
બનાસકાંઠા જીલ્લામાંથી નવો જીલ્લો વાવ-થરાદ બનાવતાં લોકોમાં રોષ ભભૂક્યો છે. ભૌગોલિક સ્થિતિ જાણ્યા વગર જીલ્લો અલગ કરાયો હોવાના આક્ષેપ થયા છે. આ મામલે હાલ બનાસકાંઠામાં ઘમાસણ મચ્યું છે. કાંકરેજ અને દિયોદરના લોકોને બનાસકાંઠામાં રહેવું છે. જો કે સરકારે કાંકરેજ અને દિયોદર તાલુકાનો વાવ-થરાદ જીલ્લામાં સમાવેશ કરતાં પંથકના લોકોમાં રોષ ભભૂક્યો છે.
1 જાન્યુઆરી, 2025ના રોજ વાવ-થરાદને જિલ્લો બનાવતાં લોકોની વર્ષો જૂની માગ પૂરી થઈ હતી. જો કે નવા જીલ્લો જીહેર થતાં જ કેલાંક લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. બનાસ બેંકના પૂર્વ ચેરમેન અને પૂર્વ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમખ અણદાભાઈ પટેલે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. તેણમે પત્રમાં જણાવ્યું છે કે બનાસકાંઠાના બે જિલ્લા બનાવ્યા એ સારી બાબત છે. પણ કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવો જોઈએ. કારણ કે, કાંકરેજમાં છેવાડાના ગામ જેવા કે, ધનેરા અને રાનેરને થરાદ સુધી જવાનું અંતર 100 કિ.મી. જેટલું દૂર થાય છે અને ત્યાં જવું લોકોને પોષાય નહિ, વળી, બેંક, ડેરી અને જિલ્લાની સંસ્થાઓ પણ પાલનપુર આવેલ છે, જેથી કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવો જોઈએ. વિભાજનની રીતે પણ જૂનો જિલ્લો બનાસકાંઠા મોટો હોય, પણ આ તો ઉલટું બનાસકાંઠા જિલ્લાને નાનો કરવામાં આવ્યો છે.
વહીવટમાં પણ ખોટું થયું
વધુ જણાવ્યું છે કે 6 તાલુકા બનાસકાંઠામાં, 8 તાલુકા થરાદમાં, 6 તાલુકા પંચાયત બનાસકાંઠામાં, 8 તાલુકા પંચાયત થરાદમાં, બનાસકાંઠામાં 2 નગરપાલિકા પાલનપુર અને ડીસા જયારે થરાદમાં 4 નગરપાલિકા ધાનેરા, થરાદ, ભાભર અને થરા. એટલે વહીવટમાં પણ ખોટું થયું છે, જેથી કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવો જોઈએ. અમારે ઉલટી દિશામાં જવાનું થાય છે, જેથી કાંકરેજના તમામ લોકોની બનાસકાંઠામાં રહેવાની માંગ છે અને લોકોની સુલભતા ખાતર પણ કાંકરેજ તાલુકાનો બનાસકાંઠામાં સમાવેશ થવો જોઈએ. મારી પણ મુખ્યમંત્રીને વિનંતી છે કે, કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવો જોઈએ. તો કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા અમારી માગ છે.
આ વિડિયો જોવો ગમશે: https://youtube.com/shorts/_eEO8i20JCQ?si=fJ7QCqFCIYjqehL6
આ પણ વાંચોઃ ANAND: બે શખ્સોએ બળાત્કાર ગુજારી વૃધ્ધાની કરી હત્યા, લૂંટ કરી ફરાર થતાં પોલીસે ઝડપ્યા