતત ટેક્નોલોજીની દુનિયામાં આગળ વધી રહ્યા છે. રોજે રોજ નવા નવા પ્રયોગો કરે છે અને વૈજ્ઞાનિક સિધ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. જ્યારે ભારતના યુવાનો સૈયારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

  • August 8, 2025
  • 13 views
UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી બચાવ્યો

  • August 8, 2025
  • 6 views
Amreli: રખડતા શ્વાનએ 2 વર્ષના બાળકને શિકાર કરવા બચકુ ભરી ઉઠાવ્યું, પિતાએ બાળકને મોતના મુખમાંથી  બચાવ્યો

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

  • August 8, 2025
  • 16 views
Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 19 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 10 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો