UP Road Accident: ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત, ગુજરાતથી કેદારનાથ જતા 4 મિત્રોનાં મોત, 1 ગંભીર

  • India
  • July 1, 2025
  • 0 Comments

UP Road Accident: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં પાણીપત-ખાતિમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સોમવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂર પાટ ઝડપે આવતી ઇનોવા કાર કાબુ બહાર ગઈ અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન 4 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં મુસાફરી કરી રહેલા બધા યુવાનો મિત્રો હતા, જેઓ ગુજરાતના ગાંધીનગરથી કેદારનાથના દર્શન કરવા જઈ રહ્યા હતા.

ગુજરાતથી કેદારનાથ જતા મિત્રોને નડ્યો અસ્માત

મળતી માહિતી મુજબ છપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાણીપત ખાટીમા-નેશનલ હાઇવે પર એક ઝડપી ગતિએ આવતી ઇનોવા કાર કાબુ બહાર ગઈ અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. આ કારમાં સવાર ગુજરાતના ગાંધીનગરના પાંચ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

4 મિત્રોના મોત, એકની હાલત ગંભીર

ગાંધીનગરથી કેદારનાથ દર્શન માટે જઈ રહેલા ચાર મિત્રો અમિત, ભરત, કર્ણ અને વિપુલનું સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે જીગર નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ સાથે જ આ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસે શરુ કરી તપાસ

મુઝફ્ફરનગરના એસએસપી સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે છપર પોલીસ સ્ટેશનના ખાટીમા પાણીપત રોડ પર એક ઇનોવા કાર ખૂબ જ ઝડપે દોડી રહી હતી અને તે ફ્લાયઓવર પરથી નીચે પડી ગઈ. કારમાં પાંચ લોકો હતા. ચાર લોકોના મોત થયા છે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, તેની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે કારમાં સવાર બધા લોકો ગુજરાતના રહેવાસી હતા, તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:
 
  • Related Posts

    Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!
    • June 17, 2026

    Abhijit Dipak Jaipur Attack: રાજસ્થાનના જયપુરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને લોકશાહીની ગરિમાને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર થયેલા હુમલાના આરોપીઓને…

    Continue reading
    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન
    • June 17, 2026

    Jana Sena National Expansion: આંધ્રપ્રદેશના રાજકારણમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે જનસેના પાર્ટી (JSP) ના અધ્યક્ષ કે. પવન કલ્યાણની નજર સમગ્ર દેશના ફલક પર છે. તાજેતરમાં દિલ્હીમાં આયોજિત પક્ષના ‘સેના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

    • June 17, 2026
    • 3 views
    Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

    • June 17, 2026
    • 4 views
    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

    Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

    • June 17, 2026
    • 6 views
    Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

    China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

    • June 17, 2026
    • 11 views
    China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

    Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

    • June 17, 2026
    • 10 views
    Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

    NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

    • June 17, 2026
    • 11 views
    NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ