Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે તેઓ ગરીબોને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા અમદાવાદ આવ્યા અને પોલીસ મથકમાં જઈ શા માટે ગરીબોનું સાંભળવામાં આવતું નથી તે સવાલ કરી આ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓનું લિસ્ટ આપી દારૂના અડ્ડા બંધ કરાવવા અલ્ટીમેટમ આપ્યું હતું.

વિગતો મુજબ અમદાવાદ સતત ડેવલોપ થઈ રહ્યું હોય જમીન માફિયાઓની નજર હવે ચાલીઓ ઉપર પડી છે અને આવા વિસ્તાર ખાલી કરાવવા હોડ લાગી હોય તેમ પાલડી-આંબાવાડી વિસ્તારમાં ત્રિકમલાલની ચાલીના મકાનો ખાલી કરવા અહીં વસતા ગરીબોને સતત ધમકીઓ મળી રહી છે અને આ ગરીબોનું કોઈ સાંભળતું નહિ હોવાથી જેવી આ વાતની ખબર પડી કે તરત જ જીગ્નેશ મેવાણી અહીં વસતા લોકોની વ્હારે આવ્યા હતા અને શ્રમિક મહિલાઓની પોલીસે ફરિયાદ કેમ ન નોંધી તે મુદ્દે સવાલ ઉઠાવી પોલીસ પાસે જવાબ માંગ્યો હતો તેમણે ફરજ પર હાજર જવાબદાર અધિકારીને ચીમકી આપી હતી કે જો આ ગરીબોને કનડગત કરતા તત્વો વિરુદ્ધ જો ફરિયાદ નહીં નોંધવામાં આવે તો પોલીસ કમિશ્નરના ઘર બહાર ધરણાં કરવાની ચીમકી આપી હતી.

■ ધારાસભ્ય જીગ્નેશ મેવાનીએ પાલડી-એલિસબ્રિજમાં દારૂના અડ્ડાનું પોલીસને લિસ્ટ આપી બુટલેગરો સામે કાર્યવાહી કરવા પણ અલ્ટિમેટમ આપ્યું!

અહીંના ધારાસભ્ય અમિત શાહના મત વિસ્તાર એવા એલિસબ્રિજ-પાલડીમાં ગરીબોને દબડાવી મકાનો ખાલી કરવાની ગુંડાઓ દ્વારા મળી રહેલી ધમકીઓને લઈ ગરીબ પરિવારોમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને તેઓની રજૂઆત છે કે, ત્રિકમલાલની ચાલીના મકાનો ખાલી કરાવવા માટે બિલ્ડરોના ભાડૂતી ગુંડાઓ સક્રિય થયા છે અને મહિલાઓને અશ્લીલ ગાળો ભાંડી હડધૂત કરી ધમકીઓ મળી રહી છે.છેલ્લા 20 દિવસથી શ્રમિકોને ધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. શ્રમિકોએ પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ આપી તો મહિલા પીઆઇએ ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી દેતા આ વાતની જાણ થયા બાદ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગરીબોની મદદે આવ્યા હતા અને જેઓની ફરિયાદ લેવામાં આવી ન હતી તેવી ગરીબ મહિલાઓ સાથે પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે એવો સવાલ ઉઠાવ્યો કે, જે વૃદ્ધ ચાલી શકતા નથી તેમની સામે ફરિયાદ કેમ નોંધાઈ. તેમણે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે, પાલડી-એલિસબ્રિજમાં કોચરબ ગામથી માંડીને માદલપુર સહિત અન્ય વિસ્તારમાં 20થી વધુ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. તો બુટલેગરો સામે કેમ કોઈ પગલાં લેવાતાં નથી?

સાથેજ બિલ્ડરોના ભાડૂતી ગુંડાઓ વિરુદ્ધ કેમ પોલીસ ફરિયાદ નોંધવામાં આવતી નથી?

મેવાણીએ બુટલેગરોના નામજોગ સાથેનું દારૂના અડ્ડાનું લિસ્ટ પોલીસને આપી ચીમકી ઉચ્ચારી કે, જો દેશી દારૂના અડ્ડા બંધ નહીં થાય તો પાલડી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે અને ઉપરી અધિકારીઓ પાસે સસ્પેનસની માંગણી કરવામાં આવશે.જીજ્ઞેશ મેવાણી આ રીતે ગરીબોના બેલી બની તેઓને મદદરૂપ બનતા ગરીબ પરિવારોમાં કોઈતો નેતા છે જે લોકશાહીના નિયમ મુજબ તંત્રને ફરજ પાડી શકે છે અને સત્યનો અવાજ બુલંદ બનાવી શકે છે આમ આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો અને યુવા જાગૃત નેતાની સરાહના થઈ હતી.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય