Bhavnagar: મનપામાં ભળ્યાના વર્ષો બાદ પણ 5 ગામોમાં સુવિધાને નામે મીંડું , પ્રાથમિક સુવિધા પણ નહીં

Bhavnagar: જ્યારે કોઈ વિસ્તારનો મહાનગર પાલિકામાં સમાવેશ થાય છે ત્યારે લોકોમાં આશા જાગે છે કે, હવે તેમના વિસ્તારનો વિકાસ થશે તેમને સારી સુવિધાઓ મળશે પરંતુ ભાવનગરમાં 5 ગામો એવા છે જેમનો મહાનગર પાલિકામાં,સમાવેશ થયે વર્ષો વીતી ગયા છતા અહીં સુવિધાને નામે માત્ર મીડું છે આ એટલા માટે કહેવું પડે છેકે, અહીં વધારાની સુવિધાતો છોડો પરંતુ તેમને પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી.

મનપામાં ભળ્યાના વર્ષો બાદ પણ વિકાસ નહીં

મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના રુવા, તરસમિયા, સીદસર, નારી અને અકવાડા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ થયાના વર્ષો બાદ પણ અહીં અનેક સોસાયટીઓમાં ગટર, વરસાદી પાણી ભરાવા અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા નથી મળી. જેમાં ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર સરદારનગર વોર્ડના ક્ષેત્ર અધેવાડા ખાતે આવેલ ચંદ્રપાર્ક-ર સોસાયટીમાં જવા માટે રસ્તા જેવી સુવિધા ઉભી કરવામાં આવી નથી. તેમજ આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય જતા હોય ત્યારે આ પાણીના નિકાલ માટે નથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમજ અહીં રસ્તો પણ કાદવ કિચડવાળો હોવાથી લોકોને ચાલવામાં પણ તકલીફ પડે છે. તેમજ અનેકવાર નાના બાળકોને કાદવ કીચડમાં પડવાથી નાની મોટી ઇજાઓ પહોંચી છે આમ પાલિકાએ પ્રાથમિક સુવિધાઓ સામે આંખ આડા કાન કરતા સ્થાનિકોને મુશ્કેલીનો સામેનો કરવો પડી રહ્યો છે.

ભાવનગર શહેરના અધેવાડા વિસ્તાર આજુબાજુની અંદરની સોસાયટીઓ વિસ્તારોમાં છાશવારે લોકો ખરાબ રસ્તાના કારણે પડે છે અને ઘણીવાર ગંભીર અકસ્માત પણ થાય છે અને ચોમાસામાં તો લગભગ દરરોજ લોકો સ્લીપ થાય છે. આધેવાડા વિસ્તારમાં સોસાયટીઓ તો બની પણ રસ્તા ન બન્યા જેથી વારંવાર અકસ્માતના બનાવો પણ બને છે. આ પ્રશ્ન લાંબા સમયથી છે અને વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

 રજૂઆતો છતાં નક્કર કામગીરી નહીં 

આ મામલે સોસાયટીના લોકોનું કહેવું છે આ અંગે મહાનગરપાલિકાને રજૂઆતો કરી છે છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અમે મહાનગરપાલિકાનો તમામ વેરાઓ પણ ભરીએ છીએ છતાં અમને યોગ્ય સુવિધાથી વંચિત રાખવામાં આવે છે. જ્યારે આ અંગે આ વિસ્તારનાં નગરસેવકને જાણ કરવામાં આવે તો વિવિધ પ્રકારના ખોટા બહાના આપી અને રોડ બનાવવાના બદલે મોટા કાકરા વાળી ધૂળ નખાવી જાય છે.

ભાવનગર શહેરના અધેવાડા વિસ્તાર આજુબાજુની અંદરની સોસાયટીઓ વિસ્તારોમાં છાશવારે લોકો ખરાબ રસ્તાના કારણે પડે છે અને ઘણીવાર ગંભીર અકસ્માત પણ થાય છે અને ચોમાસામાં તો લગભગ દરરોજ લોકો સ્લીપ થાય છે. આધેવાડા વિસ્તારમાં સોસાયટીઓ તો બની પણ રસ્તા ન બન્યા જેથી વારંવાર અકસ્માતના બનાવો પણ બને છે. આ પ્રશ્ન લાંબા સમયથી છે અને વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

 સ્થાનિક અધિકારીઓ શું કહે છે ?  

આ મામલે સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે, હજી સ્ટોર્મ લાઈન નાખવાની છે, પાણીની લાઈન નાખવાની છે ,પછી રોડ બનાવવાના છે. તેઓએ આખો ઉનાળો સર્વે કરવામાં કાઢયો અને અને કહે છે કે ચોમાસામાં કામ ન થાય. આ સોસાયટીઓમાં એટલો રસ્તો ખરાબ છે કે નાના બાળકથી લઈને વૃદ્ધ વડીલોને ચાલવામાંને વાહન ચલાવવામા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ક્યારેક તો ખરાબ રસ્તાને કારણેસ્કૂલ વાન વાળા પણ બાળકોને લઈ જવાની ના પાડે છે. આ વિસ્તારમાં આ પ્રશ્ન લાંબા સમયથી છે અને સ્થાનિકોએ વારંવાર રજૂઆત છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

 અહેવાલ : નીતિન ગોહેલ

આ પણ વાંચો:
 
  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    • September 17, 2026
    • 4 views
    Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    • September 17, 2026
    • 7 views
    Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    • September 17, 2026
    • 6 views
    Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    • September 17, 2026
    • 10 views
    Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    • September 17, 2026
    • 8 views
    Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

    • September 17, 2026
    • 13 views
    Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી