
Delhi Old Vehicle Ban:દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા શપથ લીધા પછીથી ઝડપથી નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ માટે, દિલ્હીમાં 1 એપ્રિલથી 15 વર્ષથી જૂના વાહનોને પેટ્રોલ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હી સરકારના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવે દિલ્હીમાં 15 વર્ષથી જૂના વાહનોને પેટ્રોલ આપવામાં આવશે નહીં. જો કે, ભારે વિરોધ બાદ દિલ્હી સરકારે આ નિર્ણયને પાછો લીધો છે ત્યારે રેખા ગુપ્તા કેમ આવા નિર્ણય લઈ રહ્યા છે આ મામલે રાજકીય વિશ્લેષક અરુણ કુમાર શર્માએ વિગતે વાત કરી હતી.
દિલ્હી સરકારના નિર્ણયનો ભારે વિરોધ
દિલ્હી સરકારે 1 જુલાઈ, 2025 થી રાજધાનીમાં ‘નો ફ્યુઅલ ફોર ઓલ્ડ વ્હીકલ પોલિસી’ લાગુ કરી છે, જે હેઠળ રાજ્યના કોઈપણ પેટ્રોલ પંપ પરથી 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનોને ઈંધણ આપવામાં આવી રહ્યું નથી .આ નિર્ણયનો હેતુ રાજધાનીમાં વાયુ પ્રદૂષણ ઘટાડવાનો કહેવામાં આવી રહ્યું છે ત્યારે લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે, આપણે હજુ પણ 40 વર્ષ જૂના વિમાનો ઉડાડી રહ્યા છીએ અને ઘણી ટ્રેનો, બસો અને બોટ 30 વર્ષથી વધુ જૂની છે. તો પછી ફક્ત ખાનગી વાહનો પર જ પ્રતિબંધ કેમ છે?
વિરોધ બાદ દિલ્હી સરકારે લીધો યુટર્ન
દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો માટે ઇંધણ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર દિલ્હી સરકારે યુ-ટર્ન લીધો છે . સરકારનું કહેવું છે કે તેને હમણાં લાગુ કરવું ખૂબ જ વહેલું ગણાશે. દિલ્હી સરકારે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) ને વિનંતી કરી છે કે 1 જુલાઈ, 2025 થી અમલમાં આવતા ઓર્ડર નંબર 89 ને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. દિલ્હી સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકો અને કેબ ડીલરો ખૂબ જ નિરાશ થયા હતા. તેમણે કહ્યું કે આ નિર્ણય લાખો લોકોના જીવન અને આજીવિકાને બરબાદ કરશે.
રેખા ગુપ્તાના નર્ણય પર રાજકીય વિશ્લેષકે શું કહ્યું ?
દિલ્હીમાં રેખા ગુપ્તાનું રૌદ્ર રુપ જોવા મળી રહ્યું છે તેઓ એક બાદ એક એવા નિર્ણયો કરી રહ્યા છે જેના કારણે સામાન્ય જનતાને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે રેકા ગુપ્તા કેમ આવા નિર્ણય લઈ રહ્યા છે તેના કારણે દિલ્હીવાસીઓની શું હાલાત છે તે અંગે રાજકીય વિશ્લેષક અરુણ કુમાર શર્માએ શું કહ્યું જુઓ વીડિયો…