પાકિસ્તાની સેનાએ રાતના અંધારામાં કર્યો અફઘાનિસ્તાન પર હુમલો

  • World
  • January 3, 2025
  • 0 Comments

પાકિસ્તાની સેનાએ ફરી એકવાર રાતના અંધારામાં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો, જેનાથી બંને દેશો વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. રાત્રે આશરે દોઢ વાગ્યે પાકિસ્તાની સેના દ્વારા ડૂરંડ લાઇન પાસે ખોશ્ત પ્રાંતના અલી શેર જિલ્લામાં હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ તાલિબાનના ઠેકાણાઓ પર રોકેટથી હુમલો કર્યો હતો. જેનો તાલિબાની સેનાએ પણ ભારે હથિયારો સાથે વળતો જવાબ આપ્યો હતો. બંને સેનાઓ વચ્ચે સવારે 5 વાગ્યાથી આ ઘર્ષણ શરુ થયું હતું. આ હુમલાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત વિસ્તારમાં જતા રહ્યા હતા. જોકે, હજુ સુધી બંને સેનામાંથી કોઈએ પણ જાનહાનિની જાણકારી આપી નથી.

આ પહેલાં પણ પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના ચાર વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં આશરે 50 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનનો દાવો હતો કે, મોતને ભેટલા લોકો ટીટીપી(તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન)ના આતંકવાદી હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. જેના જવાબમાં તાલિબાની સેનાએ પણ પાકિસ્તાની પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. જેમાં તાલિબાનનો દાવો છે કે, તેઓએ 18 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી દીધા અને અનેક પોલીસ સ્ટેશન કબ્જે કર્યા છે.

ટીટીપીએ પાકિસ્તાની પોલીસ સ્ટેશન પર કબ્જો કરવાના વીડિયોને શેર કર્યો હતો. વળી, પાકિસ્તાની સેનાએ તેના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેઓએ રાજકીય કારણોસર પોલીસ સ્ટેશન ખાલી કર્યા હતા. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે હુમલા અને જવાબી કાર્યવાહીથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. તાલિબાને પણ સ્પષ્ટ કરી દીધું કે, તે ડૂરંડ લાઇનને સીમા રેખાના રૂપે માન્યતા નથી આપતું, જેને અંગ્રેજોએ બનાવી હતી.

આ પણ વાંચો-ભોપાલ ગેસ દુર્ઘટના: 40 વર્ષ પછી પણ જઇ રહ્યા છે જીવ!! કેમ 2 લોકોએ કર્યો આત્મદાહ?

  • Related Posts

    Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
    • September 24, 2026

    Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

    Continue reading
    Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
    • September 17, 2026

    Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    • September 29, 2026
    • 3 views
    Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

    • September 29, 2026
    • 5 views
    Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

    Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

    • September 29, 2026
    • 7 views
    Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

    Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

    • September 29, 2026
    • 8 views
    Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

    AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

    • September 28, 2026
    • 5 views
    AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

    Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

    • September 28, 2026
    • 6 views
    Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ